Get The App

ભારતનું લક્ઝરી હાઉસીંગ વિશ્વના માર્કેટની હરોળમાં

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
ભારતનું લક્ઝરી હાઉસીંગ વિશ્વના માર્કેટની હરોળમાં 1 - image

- 8-9 કરોડમાં લક્ઝરી ફ્લેટ નથી મળતા

- પ્રસંગપટ

- અલ્ટ્રા હાઇ નેટવર્થ ધરાવનારા માટે લક્ઝરી માર્કેટમાં નવા રોકાણો

તમારી પાસે એક  મિલીયન ૧ અમેરિકી  ડેાલર હોય તો તેમાં તમે કેટલી જમીન ખરીદી શકો? પહેલી નજરે તે એક મિલીયન ડોલર બહુ મોટી રકમ લાગે કેમ કે ડોલરના આજના ભાવ પ્રમાણે તે અંદાજે ૯ કરોડ ૪૦ લાખ રૂપિયા થાય. સાડા નવ કરોડ રૂપિયા ભલે બહુ મોટી રકમ કહેવાતી હોય પરંતુ  ભારતના લકઝરી રીયલ એસ્ટેટ  માર્કેટમાં તેની કિંમત બહુ મોટી ના કહી શકાય. કેમ કે સાડા નવ કરોડમાં તો મુંબઇમાં ૯૬ ચોરસ મીટર, દિલ્હીમાં ૨૦૫ ચોરસ મીટર અને બેંગલુરૂમાં ૨૦૫ ચોરસ મીટર જમીન ખરીદી શકાય. 

 વિશ્વની સરખામણી કરીયે તો હોંગકોંગ: ૨૩ ચોરસ મીટર, જીનીવા: ૨૮ ચોરસ મીટર જમીન ખરીદી શકાય. ટૂંકમાં આપણે જીનીવા અને હોંગકોંગની સરખામણી ના કરીએ તો પણ એ સ્વિકારવું રહ્યું કે ભારતનું લકઝરી રીયલ એસ્ટેટ માર્કેટ ફૂલ તેજીમાં જોવા મળી રહ્યું છે. વિશ્વના લકઝરી રીયલ એસ્ટેટ માર્કેટ સાથે ભારતનું માર્કેટ સરખામણી કરી રહ્યું છે.

લકઝરી રીયલ એસ્ટેટ માર્કેટ સંબંધીત એક અહેવાલ અનુસાર ભારતના લકઝરી માર્કેટમાં એક મિલીયન ડોલરમાં (સાડા નવ કરોડ રૂપિયા) કંઇ ખાસ ખરીદી શકાતું નથી.

હકીકત એ છે કે ભારતનું લક્ઝરી હાઉસિંગ માર્કેટ મોંઘું થઈ રહ્યું છે અને તે પણ ઝડપથી વિશ્વના મોંઘા શહેરોની યાદીમાં આવી ગયું છે. એક નવી વૈશ્વિક સરખામણી દર્શાવે છે કે એક વર્ષ પહેલાંની સરખામણીમાં ૧ મિલિયન ડોલરમાં ભારતીય શહેરોમાં હવે નોંધપાત્ર રીતે ઓછી પ્રાઇમ રેસિડેન્શિયલ જગ્યા મળે છે, જે બજારના ટોચના સ્તરે મજબૂત માંગ અને વધતી જતી સંપત્તિને પ્રતિબિંબિત કરે છે.

ભારત વૈશ્વિક સ્તરે હજુ પણ સસ્તું છે. પરંતુ તફાવત ઘટી રહ્યો છેવધતી કિંમતો સાથે પણ, વૈશ્વિક લક્ઝરી હબની સરખામણીમાં ભારતીય શહેરો પ્રમાણમાં સસ્તા છે.

મોનાકો વિશ્વનું સૌથી મોંઘું બજાર છે, જ્યાં ૧ મિલિયન ડોલર માત્ર ૧૬ ચોરસ મીટર ખરીદે છે. હોંગકોંગમાં ૨૩ ચોરસ મીટર, જીનીવામાં ૨૮ ચોરસ મીટર જગ્યા ખરીદી શકાય છે. જોકે લક્ઝરી સેગમેન્ટમાં ભારતમાં પણ  સતત મોંઘું થઈ રહ્યું છે.

 રસપ્રદ વાત એ છે કે, રૂપિયામાં લગભગ ૫.૪%નો ઘટાડો થયો હોવા છતાં, ડૉલર ખરીદનારાઓ માટે ભારતીય મિલકત સસ્તી બનવી જોઈએ, પરંતુ  કિંમતો તેનાથી પણ ઝડપથી વધી છે.

મુંબઈના ભાવમાં વાર્ષિક સ્તરે ૮.૭% વધારો થયો છે, દિલ્હીમાં  ૬.૯% વાર્ષિક જ્યારે બેંગલુરૂમાં  ૯.૪% વાર્ષિક સ્તરે વઘારો થયો છે.

મોટા શહેરો ખાસ કરીને મુંબઇ, બેંગલુરૂ અને દિલ્હીમાં ટેક વેલ્થ એટલે કે ટેકનોલોજી કંપનીઓના વિકાસ  સાથે ઉભી  થયેલી સંપત્તિના કારણે તેજી જોવા મળી રહી છે.

સ્ટાર્ટઅપ ફાઉન્ડરો, ઉંચી  આવક ધરાવતા પ્રોફેશનલો વગેરેના કારણે વૈશ્વિક લક્ઝરી પ્રોપર્ટી રેન્કિંગમાં ભારત આગળ આવ્યું છે. ભારતનો વધતો જતો સંપત્તિનો આધાર હવે વૈશ્વિક રેન્કિંગમાં દેખાય છે.

બેંગલુરુ ૩૨ સ્થાન કૂદીને વૈશ્વિક સ્તરે ૮મા ક્રમે આવ્યું, જેમાં ૯.૪% ભાવ વૃદ્ધિ થઈ. મુંબઈ ૮.૭% વૃદ્ધિ સાથે ૧૦મા સ્થાને પહોંચ્યું. દિલ્હી ૬.૯% વૃદ્ધિ સાથે ૧૭મા ક્રમે ચઢયું. આ ભારતીય શહેરોને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં મૂકે છે.

વધતી જતી સંપત્તિ અને મજબૂત માંગને કારણે બેંગલુરુ, મુંબઈ અને દિલ્હી મહત્વ મેળવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થામાં અવિરત વૃદ્ધિ પ્રાઇમ રહેણાંક માંગમાં આ વૃદ્ધિ માટે નિમિત્ત બની છે કારણ કે હાઇ નેટવર્થ અને અલ્ટ્રા હાઇનેટવર્થ ધરાવનારાની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.