- જનરેશન ઝેડના મનમાં ધાર્મિક બાબતે અનેક મંથનો
- પ્રસંગપટ
- વિદેશના અનેક પ્રવાસીઓ બે-ત્રણ મહિના માટે હરિદ્વારમાં રોકાઇને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરતા હોય છે
આજે દેવ દિવાળી દિવાળીના તહેવારોમાં દરેક મંદિરોમાં સખત ભીડ જોવા મળી હતી. આવી ભીડ પંરપરાગત રીતે દર વર્ષે જોવા મળે છે પરંતુ આ વખતની ભીડમાં યુવાનો અને જનરેશન ઝેડ તરીકે ઓળખાતા (૧૯૯૭થી ૧૯૧૨ દરમ્યાન જન્મેલા) ૧૩થી ૨૮ વર્ષની ઉંમરના લોકોનું પ્રમાણ વધુ જોવા મળે છે. કટેલીક યુવા સેલિબ્રિટી એ કેદારનાથ જવાનું પસંદ કર્યું હતું તો કેટલાકે હરદ્વારમાં પ્રેમાનંદ મહારાજના દર્શન કરતા જોવા મળ્યા હતા.
સપુર સ્ટાર રજનીકાંતને આધ્યાત્મિક યાત્રા કરતા જોઇને અનેક લોકો તેમનું અનુકરણ કર્યું હોય એમ દેખાઇ આવે છે. રોજિંદી ફાઇવ સ્ટારની રસ્તા પરના ધાબાનું ખાવાનું, એસી વિનાની લોજમાં સુવાનું જેવી ખૂબ ઓછી સવલતો વચ્ચે કહેવા જેવી કઠીન યાત્રા કરતા લોકો જોવા મળ્યા હતા. એક સેલિબ્રિટીએ પોતાની મેરેજ એનિવર્સરી ઉજવવા કેદારનાથનો પ્રવાસ કર્યો હતો જનરેશન ઝેડના લોકો આધ્યાત્મિકતા સમજવા માંગતા હતા. તેમની ધર્મ પ્રત્યેની જીજ્ઞાાશા ને કથાકારો કે પોડકાસ્ટ પર ગીતાજ્ઞાાન આપનારા સંતોષી શક્યા નથી એમ દેખાઇ આવે છે. દિવંગત પાંડુરંગ દાદા જે સરળતાથી ગીતાજ્ઞાાન આપી શક્યા તેવું કોઇ આપી શક્યું નથી. પોડકાસ્ટ પર લોકો તેમની કોપી મારતા હોય તેવું દેખાઈ આવે છે.
જનરેશન ઝેડ જ્યારે આધાત્મિક વાતોમાં રસ લેવા લાગે ત્યારે તેમની જીજ્ઞાાશા સંતોષતા જવાબોની અપેક્ષા રાખે તે સ્વભાવિક છે. આ જનરેશન ઇન્ટરનેટ સાથે સંકળાયેલી હોઇ તે ઇન્ટરનેટ પર જવાબો શોધવા મથે છે. પરંતુ ઇન્ટનેટ પર સ્થાપિત હીતો માર્કેટીંગ ના જોરે ધર્મની વાતોેના જાણકાર હોવાનો સિક્કો જમાવીને બેઠા છે.
સુપર સ્ટાર અમિતાભ બચ્ચ્ન જ્યારે પદયાત્રા કરીને સિદ્ધિવિનાયકના મંદિરે દર્શન કરવા જાય કે એકતા કપુર જેવી સેલિબ્રિટી દર મંગળવારે પદયાત્રા કરીને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરવા જાય ત્યારે યુવાનો તેનું અનુકરણ કરે છે. એવું તો સિદ્ધિવિનાયકના દર્શનમાં શું છે કે લોકો ચાલતા ત્યાં જાય છે? જનરેશન ઝેડના મનમાં ધાર્મિક ક્રીયાઓ બાબતે અનેક મંથનો ચાલતા હોય છે.
અનેક મંદિરો તેની સ્થાપનાનો ઇતિહાસ વગેરે માટે નાનું અમથું મ્યુઝિયમ ઉભું કરે છે. મંદિરમાં આવતા યુવાનો અને બહારના રાજ્યોમાંથી આવતા ટુરીસ્ટો મંદિરોના સ્થંભ પર લખેલી વિગતો એકઠી કરતા હોય છે. ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં ભક્ત બોડાણાનું ગાડું ભગવાનને હંકારતા દર્શાવાયા છે. લોકો તેમના સંતાનોને રસપૂર્વક ભક્ત બોડાણા કેવી રીતે ભગવાનને ગાડામાં લઇ આવ્યા તેની વાતો કરતા હોય છે.
ચારધામની યાત્રા માટે તો ટુરીસ્ટો સર્ચ એન્જીન ફંફોળતા હોય છે. ત્યાંનુ વાતાવરણ, ત્યાંની હોટલો, ફૂડ વગેરેના સર્ચ ઉપરાંત દરેક તે સ્થળનું ધાર્મિક મહત્વ સમજવા મથે છે. વર્ષની શરૂઆતના મહા કુંભમેળામાં ૩૦ વર્ષથી નાની ઉંમરના લોકોનું પ્રમાણ ૩૦ ટકા જેટલું હતું. પ્રેમાનંદ મહારાજના દર્શને આવતા લોકોની ઉંમર સરેરાશ ૩૫ વર્ષની જોવા મળી છે. દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત માટે પૂછપરછ કરનારા પૈકી ૬૦ ટકા યુવાનો હોય છે.
ગુજરાતમાં ગિરનાર પર્વત ચઢનારા પૈકી ૬૦ ટકા ભક્તો ૩૦ વર્ષની અંદરના હોય છે.
સોશ્યલ નેટવર્ક પર ધાર્મિક કન્ટેન્ટ મુકનારાના ફોલોઅર્સ લાખોમાં હોય છે. રૂદ્રપ્રયાગનું ત્રીયુગનારાયણ મંદિર આજકાલ લગ્ન કરવાનું સ્થળ બનવા લાગ્યું છે. કેટલાક આધ્યાત્મિકત શાંતિની શોધમાં મંદિરે જતા હોય છે. વિદેશના અનેક પ્રવાસીઓ બે-ત્રણ મહિના માટે હરદ્રારમાં રોકાઇને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરતા હોય છે.
નેશનલ જનરલ ઓફ ફિઝિયોલોજી, ફાર્મસી એન્ડ ફાર્માકોલોજીમાં લખ્યું છે કે આધ્યાત્મિક શાન્તિના પગલે સ્ટ્રેસ મનેજમેન્ટ અને હેલ્થ મેનેજમેન્ટ આસાન બને છે.
જનરેશન ઝેડની યાદીમાં આવતા લોકોનો ધાર્મિક બાબતોમાં રસ દેશ માટે પણ મહત્વનો બની રહેશે.


