Get The App

સરકારી હોસ્પિટલોમાં રાજકારણીઓ સારવાર લે તો આમૂલ પરિવર્તન આવે

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
સરકારી હોસ્પિટલોમાં રાજકારણીઓ સારવાર લે તો આમૂલ પરિવર્તન આવે 1 - image

- અનોખી વાત:  મુખ્યપ્રધાનના પુત્રના સમુહ લગ્નમાં લગ્ન

- પ્રસંગપટ

- સરકારી શાળાઓમાં પણ રાજકારણીઓના સંતાનોને ફરજિયાત ભણાવવા જોઇએ, નવી પહેલની આશા

સરકારી હોસ્પિટલો અને સરકારી સ્કુલોની સ્થિતિ સુધારવા શું કરવું જોઇએ એમ કોઇ કહે તો તેનો સ્પષ્ટ જવાબ આપી શકાય કે દરેક રાજકારણીના સંતાનોેને સરકારી સ્કુલોમાં ભણાઓ અને તેમના કુટુંબને ફરજીયાત પણે સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવાનો આદેશ આપવો જોઇએ. દરેક રાજકીય પક્ષ સરકારી હોસ્પિટલો અને સરકારી શાળાઓની ટીકા કરીને સત્તાપર આવ્યો હોય છે પરંતુ પોતાના સંતાનેાને ક્યારેય સરકારી શાળામાં નથી મૂકતા. એવી જ રીતે હોસ્પિટલોનું છે. જો પ્રધાનો સરકારી હોસ્પિટલોમાં સારવાર લેતા થાય તોે કોર્પોરેટ હોસ્પિટલો મારફતે ચલાવાતી લૂંટ પણ ઓછી થાય અને લોકો પણ સરકારી હોસ્પિટલોનો ઉપયોગ કરતા થાય.

મત માટે ઘેર ઘેર ફરતા રાજકારણીઓને સરકારી શાળાઓનો અને હોસ્પિટલોનો ઉપયોગ કરવાનું વચન લેવા જેવું છે. મત માંગતા પહેલાં તે વચન આપે તો સરકારી સ્કુલો અને હોસ્પિટલોની ઇમેજ સુધરી શકે છે. લોકોની રોજીંદી સમસ્યા હલ કરવાનો આાસાન ઉપાય છે. પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં સરકારી હોસ્પિટલો પાસે વધુ આધુનિક ઉપકરણો હોય છે છતાં કોઇ તેના પર ભરોસો કરતું નથી. જો ત્યાં રાજકીય સત્તાધીશો સારવાર માટે જાય તો ત્યાં સ્વચ્છતા જળવાય અને કોર્પોરેટ હોસ્પિટલ જેવી સવલતો ઉભી થાય. આવો જ  સુધારો ભપકાદાર લગ્નો માટે થઇ શકે છે.

આવી બાબતોમાં સુધારાની  પહેલ મુખ્યપ્રધાન કક્ષાના રાજકારણી કરે ત્યારે તે ટોકિંગ પોઇન્ટ બની જાય છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાને તેના ડોક્ટર પુત્રને સમુહ લગ્નમાં લગ્ન કરાવીને દેશભરના રાજકારણીઓનું ધ્યાનખેંચ્યું છે. જો વગદાર કુટુંબના લોકો સમુહ લગ્નોમાં પોતાના સંતાનને પરણાવતા થાય તો તે અનુકરણીય બને છે. રાજકીય સત્તાધીશો પણ જો ભપકાથી દુર રહીને લગ્નમાં સાદાઇ અપનાવે તો લોકોમાં તેમની પ્રશંસા થઇ શકે છે. વગદાર હોય, પૈસા હોય છતાં સાદાઇથી લગ્ન કરનાર સમાજ ઉત્કર્ષનું કામ કરી રહ્યા છે એમ કહી શકાય.

મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યપ્રધાન મોહન યાદવના પુત્ર ડો.અભિમન્યુ યાદવે ડો. ઇશિતા પટેલ સાથે ઉજ્જૈનમાં  સમુહ લગ્નમાં લગ્ન કરીને દેશના રાજકારણીઓને નવી દિશા ચીંધી છે. પોતાના પિતા મુખ્યપ્રધાન જેવા સર્વોચ્ચ હોદા પર હોય ત્યારે સમુહ લગ્નના મંડપમાં  લગ્ન કરવા એ બહુ  હિંમત બતાવવાનું કામ છે. આ સમુહ લગ્નમાં કુલ ૨૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. મુખ્ય પ્રધાનના કુટુંબે કહ્યું હતું કે અમે સાદાઇનો સંદેશ આપવા માંગીએ છીએ તેમજ લગ્નમાં કરતાં આડેધડ ખર્ચાને પણ રોકવા માંગીએ છીયે.

મુખ્યપ્રધાનના ઘેરથી આવેલી કંકોત્રી સાદી હતી જેમાં કોઇ ગિફ્ટ કે અન્ય દિવસોમાં લગ્નમાં કરાતા કાર્યક્રમો નજરે નહોતા પડતા. વરરાજા પરંપરાગત રીતે બળદગાડામાં પરણવા આવ્યા હતા. સમુહ લગ્નમાં દરેક યુગલને જમવા માટેના ૨૦ પાસ અપાયા હતા એમ મુખ્યપ્રધાનને પણ વીસ પાસ અપાયા હતા.  કેટલાક લોકો સમુહ લગ્ન બાદ પોતાનું અલગ રિસેપ્શન રાખતા હોય છે પરંતુ મુખ્યપ્રધાન મોહન યાદવ તો તેનાથી પણ દૂર રહ્યા છે. તે કહે છે સાદાઇ એટલે સાદાઇ. લગ્નમાં થતા આડેધડ ખર્ચાને વિસ્તારના સ્કુલોના સમારકામ કે મંદિરના જીર્ણોધ્ધારમાં વાપરવા જોઇએ. લગ્નોની મોસમ ચાલી રહી છે અને ભપકાદાર લગ્નો પણ જોવા મળી રહ્યા છે ત્યારે મુખ્યપ્રધાન મોહન યાદવે અપનાવેલા સાદાઇના માર્ગને પણ અપનાવવો જોઇએ.  

લગ્નો પાછળ થતા પૈસાના ધૂમાડાની ટીકા વારંવાર થતી હોવા છતાં આવા લગ્નોની સંખ્યા વધી રહી છે. એક તરફ ભપકાદાર લગ્નો છે તો બીજી તરફ સાદાઇથી તેમજ સમુહ લગ્નોની સંખ્યા પણ વધી છે. કેટલીક જ્ઞાાતિઓ તો પોતાના સભ્યોનાં  સંતાનોને ફરજીયાત પણે સમુહમાં લગ્ન કરાવતા થયા છે. પૈસાદાર હોય કે સત્તા પર હોય અને ભપકાદાર લગ્ન કરે તે સમજી શકાય છે પરંતુ દેખાદેખી ભપકાદાર લગ્ન કરનારા મોટા ભાગે દેવામાં સરકી પડે છે. છેલ્લા કેટલાક સમયથી પ્રી મેરેજ વિડીયો શૂટીંગનો ક્રેઝ વધ્યો છે. તેમાં લગ્ન જેટલો ખર્ચ કરાતો હોય છે. લગ્ન સાથે જોડાયેલા સંગીત સંધ્યા કે પીઠી જેવા પરંપરાગત કાર્યક્રમો માટે એક દિવસ ફાળવીને તેમાં જલસા કરાવાય છે. મુખ્ય પ્રધાન મોહન યાદવે પુત્રના લગ્નમાં અપાાવેલી સાદાઇનું અનુકરણ ટોચના રાજકરાણીઓ કરે તે જરૂરી છે.