Get The App

પરીક્ષા પધ્ધતિને વધુ ભરોસાપાત્ર બનાવવા AI ટેકનોનોજીની મદદ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
પરીક્ષા પધ્ધતિને વધુ ભરોસાપાત્ર બનાવવા AI ટેકનોનોજીની મદદ 1 - image


- યુપીએસસી ટેકનીકલ સોલ્યુશન આપશે

- પ્રસંગપટ

- વિદ્યાર્થીઓના ફીંગર પ્રિન્ટ,AI આધારિત લાઇવ સીસીટીવી સર્વેલન્સ વગેરેનો ઉપયોગ 

છેલ્લા ચાર વર્ષમાં મહત્વની એવી ૨૪ પરીક્ષાઓના પેપર ફૂટતાં દેશના સત્તાવાળાઓ ચોંકી ઉઠયા છે. અનેક સ્થળે દરોડા પડાયા છે અને અનેક સ્થળો પર સીલ મરાયા છે જ્યારે બીજી તરફ પરીક્ષાઓમાં થતી ચોરીઓ તેમજ પેપર લીક જેવા મામલે કરાતી છેતરપીંડી વગેરેની સામે સત્તાવાળાઓ આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સીનો ઉપયોગ કરવા પ્લાનીંગ કરી રહ્યા છે. યુપીએસસી(યુનિયન પબ્લીક સર્વિસ કમિશન)એ તાજેતરમાં પરીક્ષાઓની સિસ્ટમમાં છેતરપીંડી અટકાવવાના ટેકનીકલ સોલ્યુશન આપવા તેમજ તે સંદર્ભે ડિવાઇસ બનાવવાના ટેન્ડર જાહેર ક્ષેત્રના એકમો પાસે મંગાવ્યા છે. છૈં આધારીત સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ પણ તૈયાર કરવા વિચારાઇ રહ્યું છે.

   પ્રથમ નજરે આ ભલે  ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવું લાગે પરંતુ હવે જ્યારે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સનો મહત્તમ ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે સર્વેલન્સ મહત્વનું અને ઉપયોગી બની જશે. સરકારે આવી વ્યવસ્થા કરવામાં બહુ મોડું કર્યું છે. સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં  ટોપ પર નિમેલા લોકો વફાદાર નીકળ્યા નથી અને શિક્ષણ ક્ષેત્રને કોમર્શીયલ બનાવી દીધું હતું. શિક્ષણ ક્ષેત્ર પર લોકોનો ભરોસો બેસે અને પરીક્ષા સિસ્ટમ વધુ મજબૂત બને તે માટે વિદ્યાર્થીઓના ફીંગર પ્રિન્ટ, આધાર કાર્ડની ચકાસણી, ઇ એડમીટ કાર્ડ પર ક્યૂ આર કોડ સ્કેનીંગ, છૈં આધારીત લાઇવ સીસીટીવી સર્વેલન્સ વગેરેનો ઉપયોગ પરીક્ષા દરમ્યાન કરવાનું વિચારાઇ રહ્યું છે. 

૧૪ મુખ્ય પરીક્ષાઓ જેની મારફતે લેવાય છે તે યુપીએસસી હેઠળ આઇએએસ, આઇપીએસ,આઇએફએસ,સહીતની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓમાં કુલ૨૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસે છે. જે દેશના મુખ્ય શહેરો જેવાં કે લેહ, કારગીલ,શ્રીનગર, ઇમ્ફાલ,અગરતલા અને ગંગટોક સહીતના ૮૦ જેટલા સેન્ટરો પર યોજાય છે. યુપીએસસીની ગણના દરેકના મનમાં અન્ય પરીક્ષા સંસ્થાઓ કરતાં વધુ ભરોસા પાત્ર છે. યુપીએસસી હવે ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉમેદવારોનું ક્રોસ ચેકીંગ કરશે, તેના બાયોમેટ્રીક ડીટેલ પણ ચેક કરાશે. પરીક્ષાની સિસ્ટમમાં ચાલતી પપેર લીક વિદ્યાર્થીઓ સાથેના ફ્રોડ, ગેરંટી માર્કની લલચામણી ઓફર, પરીક્ષાની આગલી રાત્રે પેપર ફોડતી ગેંગ પર બ્રેક જેવા પગલાં લેવા સત્તાવાળાઓે તૈયારી બતાવી છે.

શિક્ષણ માફિયા અને પરીક્ષા માફિયા બંને એક બીજા સાથે જોડાયેલા છે. ટયૂશન ક્લાસીસના સંચાલકો પણ ખલનાયકની ભૂમિકામાં જોવા મળ્યા છે. પ્રશ્ન પેપર કોણ તૈયાર કરી રહ્યું છે તેની માહિતી મેળવીને તેને લાલચ આપવામાં આવે છે. એટલે હવેના સર્વેલન્સ હેઠળ પેપર સેટ કરનારનું ટયૂશન ક્લાસીસ સાથે કનેક્શન, તે પ્રાઇવેટ ટયુશન કરે છે કે કેમ? જેવા મુદ્દાનું ક્રોસ ચેકીંગ કરાશે. પરીક્ષા પધ્ધતિને વધુ ભરોસોવાળી અને લોકોમાં વિશ્વાસ ઉભો થાય તેવી બનાવવાના પ્રયાસને દેશના વિરોધ પક્ષો પણ ટેકો આપી રહ્યા છે. કેન્દ્રમાં નવી સરકાર રચાયાના દિવસથીજ નીટ એક્ઝામનો પરપોટો ફૂટયો હતો. જેના કારણે સરકાર બેકફૂટ પર આવી ગઇ હતી.

પરીક્ષા પધ્ધતિનો મુદ્દો સંસદમાં પણ ઉછળ્યો હતો. સરકારે તમામ ખાત્રી આપી છે પરંતુ લોકોને ભરોસો નથી કેમકે શિક્ષણ માફિયાઓનું નેટવર્ક રાજકારણીઓ સાથે પણ જોડાયેલું છે. તેમ છતાં સરકારના છૈં આધારીત ટિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણમાં પરીક્ષા પધ્ધતિને વધુ સ્પર્ધાત્મક બનાવવાના પ્રયાસ આવકાર્ય બન્યા છે.

Prasangpat

Google NewsGoogle News