Get The App

ભરાયેલાં વરસાદી પાણીથી શહેરોમાં વહિવટી ત્રાહીમામ્ : પંજાબમાં પ્રલય

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
ભરાયેલાં વરસાદી પાણીથી શહેરોમાં વહિવટી ત્રાહીમામ્ : પંજાબમાં પ્રલય 1 - image

- પ્રસંગપટ

- કરોડો લોકોનું રોજીંદુ જીવન ઠપ થઇ ગયું

- લોકો હાડમારીભર્યું જીવન જીવી રહ્યા છે, રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપબાજી કરીને મજા ઉઠાવી રહ્યા છે

રાજધાની નવી દિલ્હી , મિલેનિયમ શહેર ગુરુગ્રામ, ચંદીગઢ, આર્થિક રાજધાની મુંબઈ, સિલિકોન શહેર બેંગલુરુ અને ઔદ્યોગિક હબ ચેન્નાઈમાં રહેવાની કિંમત લોકો ભલે લાખોમાં ચૂકવતા હોય, ભલે આ શહેરો વિશ્વભરમાં પ્રખ્યાત હોય પરંતુ આ દરેક શહેરમાં એક સળગતી સમસ્યા કોમન છે. અને તે છે વરસાદી પાણીના નિકાલની. તાજેતરમાં વરસી રહેલા વરસાદે આવા નામાંકીત શહેરોના લોકોને હોડીમાં ફરતા કરી દીધા છે અને  લોકો હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ બાજી કરીને મજા ઉઠાવી રહ્યા છે.  મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે  હવામાનની સ્થિતિ આગળ ધરીને હાથ અદ્ધર કરી રહ્યા છે. લોકો હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે. રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ બાજી કરીને મજા ઉઠાવી રહ્યા છે.  વાદળ ફાટે જેવી અચાનક બનતી ઘટનાઓ સામે સરકારી ખુલાસા યોગ્ય લાગે છે પરંતુ સામાન્ય ચાર પાંચ ઇંચ વરસાદનો સામનો પણ કહેવાતા મોટા શહેરો કરી શકતા નથી. ટીવી પર લોકોના બેહાલ જનજીવનને જોઈને લોકોને દુઃખ થાય તે સ્વાભાવિક છે.

પ્રથમ નજરમાં, સરળતાથી ઓળખી શકાય તેવું  આડેધડ વધી રહેલું શહેરીકરણ છે. એ પણ  હકીકત છે કે વૈશ્વિક સ્તરે થઇ રહેલા આર્થિક વિકાસના પગલે  શહેરીકરણ વિકાસ માટે અનિવાર્ય પરિણામ બન્યું  છે.    

આપણે ત્યાં અનેક નવા વિસ્તારો રહેણાંક માટે ડેવલોપ થયા છે . બિલ્ડર લોબીને રાજકીય પક્ષોનું પીઠબળ હોઈ તેમની નવી સ્કીમ શહેરની સરહદો પરના ખેતરો ખરીદીને બનાવેલી હોય છે. તેને લક્ઝરી હોમ જેવું રૂપાળું લેબલ મારવામાં આવે છે પરંતુ બે- પાંચ ઇંચ વરસાદ વિસ્તારની તમામ લકઝરકીને રફે દફે કરી નાખે છે. હકીકત એ છે કે શહેરી સમૂહનું વિસ્તરણ શ્રેષ્ઠ રીતે આયોજન કરવામાં આવે, જેમાં પર્યાવરણીય સંતુલન અને તેમના જાળવણીને ટકાવી રાખવા માટે સક્ષમ નાણાકીય મોડેલોનો યોગ્ય વિચાર કરવામાં આવે.

પરિણામ એ છે કે વૃક્ષો આડેધડ કાપી નાખવામાં આવે છે, પર્યાવરણની રક્ષા કરનારાની ઠેકડી ઉડાડવામાં આવે છે. આડેધડ કપાતા વૃક્ષોના કારણે ગ્રીન બેલ્ટ વધુને વધુ નાશ પામે છે અને સ્થાનિક જળવિજ્ઞાાનને ધ્યાનમાં લીધા વિના જળાશયો કોંક્રિટ કરવામાં આવે છે, જ્યારે મૂળભૂત ડ્રેનેજ સિસ્ટમ અને પૂર-નિયંત્રણ પદ્ધતિના સહાયક માળખાકીય સુવિધાઓ તેમની અપૂરતીતા માટે સ્પષ્ટ છે. ચોમાસાની તૈયારી માટે ગટર સાફ કરવાના સરળ પગલાં પણ મ્યુનિસિપલ અધિકારીઓથી દૂર રહે છે.

કેટલાક શહેરોમાં તળાવ પુરીને તેના પર મકાન બાંધવામાં આવ્યા છે. જમીનની અંદરથી પસાર થતા પાણીના પ્રવાહ અટકી જશે તે બાબતે કોઇ વિચારતું નથી.

દર વર્ષે હવામાન પરિવર્તન અને ભારે ગરમી આ સમસ્યાઓમાં વધારો કરી રહ્યા છે અને તાત્કાલિક સક્રિય ઉકેલોની માંગ ઉભી થઇ છે. હવામાન પર રિસર્ચ કરનારા જણાવે છે કે તાજેતરના દાયકામાં ભારતમાં ચોમાસું વધુ અનિયમિત પણ બન્યું છે અને  હવે તે વિનાશક પણ બન્યું છે એમ કહી શકાય. ઉદાહરણ તરીકે, આ વર્ષે ચોમાસું ફક્ત વહેલું જ નહીં - કેટલાક રાજ્યોમાં લગભગ બે અઠવાડિયાથી ૧૮ દિવસ વહેલું - તે અનેક સમસ્યાઓ સાથે  પણ લેતું આવ્યું છે. પરંતુ વાદળ ફાટવા જેવી ભારે હવામાનની  ઘટનાઓ વિનાશક બની છે. જેના કારણે જમ્મુ અને કાશ્મીરથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી બહુ મોટા પાયે નુકસાન થયું છે. આ વર્ષે ચોમાસામાં ઓગસ્ટના અંત સુધી ૧૫ પશ્ચિમી હવા દબાણ જોવા મળ્યા હતા, જેણે નીચલા હિમાલય પટ્ટામાં વિનાશ વેર્યો હતો, જ્યાં  આડેધડ  બાંધકામ કરવા પર્વતોને કાપી નખાયા છે અને વૃક્ષોનું નિકંદન કઢાયું છે. આવી સ્થિતિએ મોટું નુકસાન કરી રહ્યું છે. આ વર્ષે હર્સિલ ખીણ નજીક મૃત્યુ અને વિનાશનું ચક્ર, કાદવ ભૂસ્ખલનને કારણે, મોટાભાગે નાજુક ભૂપ્રદેશ પર આવાસો અને હોટલો બનાવવામાં આવી રહી હતી જ્યાં આડેધડ બાંધકામ કરાયા છે.  કુદરત પ્રકોપ બતાવ્યો છે. પંજાબમાં તો પ્રલય જેવી સ્થિતિ છે. ભારતના  શહેરોમાં  ચોમાસાનો સામનો કરવાની પૂર્વ તૈયારી યોજનાઓના ધાંધિયા છે. શહેરી વ્યવસ્થાને રાજકારણથી દૂર રાખવી જોઈએ.  દરેક જાણે છે કે  હવે શહેરી ડ્રેનેજ અને હાઇડ્રોલોજિકલ સિસ્ટમ્સ ફક્ત લાંબા ચોમાસાને જ નહીં પરંતુ ટૂંકા અને તીવ્ર વરસાદના પગલે આવતા વધુ પાણીના જથ્થાને પણ સંભાળવામાં અસમર્થ છે. ઓગસ્ટમાં સામાન્ય કરતાં ૫ ટકા વધુ વરસાદ પડયા પછી, ભારતીય હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં સરેરાશ કરતાં વધુ ચોમાસાની આગાહી કરી છે.

હજુ મોડું નથી થયું. શહેરોના વિસ્તરણને અટકાવી એમ નથી પરંતુ તેને પાયાની સવલતો માટે ખુબ આયોજનબદ્ધ રીતે આપવી જોઇએ.