ગૂગલની 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે AI ચેટબોટની યોજના...
- જેમિની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ
- પ્રસંગપટ
- બાળક પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા પહેલા વાલીની પરવાનગી લેવી પડશે
ગુગલ આવતા અઠવાડિયે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેમના માતાપિતાના નિયંત્રણ હેઠળ સંચાલિત એકાઉન્ટ્સ સાથે તેનો જેમિની છૈં ચેટબોટ લોન્ચ કરવા જઇ રહ્યું છે. હોમવર્ક અને સર્જનાત્મકતામાં મદદ કરવાના હેતુથી, જેમિનીમાં સલામતી ફિલ્ટર્સનો સમાવેશ થાય છે. માતાપિતા ઍક્સેસ અને સેટિંગ્સને નિયંત્રિત કરી શકે છે. સલામતીના પગલાં હોવા છતાં, બાળકોને ખોટી માહિતી અને જનરેટિવ છૈં ટેકનોલોજી સાથે જોડાયેલા જોખમોના સંપર્કમાં આવવા અંગે વાલીઓને સતત ચિંતા રહેતી હતી.
ટેક કંપનીઓ છૈં ઉત્પાદનો સાથે યુવા વપરાશકર્તાઓને આકર્ષવા માટે સ્પર્ધા કરતી હોવાથી, ગૂગલ આવતા અઠવાડિયે ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેના જેમિની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ માટે તૈયારી કરી હતી.
'જેમિની એપ્સ ટૂંક સમયમાં તમારા બાળક માટે ઉપલબ્ધ થશે,' કંપનીએ આ અઠવાડિયે ૮ વર્ષના બાળકના માતાપિતાને લખેલા એક ઇમેઇલમાં જણાવ્યું હતું. 'તેનો અર્થ એ છે કે તમારું બાળક પ્રશ્નો પૂછવા, હોમવર્કમાં મદદ મેળવવા અને વાર્તાઓ બનાવવા માટે જેમિનીનો ઉપયોગ કરી શકશે'.
આ ચેટબોટ એવા બાળકો માટે ઉપલબ્ધ હશે જેમના માતાપિતા ફેમિલી લિંકનો ઉપયોગ કરે છે, એક ગૂગલ સેવા જે પરિવારોને તેમના બાળક માટે ય્સચૈન સેટ કરવા અને ર્રૂે્ેમી જેવી સેવાઓ પસંદ કરવા સક્ષમ બનાવે છે. ચાઇલ્ડ એકાઉન્ટ માટે સાઇન અપ કરવા માટે, માતાપિતા ટેક કંપનીને તેમના બાળકનું નામ અને જન્મ તારીખ જેવો વ્યક્તિગત ડેટા આપવો પડશે.
ગુગલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર નાના વપરાશકર્તાઓ ચેટબોટને અમુક અસુરક્ષિત સામગ્રી ઉત્પન્ન કરવાથી રોકવા માટે જેમિની પાસે ચોક્કસ પ્રકારની સિક્યોરીટી સિસ્ટમ છે.
ગુગલ અને અન્ય છૈં ચેટબોટ ડેવલપર્સ યુવા વપરાશકર્તાઓને કેપ્ચર કરવા માટે ઉગ્ર સ્પર્ધામાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં શાળાઓને શિક્ષણ અને શીખવા માટેના સાધનો અપનાવવા વિનંતી કરી. લાખો કિશોરો પહેલાથી જ ચેટબોટ્સનો ઉપયોગ અભ્યાસ સહાય, લેખન કોચ અને વર્ચ્યુઅલ સાથી તરીકે કરી રહ્યા છે. બાળકોના જૂથો ચેતવણી આપે છે કે ચેટબોટ્સ બાળકોની સલામતી માટે ગંભીર જોખમો ઉભા કરી શકે છે.
યુનિસેફ, યુનાઇટેડ નેશન્સની બાળકોની એજન્સી, અને અન્ય બાળકોના જૂથોએ નોંધ્યું છે કે છૈં સિસ્ટમ્સ નાના બાળકોને મૂંઝવણમાં મૂકી શકે છે, ખોટી માહિતી આપી શકે છે અને ચાલાકી કરી શકે છે જેમને સમજવામાં મુશ્કેલી પડી શકે છે કે ચેટબોટ્સ મનુષ્ય નથી.
ગુગલે આ અઠવાડિયે પરિવારોને લખેલા તેના ઇમેઇલમાં કેટલાક જોખમો સ્વીકાર્યા, માતાપિતાને ચેતવણી આપી કે ઁઁજેમિની ભૂલો કરી શકે છે'' અને સૂચવ્યું કે તેઓ ચેટબોટ વિશે 'તમારા બાળકને વિવેચનાત્મક રીતે વિચારવામાં મદદ કરે છે.
૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસેથી ઘરનું સરનામું અથવા સેલ્ફી જેવી વ્યક્તિગત માહિતી એકત્રિત કરતા પહેલા માતાપિતાની પરવાનગી મેળવવાની જરૂર છે. જેમિની રોલઆઉટ હેઠળ, કુટુંબ-સંચાલિત ગૂગલ એકાઉન્ટ્સ ધરાવતા બાળકોશરૂઆતમાં તેમના પર ચેટબોટને ઍક્સેસ કરી શકશે.