મુકેશ અંબાણીની પકડ તરફ સરકી રહેલું ટેલિકોમ ક્ષેત્ર


- વોડાફોન આઇડિયા કંપનીની ટાઇટેનિક જેવી દશા થઇ છે 

- પ્રસંગપટ

- હવે એરટેલ અને જીયો વચ્ચે ગ્રાહકો ખેંચવાની સ્પર્ધા ચાલશે. જીયો પાસેની આર્થિક તાકાત એરટેલ કરતાં વધારે છે

કોર્પોરટે ક્ષેત્રને ટેન્શન એ વાતનું છે કે ભારતનો ટિલિકોમ ઉદ્યોગ ધીરે ધીરે રીલાયન્સના મુકેશ અંબાણી પાસે જઇ રહ્યો છે. સસ્તા દરે ટેલિકોમ સર્વિસ આપવાનો સૌથી મોટો લાભ દેશના લોકોને થયો છે અને દેશના ખૂણે ખૂણે જીયો પહોંચી શક્યું છે અને લોકો તેનો ઉપયોગ કરી રહ્યાા છે. પરંતુ તેનો ગેરલાભ એ થયોકે  ટેલિકોમ કંપનીઓ સ્પર્ધા કરવામાં થાકી ગઇ હતી અને વોડાફોન આઇડયા જેવી જાયન્ટ કંપનીની ટાઇટેનિક જેવી દશા થઇ છે. શેર બજાર ઉછાળા મારી રહ્યું છે ત્યારે દેશની નામાંંકિત ટેલિકોમ કંપની વોડાફોન આઇડયાના શેર્સના ભાવ ૧૦ ટકા તૂટયા છે. દરેક જાણે છે કે વોડાફોન આઇડયા દેવાના ડુંગર નીચે દબાયેલી છે. અને સરકારને ફટકારી મારવાના ચક્રો ગતિમાન થયા છે. સરકાર હસ્તકની ટેલિકોમ કંપની બી.એસ.એન.એલ અને એમ.ટી.એન એલ  બંને પાસે પ્રોફીટની કોઇ અપેક્ષા રાખી શકાય એમ નથી. 

દેશની મુખ્ય ત્રણ ટેલિકોમ કંપની પૈકી એક વોડાફોન આઇડયા દેવાના ડુંગર નીચે દબાયેલી છે. ભારત સરકાર તેનો હાથ પકડે તોજ તે બચી શકે એમ  છે. બ્રિટીશ નેશનલ ટેલિકોમ કંપની વોડાફોન અને આદિત્ય બિરલાની ભાગીદારીવાળી  કંપની  વોડાફોન આઇડયાનું ભાવિ સુપ્રીમ કોર્ટના એક ઓર્ડરથી બદલાઇ ગયું હતું. એજીઆરની ગણત્રીના મુદ્દે સુપ્રીમ કોર્ટે ફેર વિચારણાની તૈયારી ના બતાવતાં કંપની રોકાણકારો સમક્ષ ખુલ્લી પડી ગઇ હતી. 

આદિત્ય બિરલાએ જ્યારે એમ કહ્યું કે મારી પાસેના શેર્સ હું સરકારને અથવાતો કોઇ વગદાર કંપનીને વેચીશ. વોડાફોન આઇડયા માટે આ વાત ટેકા સમાન હતી પરંતુ તેના કોઇ પોઝિટીવ પ્રત્યાઘાત પણ પડયા નહોતા. 

જીયો, એરટેલ અને વોડાફોન આઇડયાની આસપાસ ટેલિકોમ ક્ષેત્ર વણાયેલું છે.  મોબાઇલ સબસ્ક્રાઇબરો પૈકી ૮૦ ટકા જીયો, એર ટેલ અને વોડાફોન આઇડિયા પાસે છે જ્યારે માત્ર ૨૦ ટકા સરકાર હસ્તકની    BSNL અને MTNL પાસે છે. સરકારની કંપનીઓ બિનકાર્યક્ષમની યાદીમાં આવી છે  એટલેતો ટેલિકોમ ક્ષેત્રે પ્રાઇવેટ કંપનીઓ છવાઇ ગઇ હતી. જે BSNLનો ફેન મેળવવા લોકો વેઇટીંગની યાદની રાહ જોતા હતા તે મોબાઇલ ક્ષેત્રે પણ કંઇ ખાસ ઉકાળી શક્યું નથી. વારંવાર એવા પ્રશ્નો પૂછાતા હતા કે  પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ નફો કરે છે તો પછી સરકારની ટેલિકોમ કંપનીઓ કેમ સ્પર્ધામાં ઉતરી નથી શકતી. જ્યારે પ્રાઇવેટ કંપનીઓ તેના સબસ્ક્રીપશન વધારવા સ્કીમો મુકે છે એવું શા માટે સરકારની કંપનીઓ નથી કરી શકતી? અહીં પ્રશ્ન વોડાફોનના છ કરોડ જેટલા ગ્રાહકોનો છે. જો તે સરકાર હસ્તક જાય છે તો ગ્રાહકોને પસ્તાવાનો વારો આવશે. ૪૦,૦૦૦ કરોડ જેવા જંગી દેવા વાળી કંપનીમાં રોકાણ કરવા કોઇ તૈયાર નથી. આદિત્ય બિરલા પોતે વધુ રોકાણ કરીને આગળ વધવા તૈયાર નથી. 

ટેલિકોમ ક્ષેત્રે જાણે અજાણે વધી રહેલા મુકેશ અંબાણીના વર્ચસ્વ સામે કોર્પોરેટ સર્કલ ચિંતા વ્યકત કરી રહ્યું છે. 

આજે જીયોના સબસ્ક્રાઈબરની સંખ્યા વધારે છે . બીજા નંબરે સુનિલ મિત્તલનું એરટેલ આવે છે. જો આ બંનેની ભાવોમાં સિન્ડિકેટ થાય તો ગ્રાહકોના માથે બોજ વધી શકે છે.  હવે એરટેલ અને જીયો વચ્ચે ગ્રાહકો ખેંચવાની સ્પર્ધા ચાલશે. જીયો પાસેની આર્થિક તાકાત એરટેલ કરતાં વધારે છે. આજે એરટેલ પાસે ૬ કરોડ ગ્રાહકો હોવાનું મનાય છે.કહે છે કે આદિત્ય બિરલાએ  સરકારને લખીને આપ્યું છે કે તે વોડાફોનમાંનો પોતાનો હિસ્સો સરકારને આપી દેવા તૈયાર છે. એપ્રિલ-૨૧માં વોડાફોન આઇડયાએ ૧૮ લાખ ગ્રાહકો ગુમાવ્યા છે.   એવીજ દશા સરકારી ટેલિકોમ કંપની BSNL અને MTNLની હતી.

એરટેલ અને જીયો વચ્ચેની સ્પર્ધા હવે જોવા મળશે. જો વોડાફોન આઇડયા  સરકાર હસ્તક જતી રહેશેે તો તે પણ ભાગ્યેજ સક્રીય જોવા મળશે. આમ, એરટેલ અને જીયો વચ્ચેની સ્પર્ધાનો લાભ ગ્રાહકોને મળશે. જો આ બંને હાથ મિલાવી લે તો તે મન ગમતા પ્લાન મુકી ગ્રાહકોને લૂંટી શકે છે. એરટેલ અને જીયોની 

આર્થિક તાકાતમાં સ્વભાવિક રીતેજ જીયો ટોપ પર છે. વોડાફોન આઇડયાનું કોકડું ગુંચવાયેલું છે. આ ડૂબતા વહાણનો હાથ સરકાર સિવાય કોઇ પકડી શકે એમ નથી. પરંતુ સરકાર કશુંજ બોલવા તૈયાર નથી. એ સ્વિકારવું રહ્યું કે ટંૂક સમયમાં ભારતનું ટેલિકોમ ક્ષેત્ર મુકેશ અંબાણીની પકડમાં આવી જશે.

City News

Sports

RECENT NEWS