Get The App

ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ દરરોજ ગૌમૂત્રનું સેવન કરતા હતા

Updated: Dec 7th, 2023

GS TEAM

Google News
Google News
ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ દરરોજ ગૌમૂત્રનું સેવન કરતા હતા 1 - image

- સાંસદ ડીએનવી સેન્થીલકુમારે એક કાંકરે બે પક્ષી માર્યા છે

- પ્રસંગપટ

- મોરાજી દેસાઇ               

- સેન્થીલકુમાર 

- 'ગૌમૂત્ર રાજ્યો'વાળું નિવેદન બહુ સમજીવિચારીને બોલાયેલું છે. તે ચોક્કસ રાજકીય વ્યૂહરચનાના હિસ્સા સમાન છે

ભાજપની ત્રણ રાજ્યોમાં થયેલી જીતની અસરો, અપેક્ષા પ્રમાણે, વિપક્ષી નેતાઓના વાણી-વર્તન પર પડવા લાગી છે.ડીએમકે પાર્ટી વિપક્ષોનું ગઠબંધન ઇન્ડી એલાયન્સમાં પોતાની સુપ્રીમસી ઊભી કરવા મથી રહી હોય એમ લાગે છે. ભાજપને જ્યાં જીત મળી તે ગૌમૂત્ર રાજ્યો છ એમ કહીને ડીએમકેના સાંસદ ડીએનવી સેન્થીલકુમારે એક કાંકરે બે પક્ષી મારવાની કોશિશ કરી છે. આ નેતાએ સનાતન ધર્મની બેફામ ટીકા કરનારા તમિળનાડુના મુખ્યપ્રધાનના પુત્ર ઉદયનિધિ સ્ટાલીનની ગુડબુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. સાથે સાથે પોતાનો ડીએમકે પક્ષ ઇન્ડી અલાયન્સનું નેતૃત્વ કરી શકે છે તેવો સંકેત, અથવા કહો કે અપેક્ષા પણ વ્યક્ત કરી દીધી છે.  

ગૌમૂત્ર રાજ્યોવાળું નિવેદન  વિચારપૂર્વક બોલાયેલું છે અને ચોક્કસ રાજકીય વ્યૂહરચનાના હિસ્સા સમાન છે. તેના ઉચ્ચારણ માટે લોકસભાનું સ્ટેજ પસંદ કરાયું હતું કે જેથી  સનાતન ધર્મ વિરૂદ્ધની વાત દેશભરમાં પહોંચી શકે.ભાજપના રાજકીય વિજય અને ગૌમૂત્ર વચ્ચે કોઇ સંબંધ નથી, કેમ કે કોંગ્રેસને પણ અમુક બેઠકો મળી જ છે. તેનો અર્થ એ નથી કે ગૌમાતામાં શ્રદ્ધા ન ધરાવતા લોકોએ જ કોંગ્રેસને મત આપ્યા છે. સનાતન ધર્મને ટાર્ગેટ બનાવીને ડીએમકે રાષ્ટ્રીય તખ્તા પર પોતાની હાજરી વર્તાવા માગે છે.  

ભારતમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. તેનું દૂધ, છાણ, યુરીન વગરેનો ઉપયોગ થતો આવ્યો છે. ડીએમકેના જે સાંસદે ગૌમૂત્રનો ઉલ્લેખ કરીને સનાતન ધર્મની મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો છે, એણે યાદ રાખવું જોઇએ કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇએ ગૌમૂત્ર સેવનને પોતાના રાજીંદા જીવન સાથે જોડી દીધું હતું. પોતે ગૌમૂત્રનું રોજ સેવન  કરે છે એવું તેઓ જાહેરમાં કહેતા હતા. તેમણે 'શિવામ્બુ' નામનું પુસ્તક લખીને લોકોને તેનો ઉપયોગ કરવા પ્રેર્યા પણ હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે મોરારજી દેસાઇ વિપક્ષી  ગઠબંધનના વડાપ્રધાન હતા ત્યારે તેમાં ડીએમકે પણ તે જૂથમાં જોડાયેલું હતું. 

બોલિવુડના અભિનેતા અક્ષયકુમારે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એ ગૌમૂત્રનું સેવન કરે છે. ગૌમૂત્રની મશ્કરી કરનારાઓને તેના લાભની ખબર હોવી જોઇએ.

 નેચરોપથી  સાથે સંકળાયેલું ગૌમૂત્ર અનેક રોેગોનું નિવારણ કરી શકે છેે અને રોજ તેનું સેવન કરનારા નિરોગી રહે છે તેવું અભ્યાસુઓ કહે છે. તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર ગૌમૂત્ર કેન્સરની સારવારમાં ચમત્કારીક પરિણામો આપી રહ્યું છે. 

ગૌમૂત્રના સેવનથી થતા દેખીતા લાભો પર નજર કરીએ:

- તેનું નિયમિત સંવન કરનારાને મેદસ્વિતાથી મુક્ત રહે છે

- તે પ્રાકૃતિક રીતે શરીરને શુદ્ધ કરે છે.

- મોંઘીદાટ સારવાર પરવડતી નથી એવા લોકો ગૌમૂત્રનું સેવન આસાનીથી કરી શકે છે. 

- કેટલીય આયુર્વેદિક દવાઓના મૂળમાં ગૌમૂત્ર હોય છે.

અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જગન્નાથ મંદિર જેવાં સ્થળોએ ગૌમૂત્ર વેચાતું મળે છે. લોકો હવે તો ઓનલાઇન ગૌમૂત્ર મગાવતા થયા છે. પોતે ગૌમૂત્રનું સેવન કરે છે એવું જાહેરમાં કહેતાં મોટા ભાગના લોકો શરમાય છે. ગૌમૂત્ર અંગે નવાં નવાં સંશોધનો સતત ચાલતાં રહે છે. ગૌમૂત્રની કેપ્સ્યુલ બની શકે તેવા તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.  ગૌમૂત્રનો અર્ક પણ ત્વરીત અસર કરનાર સાબિત થયો છે. 

સેન્થીલકુમારની ગૌમૂત્રને નીચું આંકવાની ચેષ્ટાથી સનાતનીઓએ દુખી થવાની જરૂર નથી. 'હિન્દી બેલ્ટ'માં વસતા ભારતીયોએ વિશ્વભરમાં ડંકો વગાડયો છે. દક્ષિણ ભારતીયો  ગુજરાત અને મહારાષ્ટ્રને પણ 'નોર્થ ઇન્ડિયા' અને તે રીતે 'હિન્દી બેલ્ટ'નો ભાગ ગણે છે. તે ન્યાયે દેશના ટોપ-થ્રી અબજોપતિઓમાં બે તો આ હિન્દી બેલ્ટમાં વસતા ગુજરાતીઓ છે. છેલ્લા એક દાયકાથી દેશના વડાપ્રધાનપદે બેઠેલો માણસ ગુજરાતી છે. ડીએમકેના સાંસદ સેન્થીલકુમારની ભાષામાં કહીએ તો દેશના કેટલાક ટોચના નાગરિકો ગૌમૂત્ર રાજ્યોમાંથી આવે છે. 

સનાતની નાગરિકોને ટાર્ગેટ બનાવનારાઓને ખબર નથી કે તેઓ જાણે-અજાણે પોતાના પક્ષને અને ભાજપની સામે પડેલા રાજકીય જોડાણને જ નુક્સાન પહોંચાડી રહ્યા છે.