FOLLOW US

વિપક્ષોમાં હૈયાહોળીઃ એકતા વિના છૂટકો નથી, છતાં અહમ્નો ટકરાવ

Updated: Mar 7th, 2023


- વિપક્ષ એક થાય તો મોદીને 100 બેઠકો પણ ના મળેઃ નિતીશ

- પ્રસંગપટ

- 2024ને લક્ષ્યમાં રાખીને ભાજપની બે જાહેરાતો સોશ્યલ મીડિયામાં અત્યારથી જ ફરતી થઇ ગઇ છે

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારતમાં વિપક્ષી એકતા જરૂરી છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપને મળેલી સફળતા પછી પણ ભારતના વિરોધ પક્ષ તેમના અહમ્ના કારણે એક નથી થઈ શકતા તે સૌ જાણી ગયા છે. સૌ પ્રાદેશિક પક્ષના નેતાને વડાપ્રધાન પદના ઉમેદવાર બનવું છે. સત્તાધારી પક્ષે જે મજબૂતાઇ સાથે ૨૦૨૪ની લોકસભા જંગ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેની સામે વિપક્ષ અત્યારથી જ  નબળો પુરવાર થઇ રહ્યો છે. ૨૦૨૪ને લક્ષ્યમાં રાખીને ભાજપની બે જાહેરાતો સોશ્યલ મિડીયામાં અત્યારથી ફરતી થઇ ગઇ છે.

વિરોધ પક્ષના નેતાઓ પણ જાણે છે કે આપણે એક થઇ શકતા નથી તે હકીકત મોદી માટે લાભદાયી બનવાની છે, પરંતુ તેઓ રાજકીય અહમમાં રાચતા રહે છે. રાજકીય સમીક્ષકો માને છે કે જો ભારત જોડો યાત્રામાં તમામ વિપક્ષોને સાથે રાખીને ભ્રમણ કર્યું હોત તો લોકોમાં વિપક્ષો એક છે એવી છાપ ઊભી થાત. 

કોંગ્રેસ રાહુલ ગાંધીને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવા માંગે છે, પરંતુ તે હજુ ખોંખારીને વાત નથી કરતું. ભારત જોડો યાત્રામાં શરૂથી જ રાહુલ ગાંધી સાથે રહેનાર જયરામ રમેશ પણ વિપક્ષના અન્ય નેતાની વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચર્ચા થાય એમ નથી ઇચ્છતા. એક બિચારા નિતીશકુમાર દોડધામ કરતા દેખાય છે, પરંતુ તેમને કોઇ બેસવા ખુરશી પણ નથી આપતું. નિતીશકુમારે છેલ્લે એમ કહ્યું હતું કે જો વિપક્ષ એક થાય તો મોદીને ૧૦૦ બેઠકો પણ ના મળે. નિતીશના આ નિવેદનને કોઇ વિપક્ષી નેતાએ આવકાર્યું નહોતું. વિપક્ષી એકતાનું નેતૃત્વ કોંગ્રેસ કરે અને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી રહે એવો કોંગ્રેસનો સૂર છે, પરંતુ મમતા બેનરજી કે અખિલેશ  યાદવ તે વાતને ટેકો આપે એમ લાગતું નથી. 

વિપક્ષને એકતા બતાવવાના ચાન્સ અનેક વાર મળ્યા હતા, પરંતુ દરેક વખતે વિપક્ષના અંદરોઅંદરના વિખવાદો બહાર આવ્યા હતા. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉથલાવાઇ ત્યારે અન્ય વિપક્ષોએ એમની બાજુમાં ટેકા માટે ઉભા રહેવાની જરૂર હતી,  પરંતુ શિવસેનાનો સિમ્બોલ છીનવાઇ ગયો ત્યાં સુધી વિપક્ષના કોઇ નેતા ભાજપની ચાલનો વિરોધ કરવાનું સમજ્યા નહીંં. 

અદાણી ગુ્રપ સામે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની વાત આવી ત્યાર ેમમતા બેનરજી અને ડાબેરી પક્ષોએ  કોઇ ખાસ રસ બતાવ્યો નહોતો તે તો ઠીક, પણ રાજસ્થાનના અશોક ગેહલોતે પણ જાહેરમાં રસ બતાવ્યો નહોતો. 

છેલ્લે જ્યારે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ ત્યારે પણ કોંગ્રેસ તેમના ટેકામાં ઊભી નહોતી રહી. રાહુલ ગાંધી જ્યારે ઉત્તર-પૂર્વના પ્રદેશોની વિધાનસભા ચૂંટણીના સંદર્ભે પ્રવાસે ગયા ત્યારે તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજીની જાહેરમાં ટીકા  કરતાં દેખાયાં હતાં. 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એમ કહ્યું કે મેં જ્યારે અજીત પવાર સાથે શપથ લીધા ત્યારે તેની ખબર શરદ પવારને હતી, પરંતુ તે ફરી ગયા હતા. ફડનવીસે એમ પણ કહ્યું કે હું ખોટો પડીશ તો રાજકારણ છોડી દઇશ. ફડણવીસના દાવાને ના તો શરદ પવારે પડકાર્યો કે ના તો કોંગ્રેસે. 

શરદ પવાર અને કોંગ્રેસ બંને ધારત તો ફડણવીસને પડકારી શકત, પરંતુ બંને સાથે રહીને પણ વિરોધ કરવા તૈયાર નહોતા. અદાણી ગુ્રપ સામે સંસદમા ત્રણ દિવસ સુધી  વિરોધ કરાયો હતો, પરંતુ માત્ર રાહુલ ગાંધી બોલતા રહ્યા, જ્યારે બાકીના વિપક્ષો ચૂપ બેસી રહ્યા.

જયરામ રમેશ જાણે  છે કે બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમાર ભરોસાપાત્ર નથી.  એટલેજ નિતીશ મારફતે થયેલા વિપક્ષી એકતાના તમામ પ્રયાસોને ઉડાડી દેવાયા છે. નિતીશકુમારને એવો અભરખો છે કે તેમને મોદી સામે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઊભા રહેવા મળે.

કોણ જાણે કેમ પણ મમતા બેનરજી અને અખિલેશ યાદવ જેવા નેતાઓ હજુ ચૂપ બેઠાં છે. વિપક્ષે એકતા બતાવવાના અનેક ચાન્સ વિપક્ષી નેતાઓએ ગુમાવ્યા છે. બધા અભિમાનમાં ફરે છે. કેટલાક એમ કહે છે કે ચૂંટણી અલગ રહીને લડીએ અને પછી બેઠકો મળે ત્યારે ભેગા થઇ જઇએ. વિપક્ષો હજુ અંધારામાં અટવાયેલા છે. ભાજપીઓ મહેનત કરી રહ્યા છે અને 'એક બાર ફિર મોદી સરકાર'ના પ્લ.

Gujarat
News
News
News
Magazines