અમેરિકામાં હીરા કરતાં ભારતમાં બનતા સ્માર્ટ ફોનની ડિમાન્ડ વધુ : એપલ મોખરે
- પીએલઆઈ યોજનાની સીધી અસર..
- પ્રસંગપટ
- ભારતમાંથી 1.44 અબજ ડોલરના હીરાની નિકાસ સામે સ્માર્ટફોનની નિકાસ બે અબજ ડોલરને પાર
સ્માર્ટ ફોનનું ઉત્પાદન ભારત માટે શાન સમાન બનતું જાય છે. એપલ અને સેમસંગે ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરતાં મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડના સ્માર્ટ ફોનની નિકાસ વધી છે. અમેરિકામાં સ્માર્ટ ફોનની નિકાસનો આંકડો એટલો વધી ગયો છે કે તે હવે હીરાને પણ પાછળ છોડી ગયો છે. ભારતમાંથી નિકાસ થતી ચીજોમાં અત્યાર સુધી હીરાની નિકાસ ટોપ પર હતી પરંતુ સ્માર્ટ ફોનની ડિમાન્ડ એટલી વધી કે ભારતનોે હીરો પાછળ રહી ગયો છે. સ્માર્ટ ફોન નિકાસને એપલ આઇફોનથી જબરદસ્ત વેગ મળ્યો છે. સ્માર્ટ ફોન ભારતમાંથી અમેરિકામાં નિકાસ કરવામાં આવતી ટોચની પ્રોડક્ટ બની ગઇ છે. અમેરિકામાં થતી હીરાની નિકાસ કરતાં સ્માર્ટફોનની નિકાસ વધે તે દર્શાવે છે કે ભારતની બ્રાન્ડની પ્રોડક્ટ પર લોકોનો ભરોસો વધ્યો છે.
એક અંદાજ અનુસાર ભારતમાંથી હીરાની નિકાસ ૧.૪૪ અબજ ડોલરની હતી અને તે અમેરિકા કરાતી નિકાસમાં ટોચ પરની પ્રોડક્ટ હતી. પરંતુ સ્માર્ટ ફોને બધું ગણીત બદલી નાખ્યું હતું. સ્માર્ટ ફોનની નિકાસ ૨ અબજ ડોલર પર પહોંચી હતી. જે હીરાની નિકાસ કરતાં ૫૬ અબજ ડોલર વધારે હતી.
સ્માર્ટ ફોનની કુલ નિકાસમાં આઇફોનનું સૌથી વધુ યોગદાન છે. અમેરિકામાં થતી નિકાસમાં અનેક ચીજો છે પરંતુ તેમાં ટોપની બે ચીજોની ડિમાન્ડ સતત જોવા મળતી હતી. તેમાં હીરા અને સ્માર્ટ ફોન મોખરે હતા.
ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી ચીજવસ્તુઓની યાદીમાં સ્માર્ટફોનની નિકાસ ઝડપથી ટોચ પર પહોંચી ગઈ હતી એમ કહી શકાય. આઇફોનને કારણે સ્માર્ટ ફોનની નિકાસમાં વધારો ઘણી રીતે નોંધપાત્ર છે કારણ કે તે મોબાઇલ ઉપકરણો માટે સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજનાની સફળતાને દર્શાવે છે.
પીએલઆઈ યોજનાની જાહેરાત કરવામાં આવી તે પહેલાં ભારતમાંથી સ્માર્ટ ફોનની નિકાસ માત્ર ૧.૬ અબજ ડોલર હતી. તેમાંથી માત્ર ૩ ટકા અથવા ૫ મિલિયન ડોલરના સ્માર્ટ ફોનની નિકાસ નાણાકીય વર્ષ ૨૦૧૯માં અમેરિકામાં કરવામાં આવી હતી
PLI યોજનાના બીજા વર્ષમાં એટલેકે નાણાકીય વર્ષ ૨૦૨૩ સુધીમાં, ભારતમાંથી કુલ સ્માર્ટ ફોનની નિકાસ ૧૧.૧ અબજ ડોલર હતી, જેમાંથી એપલે ૫ અબજ ડોલરથી વધુના આઇફોનની નિકાસ કરી હતી. તેમાંથી ૨૦ ટકા અથવા ૨.૧૫ અબજ ડોલરના સ્માર્ટફોનની નિકાસ અમેરિકામાં કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે આઇફોનનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૪ સુધીમાં આઇફોનની નિકાસ ૧૦ અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી, જે ભારતમાંથી નિકાસ કરવામાં આવેલા કુલ ૧૫.૬ અબજ ડોલરના સ્માર્ટફોનમાંથી ૬૬ ટકા હતી.
આ સમયગાળા દરમિયાન, અમેરિકામાં ભારતની સ્માર્ટફોન નિકાસ ૧૫૮ ટકા વધીને ૫.૫૬ અબજ ડોલર થઈ હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૪ માં હીરા પછીની બીજી સૌથી મોટી નિકાસ બની હતી. ભારતમાંથી એપલની કુલ આઇફોન નિકાસમાં અમેરિકાનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે.
૨૦૨૨ અને ૨૦૨૩ માં અમેરિકામાં ૬૬ અબજ ડોલર અને ૫૯.૬ અબજ ડોલરના સ્માર્ટ ફોન અને અનુક્રમે ૫૫ અબજ ડોલર અને ૪૬.૩ અબજ ડોલરના લેપટોપ અને ટેબ્લેટની આયાત કરી હતી. મોટાભાગની આયાત ચીન અને વિયેતનામથી થતી હતી.
એપલ ભારતમાં પીએલઆઈ યોજનાના લક્ષ્યાંકો કરતાં વધુ આઇફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ સુધીમાં કુલ ૧,૪૦,૨૮૦ કરોડ આઇફોનની નિકાસ કરવામાં આવી છે, જે પીએલઆઈ યોજના હેઠળ ત્રીજા વર્ષની પ્રતિબદ્ધતા કરતાં ૪૩ ટકા વધારે છે. આઇફોનને કારણે સ્માર્ટ ફોનની નિકાસમાં વધારો ઘણી રીતે નોંધપાત્ર છે કારણ કે તે મોબાઇલ ઉપકરણો માટે સરકારની પીએલઆઈ યોજનાની સફળતાને પ્રતિબિંબિત કરે છે.
એપલ ભારતમાં પીએલઆઈ યોજનાના લક્ષ્યાંકો કરતાં વધુ આઇફોનનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ સુધીમાં કુલ ૧,૪૦,૨૮૦ કરોડ આઇફોનની નિકાસ કરવામાં આવી છે, જે પીએલઆઈ યોજના હેઠળ ત્રીજા વર્ર્ષની પ્રતિબદ્ધતા કરતાં ૪૩ ટકા વધારે છે. આ ઉપરાંત કંપનીએ આઇફોનનું ૧૨ ટકા ઉત્પાદન ચીનમાંથી ભારતમાં ખસેડવાની તેની પ્રારંભિક યોજનાને આગળ વધારી છે તે નોંધ પાત્ર કહી શકાય.