Get The App

ઘી અને અગ્નિને સાથે ન રખાય જેન્ટલ ડિસ્ટન્સ અપનાવવું જોઇએ

- લંપટ સંતોએ સમાજ સાથે ધોખો કર્યો છે

- પ્રસંગપટ .

Updated: Jul 8th, 2020

GS TEAM

Google News
Google News

- સંતોનું કામ ધર્મની રખેવાળી કરવાનું હોય છે તેના બદલે વાડ ચીભડાં ગળે એવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે

ઘી અને અગ્નિને સાથે ન રખાય જેન્ટલ ડિસ્ટન્સ અપનાવવું જોઇએ 1 - image

છેલ્લા કેટલાક સમયથી સંતો અને ગુરૂઓ તેમજ જૈન મહારાજ સાહેબો સેક્સ સ્કેન્ડલમાં ફસાતા જોવા મળે છે. આવા લોકો પોતાના ધર્મને અને શ્રધ્ધાળુઓની આસ્થાના પાયાને ફટકા મારતા હોય છે. આવા સંતોનું કામ ધર્મની રખેવાળી કરવાનું હોય છે તેને બદલે  વાડ જ ચીભડાં ગળે એવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. આધ્યાત્મિક સંત થવું એ સંસારમાં રહેવા કરતાં પણવધુ મુશ્કેલ કામ બની ગયું છે. બહુ ઓછા સંતો પોતાની આધ્યાત્મિક તાકાત ને ટકાવી રાખી શકે છે. 

સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા અને બદનામ થયેલા સંતોની યાદી બહુ લાંબી છે. આ લોકોએ સમાજ સાથે ધોખો કર્યો છે એમ કહી શકાય. જે લોકો શ્રધ્ધાથી તેમના આશિર્વાદ લેવા આવતાં હતા તેમનેજ તે બેડરૂમમાં ખેંચી જતા અચકાતા નહોતા. કોઇપણ સંપ્રદાયના સંતો આવા સેક્સ વાઇરસથી અલિપ્ત રહ્યા નથી.

કેટલાક એવી દલીલ કર્યા કરે છે કે તાળી એક હાથે નથી પડતી પણ મંદિરો, દેરાસરો,ચર્ચ, મસ્જીદો એમ દરેક ધાર્મિક સ્થળો ક્યારેક સેક્સ સંબંધી વિવાદમાં સપડાયેલા છે. ભગવો ખેસ પહેરી લેવાથી સંત નથી બની શકાતું. ભગવો એ આધ્યાત્મિક તાકાતનું પ્રતિક છે એવું હવે પુસ્તકોમાં સારું લાગે છે પરંતુ ભગવો પહેર્યા પછી કોઇ તેનું માન જાળવતું નથી. કૃષ્ણ બનીને આ લોકો રાધાઓની શોધમાં વિવિધ તમાશા યોજ્યા કરે છે.

આવા લોકોને ઓળખવા ખુબ મુશ્કેલ હોય છે. તેમને પકડવા પણ ખુબ મુશ્કેલ હોય છે. દેરા સચ્ચા સૈદાના બાબા રામ રહીમને બળાત્કાર ્અને હત્યાના કેસમાં પકડતા પહેલાં મિનિયુધ્ધ જેવી સ્થિતિ સર્જાઇ  હતી. ટૂંકમાં સમય જતાં આ લોકો પોતાના વિસ્તારમાં વગદાર બનતા જાય છે. તેમની સામે કોઇ અસરગ્રસ્ત અવાજ પણ ઉઠાવી શકતા નથી.

સાધુ ઔર શૈતાન જેવી સ્થિતિનું નિર્માણ થાય ત્યાં સુધી પોલીસનું ગુપ્તચર ખાતું હાથ જોડીને બેસી રહ્યું હોય છે કે પછી હપ્તા સિસ્ટમના ચક્કરમાં ગોઠવાઇ ગયું હોય છે. સાધુમાંથી શૈતાન બનતા બહુ  ઓછી વાર લાગતી હોય છે. એવુંજ શૈતાનમાંથી સાધુ બનવાની પ્રક્રીયાનું છે. ભક્તિનો માર્ગ સંયમી લોકો માટે છે. પરંતુ આ એકજ એવો બિઝનેસ છે કે જેના માટે નથી ક્વોલીફીકેશન જોઇતું કે નથી કોઇ લાયસન્સ કે નથી કોઇ ગુમાસ્તા ધારાનું સર્ટીફીકેટ જોઇતું. જો અંગ્રેજી આવડતું હોય તો વિદેશના ભક્તોને ખેંચી શકાય છે. બે ચાર શ્લેાક આવડતા હોય તો સોનામાં સુગંધ જેવું થઇ જાય.

આવા લોકોને આશ્રમ બનાવવા લોકો સામે ચાલીને જમીન આાપે છે. ચમત્કારની આશાએ પૈસા આપે છે અને સાધુ ધીરે ધીરે રંગીલો બનતો જાય છે. બાળાઓ અને મહિલા ભક્તોને માતા જેવા માન વાચક શબ્દોથી બોલાવીને પોતાના પ્રભાવ હેઠળ લાવી દે છે.

સ્વામીની ઘેર પધરામણી કે પગલાં પડાવવા જેવા આયોજનો કરાય છે. પોતે કોઇ પૈસાદાર કુટુંબના ફેમિલી ગુરૂ છે એમ કહીને લોકોે ટ્રેપમાં ફસાવે છે. સમસ્યા ગ્રસ્ત લોકો માટે ખાસ પૂજા,તેમાં ધરની મહિલાઓને બેસાડવી વગેરે ધ્વારા તે નબળા મનની મહિલાઓ પર નજર રાખતા ફરે છે.

સંત સમાગમની પાછળ ચમત્કાર મેળવવા કે પૈસાદાર બનવાની ભાવના છપાયેલી હોય છે પરંતુ સ્વામી બની બેઠેલો કારીગર પૈસા ઉપરાંત ઘરની સ્ત્રીઓ પર હાથ મારવાની ફીરાગમાં હોય છે.  બહુ ઓછા કિસ્સામાં ફરિયાદ થતી હોય છે. દરેકને પોતાના ઘરની ઇજ્જતની પડી હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિવિધ ફિરકામાં વહેંચાયેલો છે. એકાદ ફિરકાના લંપટ સંતો આખા સંપ્રદાયને બદનામ કરતા હોય છે.

જૈન મહારાજ સાહેબોને હંમેશા માનથી જોવામાં આવે છે. અન્ય ધર્મો- સંપ્રદાયો કરતાં જૈન ધર્મમાં સંયમ પાળવાની આચાર સંહિતા વધુ આકરી છે. તેમ છતાં ત્યાં પણ ઘઉંમાં કાંકરા જોવા મળે છે. મંદીરમાં જતી મહિલાઓએ વધુ ભાવુક બનીને સંતોની વધુ નજીક જવાના પ્રયાસોનો નિષેધ હોવા છતાં કેટલાંક જાણે અજાણે જાતિયા આકર્ષણના ભોગ બને છે.

આપણા શાસ્ત્રો કહે છે કે ઘી અને અગ્નિ એક સાથે ના રખાય. અહીં ઘી એ સંત છે તે અગ્નિ છે સ્ત્રી હોવાનું કહેવાયું છે. અગ્નિના કારણે ઘી ઓટોમેટિક પીગળે છે.

કોરોનાના કાળમાં જેમ સોશ્યલ ડિસ્ટન્સીંગ ફરજીયાત બની ગયું છે એમ સાધુ સંતો પાસે જનાર મહિલાઓએ પણ જેન્ટલ ડિસ્ટન્સીંગની સિસ્ટમ ઉભી કરવી પડશે.

Tags :