Get The App

મેહિલ મિસ્ત્રીએ યુદ્ધવિરામ કરીને ટાટા ગુ્રપની તૂટતી ઇમેજને બચાવી

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
મેહિલ મિસ્ત્રીએ યુદ્ધવિરામ કરીને ટાટા ગુ્રપની તૂટતી ઇમેજને બચાવી 1 - image

- પ્રસંગપટ

- આખરે કટોકટી ટળી અને ઘીના ઠામમાં ઘી પડયું

- ચેરિટી ટ્રસ્ટમાં કેવિયેટ દાખલ કરીને પડકાર ઊભો કરનાર મેહિલ અંતે ખસી જતાં વિવાદ ટળ્યો

ટાટા ગુ્રપનાં બે મોટાં માથાં નેાએલ ટાટા અને મેહિલ મિસ્ત્રી વચ્ચે ગુ્રપ પર પ્રભુત્વ જમાવવા ચાલતી કોલ્ડ વોર કાયદાની ચુંગાલમાં ફસાવાની તૈયારીમાં હતી ત્યાં જ મેહિલ મિસ્ત્રીએ યુદ્ધવિરામની પહેલ કરતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું જેવો ઘાટ થયો હતો. ટાટા ટ્રસ્ટમાંથી મેહિલ મિસ્ત્રીને દૂર કરાયા ત્યારે તેમણે મહારાષ્ટ્ર ચેરિટી ટ્રસ્ટમાં કેવિયેટ દાખલ કરીને નોએેલ ટાટા તેમજ અન્ય ટ્રસ્ટીઓના નિર્ણયને પડકાર્યા હતા. મેહિલ મિસ્ત્રીને દૂર કરવા પાછળ નોએલ ટાટાની ગેમ હોવાનું ચર્ચાયું હતું. 

નોએલ ટાટા ટાટા ટ્રસ્ટના વર્તમાન ચેરમેન છે. આ પદ પર તેઓ ઓક્ટોબર ૨૦૨૪માં નિયુક્ત થયા. ટાટા જૂથમાં સ્થાન પામતા ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ટાટા ઇન્ટરનેશનલ, ટાઇટન કંપની, ટાટા સ્ટીલ વગેરેની ટોપમોસ્ટ પોઝિશન પર નોએલ ટાટા જ બિરામમાન છે. મેહિલ મિસ્ત્રી ટાટા ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી છે.  ટાટા ગુ્રપની કંપનીઓમાં ટાટા ટ્રસ્ટનો ૬૬ ટકા હિસ્સો હોઇ તેની સર્વોપરીતા ઊભી થઇ હતી.

મેહિલ મિસ્ત્રીની પીછેહઠ બહુ મહત્ત્વની સાબિત થઇ છે કેમ કે દેશનું નામાંકિત બિઝનેસ ગુ્રપ વિવાદમાં સપડાત તો કોર્પોરેટ જગતમાં તે વિવાદાસ્પદ અને બહુ બદનામી બનત. કાયદાકીય લડત લાંબી ખેંચાય છે ત્યારે કંપનીના અન્ય વિવાદો પણ પ્રકાશમાં આવતા હોય છે. 

ટાટા ગુ્રપમાં રતન ટાટાના કાર્યકાળ દરમિયાન ખાસ કોઇ વિવાદ નજરે પડતો નહોતો. કંપનીમાં તેઓ વન-મેન-શો સમાન હતા. તેમની વિદાય પછી પડદા પાછળ ડખા શરૂ થયા હતા. જોકે તે કોઇની નજરમાં તે નહોતા આવતા. અલબત્ત, ટાટા ટ્રસ્ટમાં જ્યારે ટ્રસ્ટીની નિવૃત્તિ અને તેમની જગ્યાએ નવા ટ્રસ્ટી નિમવા બાબતે જ્યારે ચેસની ગેમ રમાવી શરૂ થઇ.  લોકોના ધ્યાનમાં આ ડખા આવતા ગયા. 

નાણાપ્રધાન અને ગૃહપ્રધાનની ઓફિસ તરફથી સમાધાનનો પંથ અપનાવવાની સલાહ આપવામાં આવી હતી. એમ લાગતું હતું કે નાણાપ્રધાન નિર્મલા સીતારામનનું માન રાખીને વિવાદ સમેટાઇ જશે, પરંતુ આ સધિયારો ઠગારો નિવડયો હતો. ગયા મહિને યોજાયેલી ટ્રસ્ટની મિટીંગમાં મેહિલ મિસ્ત્રીને દૂર કરવાનો ઠરાવ કરાતાં મામલો બિચક્યો હતો. 

ટાટા ટ્રસ્ટમાં ટ્રસ્ટી નિમવા બાબતનો વિવાદ છેલ્લા છ મહિનાથી ચાલ્યો આવે છે. વિવાદ વધુ તીવ્ર બનતા દેશના ગૃહપ્રધાન અને નાણા પ્રધાન બંનેએ દરમ્યાનગીરી કરી હતી. જોકે તેની કોઇ ખાસ અસર ટાટા ગુ્રપ પર થઇ નહોતી. 

રતન ટાટાની વિદાય બાદ કોલ્ડ વોર શરૂ થઇ હતી. ટાટા ગુ્રપ બે છાવણીમાં વહેંચાઇ ગયું હતું. એક છાવણી ટાટા ગુ્રપના નોએલ ટાટા સાથે હતું, જ્યારે બીજું ટાટા ટ્રસ્ટના મેહિલ મિસ્ત્રી સાથે હતું. ભૂતપૂર્ર્વ સંરક્ષણ અધિકારી વિજય સિંહાને ઉંમરના કારણે દૂર કર્યા બાદ તેમની જગ્યાએ બીજા ટ્રસ્ટીની વરણીના મુદ્દામાં મેહિલ મિસ્ત્રીનો હાથ ઉપર લાગતાં નેઓલ મિસ્ત્રીએ ગેમ રમીને મેહિલન ેજ દૂર કરી દીધા હતા. મેહિલને દૂર થતાં નોએલ ટાટાની છાવણીની જીત થઇ હતી જોકે નોએલ મિસ્ત્રીએ મહારાષ્ટ્ર ચેરિટી કમિશ્નર સમક્ષ કેવિયેટ કરીને પોતાને સાંભળવા રજૂઆત કરતાં ટાટા ગુ્રપનો વિવાદ સમાચાર માધ્યમોમાં ચમક્યો હતો.

મેહિલ મિસ્ત્રીની વાતમાં દમ એટલા માટે હતો કે ટ્રસ્ટના નિયમોની અવગણના કરીને તેમને દૂર કરવામાં આવ્યા હતા. 'મને દૂર કરતાં પહેલાં નોટીસ આપવી પડે અને મને સાંભળવો પણ પડે. વળી, મને દૂર કરવાનો નિર્ણય એકતરફી છે' એવી રજૂઆત  તેમણે કેવિયેટમાં કરી હતી. 

ટાટા ગુ્રપનાં અંદરનાં વર્તુળો કહે છે કે મેહિલ મિસ્ત્રીને દૂર કરવાની ગેમ નેાએલ ટાટાએ રમી હતી, કેમ કે ટાટા ટ્રસ્ટમાં મેહિલનું વર્ચસ્વ ઊભું થાય તે તેમને પસંદ નહોતું. મેહિલ ટાટા ટ્રસ્ટમાં હોય તો નેઓલ ટાટાએ તેમને પૂછીને કામ કરવું પડે. ટૂંકમાં, તેમના હાથ નીચે રહેવું પડે.

મેહિલ મિસ્ત્રીએ મેદાન છોડતા લખ્યું છે કે ટાટા ગુ્રપની ઇમેજને ધક્કો પહોંચે એેવું કશું જ મારે નથી કરવું. લાંબા કાયદાકીય જંગમાંથી મેહિલે ટાટા ગુ્રપને બચાવી લીધું છે જે પ્રશંસાને પાત્ર છે.