- વિવિધ કઠોળ તથા ખાદ્યતેલોની મોટાપાયેઆયાત
- રૂ.15 હજાર કરોડનું ભંડોળ મંજૂર કરાયા પછી હવે હકીકતમાં સરકારની આવી ખરીદી ક્યારે શરૂ થાય છે તેના પર કૃષિ ક્ષેત્રની નજર
- પ્રસંગપટ
દેશમાં કૃષી ક્ષેત્રે કાર્યરત ખેડૂતોની સંખ્યા મોટી રહી છે. તથા આ ખેડૂતો સરકાર માટે વોટ બેન્ક પણ મનાય છે ત્યારે આ ખેડૂતોને રાજી રાખવા પણ સરકાર પ્રયત્નો કરતી રહી છે. તાજેતરમાં સરકારે વિવિધ કૃષી ચીજોના ટેકાના ભાવમાં વૃદ્ધી કર્યાના વાવડ પણ મળ્યા હતા. સરકારે ટેકાના ભાવોએ વિવિધ કઠોળ તથા વિવિધ તેલીબિયાની ખરીદી કરવા માટે તાજેતરમાં આશરે રૂ.૧૫ હજાર કરોડનું ભંડોળ પણ મંજૂર કર્યાના સમાચાર મળ્યા હતા. વિશેષરૂપે મગ, અડદ, તુવેર તથા સોયાબીનની ટેકાના ભાવોએ ખરીદી કરવા માટે સરકારે તાજેતરમાં આ ભંડોળ માટે મંજૂરી આપી હોવાનું સરકારી સૂત્રો જણાવી રહ્યા હતા. તેલંગણા, ઓરિસ્સા, મહારાષ્ટ્રહ, મધ્ય પ્રદેશ વિ. રાજ્યોમાંથી સરકાર ટેકાના ભાવોએ આવી ખરીદી કરનાર હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. જોકે મધ્ય પ્રદેશમાં સરકાર આવી ફિઝીકલ ખરીદી કરવાના બદલે બજાર ભાવ તથા ટેકાના ભાવ વચ્ચેનો તફાવતની રકમ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ડાયરેકટ જમા કરશે એવા નિર્દેશો મળ્યા હતા તથા બાકીના રાજ્યોમાં આવી ખરીદી સરકાર ફિઝીકલ સ્વરૂપમાં કરસે એવા નિર્દેશો મળ્યા હતા.
જો કે મધ્ય-પ્રદેશમાં તાજેતરમાં સોયાબીનના બજાર ભાવ ટેકાના ભાવની સરખામણીએ નોંધપાત્ર નીચા જતા રહ્યા હતા અને ખેડૂતોમાં નારાજગી વધી હતી તથા સરકારે આવા સોયાબીનની ખરીદી માટે ભંડોળ વધુ વધારવું આવશ્યક હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. તેલંગણામાંથી સરકારે મગની ખરીદી તથા ઓરિસ્સામાંથી સરકાર તુવેરની ખરીદી કરવાની છે. મહારાષ્ટ્રમાંથી સરકાર મગ, અડદ તથા સોયાબીનની ખરીદી કરવાની છે. દરમિયાન, દેશમાં વર્,ેે વરસાદની મોસમ લાંબી ચાલી છે તથા દિવાળી પછી પણ ઘણા રાજ્યોમાં આ વર્ષે વરસાદ જોવા મળ્યો છે એ જોતાં બજારમાં આવતા નવા કૃષી માલોમાં ભેજનું પ્રમાણ વધુ આવવાની શક્યતા કૃષી તજજ્ઞો બતાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં આવા વધુ ભેજવાળા માલો સરકાર ખરીદશે કે નહિં એ વિશે બજારોમાં મતમતાંતરો બતાવાઈ રહ્યા હતા. મહારાષ્ટ્રમાં તાજેતરમાં સોયાબીનના બજાર ભાવ ટેકાના ભાવ કરતાં આશરે ૨૫થી ૩૦ ટકા નીચા જતા રહ્યા હતા.
મહારાષ્ટ્રમાં સોયાબીન તથા કપાસની ટેકાના ભાવોએ ખરીદી કરવામાં આવશે એવું સરકારી સૂત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં આશરે ૧૦ લાખ ટન સોયાબીનની ટેકાના ભાવોેએ ખરીદી કરવા રાજ્ય સરકારે યોજના બનાવી છે. જો કે આ માટે કેન્દ્ર સરકાર તરફથી ભંડોળની મંજૂરી કેટલી મળે છે એના પર બજારની નજર રહી છે. દરમિયાન, રાજસ્થાનમાં આ વર્ષે મસ્ટર્ડ સરસવના વાવેતરમાં ખાસ્સી ગતી દેખાઈ છે. રાજસ્થાનમાં રવિ પાક માટે તાજેતરમાં મસ્ટર્ડ-સરસવનું વાવેતર વધી ૧૬થી ૧૭ લાખ હેકટર્સમાં થયું છે જે ગયા વર્ષ આ ગાળામાં ૯થી ૧૦ લાખ હેકટર્સમાં થયું છે જે ગયા વર્ષે આ ગાળામાં ૯થી ૧૦ લાખ હેકટર્સમાં થયું હતું. જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં તથા ભાવ ઉંચા હોતાં રાજસ્થાનમાં મસ્ટર્ડ-સરસવનું વાવેતર આ વર્ષે નોંધપાત્ર વધ્યું હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં મસ્ટર્ડનું ઉત્પાદન ૨૦૨૪-૨૫ની મોસમમાં વધી ૧૨૬થી ૧૨૭ લાખ ટન થયું હતું જે ૨૦૨૩-૨૪માં ૧૩૨છી ૧૩૩ લાખ ટન નોંધાયું હતું. ભારતમાં કૃષી બજારોના જાણકારોના જણાવ્યા મુજબ ઘઉં તથા ચોખામાં ટેકાના ભાવોએ સરકારી ખરીદી નિયમિત રહે છે તથા અન્ય કૃષી ચીજોમાં આવી સરકારી ખરીદીમાં ખાસ્સી અનિયમિતતા જોવા મળે છે. દેશમાં કૃષી ઉત્પાદન વધારવા સરકારે આવી ખરીદીમાં અનિયમિતતા લાવવી જરૂરી છે. સરકાર ટેકાના ભાવો તો જાહેર કરી દે છે પરંતુ આ ભાવોએ ખરીદીમાં અપેક્ષા મુજબની સક્રિયતા જોવા મળતી નથી તેના કારણે ખેડૂત વર્ગમાં નારાજગી પણ વધતી જોવા મળે છે એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.


