અંતે યુકેનું ફાઇટર પ્લેન તોડી પડાશે અને ભંગાર લઇ જવાશે
- તિરૂવનંથપુરમ્ ખાતેનું ફાઇટર પ્લેન હવે ઉડી નહીં શકે
- પ્રસંગપટ
- કેરળ ટુરિઝમે જાહેરાત આપીને લાભ ઉઠાવ્યો તો કોઇએ તેને ઓએલએક્સ પર વેચવા મૂક્યું હતું
યુકેનું એફ-૩૫ બી ફાઇટર પ્લેન છેલ્લા ૧૭ દિવસથી તિરૂવનંથપુરમના એરપોર્ટ પર ઉભું છે. આ વિમાન ગઇ ૧૪ જુનના રોજ ઇમર્જન્સી લેન્ડીંગ સિગ્નલ સાથે એરપોર્ટ પર ઉતર્યું હતું. અહેવાલો અનુસાર તેનામાં ફ્યૂઅલનું લેવલ ઓછું હતું. તિરૂવનંથપુરમના એરપોર્ટ પર યુકેનું પ્લેન પડી રહ્યું છે તે અહેવાલો વિશ્વભરમાં પ્રસર્યા હતા. દરેક આ પ્લેનની વિગતો જાણવા માંગતું હતું.
બ્રિટીશ રોયલ નેવીનું આ જેટના રીપેરીંગ માટે એન્જીન્યરો આવી રહ્યા છે એવી વાતો પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયું છે કેમકે લેટેસ્ટ અહેવાલો અનુસાર તે રીપેર થઇ શકે એમ નથી. આ વિમાનને હવે યુકે નહીં લઇ જવાય પરંતુ તેને તોડીને તેનો ભંગાર યુકે લઇ જવાશે.
યુકે પાસે ફાઇટર પ્લેન બનાવવાની લેટેસ્ટ ટેકનોલોજી હોવા છતાં તેને પરત લઇ જવા તે તૈયાર નથી. તેનો અર્થ એવો કઢાઇ રહ્યો છે કે આ ફાઇટર પ્લેનમાં બહુ મોટી નુકશાની હતી. ટ્રક જેવા ફોર વ્હીલરને ટો કરીને ખેંચીને લઇ જઇ શકાય છે પરંતુ વિમાનમાં તે શક્ય નથી હોતું.
વિમાનની હાઇડ્રોકોલીસ સિસ્ટમ કામ કરતી નહોતી માટે તે રનવે પરથી ટેકઓફ કરી શકતું નહોતું. તેના રીપેરીંગ માટે આવનારા એન્જીન્યરો આવે તે પહેલાંજ તેનું અવલોકન કરાયું હતું. યુકેમાં એવો રિપોર્ટ મોકલાયો હતો કે હવે તે રીપેર થઇ શેક એમ નથી.
ગઇકાલ સુધી એમ કહેવાતું હતું કે તે ક્યારે રીપેર થઇને યુકે જવા રવાના થશે તે હાલમાં કહી શકાય એમ નથી. હાઇડ્રોલીક સિસ્ટમ ફાઇટર પ્લેનની કરોડ રજ્જૂ સમાન હોય છે.
જ્યારે વિમાન એરપોર્ટ પર પડી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ ટીખળ શરૂ કરી હતી. તેમાંના એક જણે વિમાનને સોશ્યલ નેટવર્ક ઓએલએક્સ પર વેચવા મકી દીધું હતું. જ્યારે અન્ય વ્યક્તિ એક વ્યક્તિએ પ્લેનને નજીકથી જોવા માટેની ફી વસૂલ કરવાનું સૂચન કર્યું હતું. આ બધાની વચ્ચે કેરળ ટુરીઝમે તક ઝડપી લીધી હતી અને પોતાનું એડ કેમ્પેઇન તિરૂવનંથપુરમના એરપોર્ટ પર ઉભેલા વિમાન સાથે જોડી દીધું Destination you'll never want to leave’...
માર્કેટીંગ અને એડવર્ટાઇઝીંગ કંપનીઓ સમયની નાડ પારખવામાં બહુ નિષ્ણાત હોય છે. કેરળ ટુરીઝમે ૧૬ દિવસથી એરપોર્ટ પર પડી રહેલા વિમાન બાબતે પોતાની નવી જાહેરાતમાં લખ્યું હતું કે Destination you'll never want to leave’..એટલેકે જે કેરળમાં આવે તે પાછા ફરવા ક્યારેય તૈયાર નથી હોતા. લોકોએ ખાસ કરીને નેટીઝનોએ કેરળ ટુરિઝમની જાહેરાત વખાણી હતી
કેરળમાં ટુરિઝમ વિકસ્યું છે. જાહેરાત મારફતે તે એમ કહેવા માંગે છે કે કરેળ સ્વર્ગ સમાન છે અને જે એકવાર અમારે ત્યાં આવે તે અહીંથી જવા તૈયાર નથી હોતા. વિદેશના લોકો અહીં સારવાર માટે પણ આવે છે. જોકે કેરળ ટુરિઝમે એરપોર્ટ પર પડી રહેલા વિમાનની સ્થિતિનો લાભ ઉઠાવ્યો છે. તેને લોકોની નસ પારખવી એમ કહી શકાય.
કહે છે કે યુકેના આ ફાઇટર વિમાનને આખું નહીં તોડી પડાય પણ તેના કેટલાક ભાગો કાઢી લેવામાં આવશે અને પછી તોડી પડાશે. તેને તોડવા માટે પણ ટેકનીશ્યનોની ખાસ ટીમ આવશે. ફાઇટર જેટ એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સ કેરીયર સ્ટ્રાઇક ગૃપનું છે. તે કેરળના કિનારા નજીકથી તેના ઓછા બળતણની સમસ્યાના કારણે તિરૂવનંથપુરમ એરપેાર્ટ પર ઉતારાયું હતું.
શરૂઆતમાં ત્રણ ટેકનીશ્યનો આવ્યા હતા પરંતુ તે ત્વરીત રીપેર કરી શક્યા નહોતા અને કંપનીને નેગેટીવ રિપોર્ટ આપ્યો હતો. ભારતના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના રક્ષણ હેઠળ તેને એરપોર્ટ પર રાખવામાં આવ્યું હતું. અહીં મહત્વનું એ છે કે જેમ વહાણ તોડવા માટે અલંગ જેવા વિશાળ શિપયાર્ડ છે એમ ભંગારમાં મોકલાતા વિમાનોના સ્થળને બોન યાર્ડ અથવા તો એર ક્રાફ્ટ ગ્રેવયાર્ડ કહે છે. આવું સૈાથી મોટું ગ્રેવયાર્ડ અમેરિકાના એરીઝોન ખાતે છે. જે ડેવિસ મોન્થન એરબેઝ તરીકે ઓળખાય છે. તેની ૨૬૦૦ એકર જમીનમાં ૪,૪૦૦ જેટલા વિમાનો ભંગાર હાલતમાં પડેલા છે.
હવે જ્યારે વિમાન તોડીને લઇ જવાની વ્યવસ્થા કરાશે ત્યારે કેરળ ટુરીઝમ તેની જાહેરાત કેવી રીતે કરે છે તે જાવાનું રહ્યું. કેરળના લોકોએ અને ટુરીઝમે એફ-૩૫ બી ફાઇટર પ્લેનની મઝા લૂંટી છે એમ કહી શકાય.