- પ્રસંગપટ
- વિવિધ પાકોના વાવેતરનું સર્વેક્ષણ
- અસરકારક સર્વેની શરૂઆત વિવિધ પાકોના સર્વેનો યુગ
ભારતની ગણના કૃષી પ્રધાન દેશ તરીકે કરવામાં આવે છે. દેશના અર્થતંત્ર તથા જીડીપીમાં કૃષી ક્ષેત્રનો વિશેષ ફાળો રહેતો આવ્યો છે. જો કે આવી સ્થિતિ છતાં દેશમાં હજી ગણા વિસ્તારોમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ નથી તથા ખેડૂતોએ વરસાદ પર આધારીત રહેવું પડે છે. આ ઉપરાંત દાળ-કઠોળ તથા ખાદ્યતેલોની બાબતમાં ઘરઆંગણે માગ કરતાં સ્થાનિક ઉત્પાદન ઓછું હોતાં આપણે આ ચીજો માટે દરિયાપારથી થતીઆયાતો પર પણ આધારીત રહેવું પડે છેૈ. જો કે આયાત પર આધાર ઘટે તથા ઘરઆગણે ઉત્પાદન વધે એ માટે સરકાર પ્રયત્નો કરતી રહી છે. જો કે આ પ્રયત્નો હવે આગળ ઉપર કેટલા સફળ થાય છે તેના પર કૃષી બજારોના ખેલાડીઓ નજર માંડતા રહ્યા છે.
દેશમાં વિવિધ ચીજોના વાવેતરનો વિસ્તાર જો કે વધતો રહ્યો છે પરંતુ હેકટરદીઠ ઉત્પાદન હજી પણ વૈશ્વિક સરેરાશની સરખામણીએ નોંધપાત્ર ઓછું રહ્યું છે. હકીકતમાં આવી હેકટરદીઠ પેદાશ વધારવી અત્યંતઆવશ્યક છે અને આ માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ તથા ખેતીની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વિ. બાબતો અગત્યનો ભાગ ભજચવે છે. સિંચાઈ સવલતનો વ્યાપ વધારવો પણ આવશ્યક છે.
દરમિયાન, દેશમાં કઈ કૃષી ચીજોનું કેટલું વાવેતર થયું એ વિશે જાણકારી તથા ડેટા મેળવવા આ પૂર્વે પરંપરાગત મેન્યુઅલ પદ્ધતિનો ઉપયોગ કરાતો હતો પરંતુ હવ ે આ ક્ષેત્રે સેટેલાઈટ સર્વે, ડ્રોન મારફત સર્વે તથા ડીજીટલ સર્વે વિ. જેવી નવી ટેકનોલોજીએ પ્રવેશ કર્યાના વાવડ મળ્યાછે. મેન્યુઅલ ફિઝીકલ સર્વેની સરખામણીએ ડિજીટલ સર્વે વધુ અસરકારક સાબીત થવાની તથા આવા સર્વે મારફત વધુ પરફેકટ ચિત્ર જોઈ શકાશે એવી સ્થિતિ સર્જાવાની શક્યતા કૃષી જાણકારો બતાવી રહ્યા હતા. ભારતના વિવિધ ૧૪ રાજ્યોમાં આશરે ૪૩૫ જેટલા વિવિધ જિલ્લાઓમાં ૩ લાખ ગામડાઓમાં ૨૩ કરોડ જેટલા લોટસમાં આવો ડિજીટલ ક્રોપ- વાવેતર સર્વે તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. આવા ક્રોપ સર્વેમાં એ વાત બહાર આવી હતી કે આ ક્ષેત્રે કરવામાં આવેલા મેન્યુઅલ સર્વની સરખામણીએ ડિજીટલ ક્રોપ સર્વેમાં વાવેતરના વિસ્તારમાં આશેર ૧૮થી ૧૯ ટકાની વૃદ્ધી નોંધાઈ છે! સરકાર હવે આવા સર્વેનો વ્યાપ આગળ ઉપર વધારવા પ્લાનીંગ કરી રહી છે. એવું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા.
મેન્યુઅલ સર્વેમાં વાવતેરનો વિસ્તાર ૧૬ લાખ ૮૦ હજાર હેકટર્સનો બહાર આવ્યો હતો જ્યારે તેની સામે ડિજીટલ ક્રોપ સર્વેમાં આવા વાવેતરનો વિસ્તાર ૨૦ લાખ ૯ હજાર હેકટર્સનો નોંધાયો હતો. આ સર્વે પાછલી ખરીફ મોસમમાં કરવામાં આવ્યોહતો. ડાંગરના વાવેતરના વિસ્તારની બાબતમાં ૧૪ ટકાનો તફાવત મેન્યુઅલ તથા ડિજીટલ સર્વે વચ્ચે જોવા મળ્યો હતો. મગફળી-સિંગદાણાની બાબતમાં આવા તફાવતની ટકાવારી આશરે ૧૧૧ ટકાની તથા શેરડીની બાબતમાં આશરે ૪૮ ટકાની જોવા મળી હતી. જાડા-બરછટ ધાન્યો મિલેટસમાં પણ આવા તફાવતની ટકાવારી ઉંચી રહી હતી. જો કે ડિજીટલ ડેટાની વિશ્વસનીયતા પુરવાર ના થાય ત્યાં સુધી મેન્યુઅલ પદ્ધતિએ વાવેતરના ડેટા મેળવવાની પ્રક્રિયા ચાલુ રાખવી જરૂરી છે એવું કૃષી તજજ્ઞાો જણાવી રહ્યા હતા. સરકારના કૃષીા મંત્રાલયમાં એડિશનલ સચીવના જણાવ્યા મુજબ ડિજીટલ સર્વેનો વ્યાપ વધારવાની દિશામાં સરકાર કટીબદ્ધ રહી છે. આ ક્ષેત્રે હવે પછી આર્ટીફિીશીયલ ઈન્ટેલીજન્સ એઆઈનો પણ પ્રવેશ થવાની આશા કૃષી જાણકારો આપી રહ્યા હતા.
દરમિયાન, દેશમાં ઉનાળો શરૂ થયો છે તથા આગળ ઉપર ત્રણ મહિનામાં હિટ વેવના દિવસોની સંખ્યા વધવાની શક્યતા તજજ્ઞાો બતાવી રહ્યા છે. આવા આકરા ઉનાળાની અસર ઊભા પાકો પર પડવાની શક્યતા બતાવાઈ રહી હતી. આ તરફ ખેડૂતો કઠોળ તથા તેલિબિંયાનું વાવેતર વધારશે તથા કોટનના વાવેતરમાં ઘટાડો થશે એવી શક્યતા પણ તાજેતરમાં કૃષી તજજ્ઞાોમાં ચર્ચાતી સંભળાઈ હતી.


