For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતના ચોખાની વૈશ્વિક માગમાં વૃદ્ધિ ઈજીપ્ત તરફ પણ નિકાસ વધવાના સંકેતો

Updated: Mar 5th, 2023

Article Content Image

- પ્રસંગપટ

- જાડા અને બરછટ ધાન્યોને  સરકારે  શ્રી અન્નનું નામ આપ્યું 

- ફ્રાંસની માગ પણ નિકળીઃ ભારતના ચોખા સામે હરિફાઈ વધારવા થાઈલેન્ડે ચોખાના નિકાસ ભાવ 40 ડોલર ઘટાડયાના નિર્દેશો.

દેશમાં અનાજ બજારમાં  તાજેતરમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ પૂર્વે અનાજ બજારમાં ઘઉં તથા ચોખા કેન્દ્ર સ્થાને  લહેતા આવ્યા છે પરંતુ તાજેતરમાં  સરકારી પ્રયત્નો વચ્ચે  હવે જુવાર, બાજરી, મકાઈ, રાગી, જવ વિ. જેવા  જાડા અને બરછટ ધાન્યો પણ  કેન્દ્ર સ્થાને આવી રહ્યાના વાવડ મળ્યા છે. સરકારે આવા ધાન્યોને શ્રી અન્નનું નામ આપ્યું છે તથા આવા ધાન્યો વિશે જનતામાં હવે ચર્ચા પણ વધી છે અને અનાજ બજારમાં આવા ધાન્યોની માગમાં પણ તાજેતરમાં  વૃદ્ધી જોવા મળી  છેે. દરમિયાન, ચોખા બજારમાંથી  મળેલા સમાચાર મુજબ સરકારી ખરીદી તાજેતરમાં  ખાસ્સી જોવા મળી છે. ચોખાની ખરીફ મોસમમાં  સરકારે  ખરીદીનોે જેટલો ટાર્ગેટ નક્કી કર્યો હતો  એ પૈકી આશરે ૯૦થી ૯૫ ટકા આવી ખરીદી વર્તમાન માર્કેટિંગ મોસમના પ્રથમ ૪થી ૫ મહિનાના ગાળામાં  થઈ ગઈ છે. વર્તમાન માર્કેટિંગ વર્ષ સપ્ટેમ્બરમાં પૂરું થવાનું છે. આવી સરકારી ખરીદી માટે પ્રથમ તબક્કે ટાર્ગેટ ૫૧૮ લાખ ટનનો રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાર પછી હરિયાણામાં આવી ખરીદીનું  જોર વધતાં ત્યારબાદ આવી ખરીદીનો ટોર્ગેટ ૫૧૮ લાખ ટનથી વધારી ૫૨૧ લાખ ટનનો કરવામાં આવ્યો હોવાનું  બજારના જાણકારોએ જણાવ્યું  હતું. દરમિયાન, તામિળનાડુના અનાજ બજારમાંથી  મળતા નિર્દેશો મુજબ ત્યાં  નવેમ્બરથી ગણતા અત્યાર સુધીના ગાળામાં  સરકાર દ્વારા થતી ચોખાની પ્રાપ્તી દર મહિને ઘટતી જોવા મળી છે. ત્યાં મોસમના આરંભમાં સરકારી ખરીદીનો લક્ષ્યાંક ૧૯ લાખ ૯૦ હજાર ટનનો રાખવામાં આવ્યો હતો તે તાજેતરમાં ઘટાડીને ૧૨ લાખ ૯૦ હજાર ટનનો કરાતાં ચોખા બજારમાં આ પ્રશ્ને ખાસ્સી ચર્ચા સાંભળવા મળી છે.

દેશવ્યાપી ધોરણે સરકાર દ્વારા ચોખા ખરીદી  ઓકટોબર ૨૦૨૨માં  ૧૨ ટકા વધી ૧૧૪થી ૧૧૫ લાખ ટન  થઈ હતી  જે ત્યાર પછી  નવેમ્બર મહિનામાં  ૧૩ ટકા વધી  (પાછલા વર્ષની  સરખામણીએ)  ૧૦૪થી ૧૦૫ લાખ ટન  થઈ હતી. ડિસેમ્બર મહિનામાં સરકારને ચોખાની આવી પ્રાપ્તી નવ ટકા વધી ૧૩૭થી ૧૩૮ લાખ ટનનોંધાઈ હતી. આ વર્ષના આરંભમાં જાન્યુઆરી ૨૦૨૩માં સરકારને ચોખાની આવી પ્રાપ્તી જોકે ૨૯ ટકા ઘટી ૮૧થી ૮૨ લાખ ટન થઈ છે  તથા ત્યાર પછી  ફેબુ્રઆરી મહિનામાં આવી ખરીદી આશરે  ૨૧ ટકા વધી ૪૦થી ૪૧ લાખ ટન જેટલી થયાના વાવડ તાજેતરમાં મળ્યા હતા.

દરમિયાન ભારતના ચોખામાં દરિયાપારના વિવિધ દેશોએ ખરીદીમાં  રસ બતાવ્યો છે. આ દેશોની યાદીમાં  હવે ઈજીપ્ત  તથા યુરોપનું નામ પણ જોડાયું છે. વિશ્વ બજારમાં ચોખાના ભાવ સ્થિર થવા માંડતા ભારતના ચોખાની આયાત કરવા વિશ્વના  વિવિધ દેશો  સક્રિય  રસ બતાવતા થયાનું  નિકાસ બજારના જાણકારોએ જણાવ્યું  હતું. તાજેતરમાં  ઈજીપ્તની  સરકારે  ચોખાની આશરે  ૨૪થી ૨૫ હજાર ટનની આયાત કરવા રસ બતાવ્યો હોવાના સમાચાર હતા.  સફેદ ચોખાની આવી ખરીદી માટે ઈજીપ્તની  સરકારે ગ્લોબલ ટેન્ડર બહાર પાડયું હતું જેની સામે ચાર પૈકી  ત્રણ બીડર્સએ ભારતીય ચોખાની ઓફર્સ ઈજીપ્તને  પાઠવી હોવાના નિર્દેશો મળ્યા હતા. ભારતના  પારબોઈલ્ડ  ચોખા માટે તાજેતરમાં  યુરોપના વિવિધ દેશોએ  રસ બતાવ્યાના સમાચાર પણ  પણ બજારમાંથી વહેતા થયા છે. ભારતના આવા પારબોઈલ્ડ ચોખામાં ખાસ કરીને ફ્રાંસ દ્વારા વિશેષ રસ બતાવવામાં આવ્યાના સમાચાર  મળ્યા છે. વિશ્વ બજારમાં  ભારત સામે હરિફાઈમાં  પ્રાધાન્યતા મેળવવા થાઈલેન્ડના ચોખા નિકાસકારોએ ચોેખાના નિકાસ ભાવમાં ટનદીઠ આશરે ૪૦ ડોલરનો ઘટાડો  કરવા છતાં ભારતના ચોખામાં દરિયાપારની  માગ જળવાઈ રહ્યાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. ભારતના ચોખા ગુણવત્તાની બાબતમાં  ચડિયાતા મનાય છે. 

જોકે ભારતના ચોખાની વિશ્વ બજારમાં માગ  તાજેતરમાં  ૩ મહિનાના ગાળામાં  અપેક્ષાથી  ધીમી રહી હતી અને હવે  ફેબુ્રઆરીથી આવી માગ  વ્હાઈટ ચોખા  તથા પાર બોઈલ્ડ ચોખામાં  નવેસરથી વધી હોવાનું  ધી રાઈસ એક્સપોર્ટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયાના સૂત્રોએ જણાવ્યું  હતું.  જો કે પાછલા વર્ષે ભારત સરકારે નિકાસ ડયુટી તથા નિકાસ અંકુશો લાદતાં તેના પગલે ૨૦૨૨માં પાકિસ્તાનથી તથા થાઈલેન્ડથી વિશ્વ બજારમાં ચોખાની નિકાસ વધુ થયાના વાવડ મળ્યા ાોેહતા. ઘરઆંગણે તેલંગણામાં ચોખાનું ઉત્પાદન વધ્યું છે. 

વિશ્વ બજારમાં થાઈલેન્ડનો નવો પાક શરૂ થયો છે. ભારત સરકારે ૨૦૨૨-૨૩ માટે ચોખાની ખરીદીનો ટારગેટ ૬૨૧ લાખ ટન નક્કી કર્યો છે.


Gujarat