For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચોક્કસ કાયદાના અભાવના કારણે ઓનલાઇન ફાર્મસીનું ભાવિ ધૂંધળું

Updated: Mar 4th, 2023

Article Content Image

- કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે

- પ્રસંગપટ

- આરોગ્ય મંત્રાલયે ઓનલાઇન મેડિસીન વેચતી ઓછામાં ઓછી 20 કંપનીઓને શો કોઝ નોટીસ ફટકારી હતી

કેમિસ્ટની દુકાનોનાં સંગઠનો અને ઓનલાઇન ફાર્મસી ચલાવનારાઓ આમનેસામને છે. ઇ-ફાર્મસીની જાહેરાતો ઓનલાઇન અને ટીવી પર જોવા મળે છે. ગયા અઠવાડીયે ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ટ્રગિસ્ટ એસોસિએશને (છૈંર્ંભઘ) ઇ-ફાર્મસી સામે દેશભરમાં આંદોલન કરવાની જાહેરાત કરી ત્યારે આરોગ્ય મંત્રાલયે પરિસ્થિતિની ગંભીરતા સમજી હતી  અને એક્શનમાં આવી ગઇ હતી.  કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સાથે દેશના ૧૨ લાખ ફાર્મસિસ્ટ સંકળાયેલા છે. તેને કારણે આરોગ્ય મંત્રાલયે ઓનલાઇન દવાઓ વેચતી કંપનીઓ સામે પગલાં લેવાના શરૂ કયાંર્ હતાં.

સમાંતરે આરોગ્ય મંત્રાલયે ઓનલાઇન દવાઓ વેચતી ઓછામાં ઓછી ૨૦ કંપનીઓને શો-કોઝ નોટીસ ફટકારી હતી. જેમાં ટાટા વન એમજી, ફ્લિપકાર્ટ, એપોલો, ફાર્મઇઝી, એમેઝોન, રીલાયન્સ નેટમેડ વગેરેનો સમાવેશ થાય છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સાચી વિગતો રજૂ કરવા જણાવ્યું હતું. કેમિસ્ટ એસોસિએશન કહે છે કે ઓનલાઇન ફાર્મસીના કારણે અમારી આવકને ફટકો પડે છે. કોવિડનો કાળ ચાલતો હતો ત્યારે ઓનલાઇન ફાર્મસી આશિર્વાદ રૂપ સાબિત થઇ હતી, કેમ કે તે ઘરઆંગણે ડિલીવરી આપતી હતી. તે વખતે ગૃહ મંત્રાલયે ઇ-ફાર્મસીને આગળ વધવાની લીલી ઝંડી આપતા ઇ-ફાર્મસીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી હતી. એક અહેવાલ પ્રમાણે લોકડાઉન દરમિયાન ભારતના ૮૮ લાખ લોકોએે ઇ-ફાર્મસીનો ઉપયોગ કરીને ઘરબેઠાં દવાઓ મગાવી હતી.  

ભારતમાં ઓનલાઇન દવાઓ વેચવા બાબતના કોઇ ચોક્કસ કાયદા હજુ બન્યા નથી. ૨૦૧૮માં જ્યારે આરોગ્ય મંત્રાલયે ઓનલાઇન ફાર્મસીનો આઇડિયા વહેતો મૂક્યો ત્યારે લોકોએ તેમને સૂચનો મોકલ્યાં હતાં. પછી અચાનક શું થયું કે સરકારે આખો આઇડિયા ફિંડલું વાળીને સાઇડમાં મુકી દીધો હતો. તે વખતે  કાયદા તૈયાર થવા પર હતા, પણ સરકારે રસ નહોતો બતાવ્યો.  સરકારે અમિત શાહના નેતૃત્વ હેઠળ મળેલી પ્રધાનો સાથેની એક બેઠકમાં આ મેટર બહુ સેન્સિટીવ છે અને દવાની દુકાનવાળાઓને અસર કરી શકે છે એમ કહીને તેની ચર્ચા બાજુ પર રાખી દીધી હતી.

ત્યાર બાદ મુંબઇ, મદ્રાસ, દિલ્હી અને પટણા કોર્ટના ઓર્ડર આવ્યા હતા કે ઇ-ફાર્મસી બાબતે નિયંત્રણ માટેના કાયદા તૈયાર કરો. ગયા જૂનમાં પાર્લામેન્ટરી સ્ટેન્ડીંગ કમિટીનો છેેલ્લો અહેવાલ એવો હતો કે ઇ-ફાર્મસી અંગેના ડ્રાફ્ટ તૈયાર હોવા છતાં તેનું નોટિફીકેશન તૈયાર થયું નથી અને તે રજૂ પણ કરવામાં આવ્યો  નથી.  

ઓનલાઇન ફાર્મસીનો વિરોધ કરનારા છે એમ તરફેણ કરનારાઓ પણ છે. ઓરોગ્ય મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારાઓ અને ઓનલાઇન ફાર્મસી ચલાવનારાઓ માને છે કે શરૂઆતમાં સરકારે ઓનલાઇન દવાઓ વેચવા દીધી અને હવે અચાનક જ તેના પર નિયંત્રણો મૂકવાની વાતો કરે છે. અહીં નિયંત્રણ એટલે ઓનલાઇન ફાર્મસી કાં તો બંધ કરી દેવી અથવા તો માત્ર સામાન્ય દવાઓ જ વેચવાની છૂટ આપવી. 

ગઇ ૮મી ફેબુ્રઆરીએ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા વી.જી સોમાણીએ ઓનલાઇન ફાર્મસી ચલાવનારાઓનેા ખુલાસો માગતા પૂછ્યું હતું કે તમે ઓનલાઇન ડ્રગ્સ વેચીને કાયદાનો ભંગ કરો છો તો શા માટે તમારી સામે પગલાં ના લેવા? 

આ અગાઉ ડિસેમ્બર ૨૦૧૯માં દિલ્હી હાઇ કોર્ટના લાઇસન્સ વિના ચાલતી ઇ-ફાર્મસી સામે કાર્યવાહી કરવાના આદેશના પગલે ડ્રગ કન્ટ્રોેલર જનરલે તમામ સ્ટેટ ડ્રગ કન્ટ્રોલને સૂચના આપી હતી કે તમે તમારા રાજ્યમાં વિના લાઇસન્સે ચાલતી ઇ-ફાર્મસી સામે પગલાં લો.

એક તરફ ઇ-ફાર્મસી ચલાવનારાઓને નોટિસો ફટકારાઇ હતી, તો બીજી તરફ મદ્રાસ હાઇકોર્ટની ડિવિઝન બેંચે અગાઉ દવાઓના ઓનલાઇન સેલ પર લાગેલા પ્રતિબંધના આર્ડર પર સ્ટે આપ્યો હતો. અર્થાત આ સિસ્ટમ ચાલુ રહેશે એવો સંકેત હતો.

ગૂંચવાડો એવો થયો હતો કે એક તરફ વેચાણ પરના પ્રતિબંધ પર સ્ટે મૂકાયો ને બીજી તરફ ડ્રગ કન્ટ્રોલ લોકોને નોટિસો મોકલતું રહ્યું. આજે સ્થિતિ છે કે ઓનલાઈન ફાર્મસીનું ભાવિ અધ્ધરતાલ છે.

Gujarat