For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિકરાળ દેખાતા ડોગની આયાત અને બ્રીડીંગ પર કેન્દ્રના પ્રતિબંધથી વિવાદ

Updated: Apr 3rd, 2024

Article Content Image

- 20 જેટલા ડોગની જાત માનવજાત માટે જોખમી

- પ્રસંગપટ

- અમેરિકન બુલડોગ, મેસ્ટીફ,પીટબુલ ટેરીસ, રોટવિલર્સ, કેટલાક શેફર્ડ ડોગ, વોલ્ફ ડોગ વગેરે વિકરાળ અને ડરામણા હોય છે

દેશમાં જેટલી ડોગ લવર્સની સંખ્યા છે તેના કરતાં વધુ સંખ્યા ડોગને ધિક્કારનારાઓની છે. એકાદું ડોગ ક્યારેક ઘૂંઘવાતું બનીને કોઇને કરડે છે ત્યારે બિચ્ચારી આખી પાળેલા ડોગની જમાત બદનામ થાય છે.

 શેરી કૂતરાને લોકો માફ કરે છે પરંતુ પાળેલા કૂતરા કરડે તો તેના માલિક પર નજીકના લોકો ગુસ્સે ભરાતા હોય છે. કૂતરા પાળવાનો શોખ આવકાર્ય છે પરંતુ તે કોઇ પર હુમલો કરે કે કરડે તે ચલાવી શકાય નહીં.  

કેટલાક કૂતરાં જોઇનેજ રમાડવાનું મન થાય છે જ્યારે કેટલાકને જોઇને રસ્તો બદલી નાખવાનું મન થાય છે. કેટલાકને કૂતરાંથીજ ચીડ હોય છે અ્ને પોતાના સંતાનોને પણ કૂતરાથી દુર રાખે છે. માનવ વસાહત સાથે રહેતા અને ઉછરતા પ્રાણીઓમાં ડોગ સૌથી વફાદાર છે. 

એરપોર્ટ પર કામ કરતા સ્નીફર ડોગની ભૂમિકા બહુ પ્રશંસનીય હોય છે  એમ સરહદે ઘૂસણખોરી અટકાવવામાં પણ લશ્કરના ડોગ બહુ ઉપયોગી સાબિત થયા છે. માનવ વસાહત સાથે ઉછરતા પ્રાણીઓમાં એક માત્ર ડોગ એવું છે કે જેને તાલીમ આપીને ઉપયોગમાં લઇ શકાય છે. મોટા ખેતરોમાં થતા ભેલાણને અટકાવવા પણ ડોગનો ઉપયોગ થાય છે.

 રસ્તા પર રખડતા કૂતરાંના ટોળા રાત્રે સોસાયટીઓ અને શેરીઓમાં ઘૂસી જાય છે અને ત્યાંના સ્થાનિક કૂતરાઓ સાથે બાખડે છે. શેરીના કૂતરાંને પેટ ભરીને ખાવાનું મળી રહે છે તો સામે છેડે તે જે તે વિસ્તારની સાથે વફાદાર બનીને રહે છે. 

વિદેશમાં ખાસ કરીને કેનેડામાં દરેક ઘેર એક પાળેલો ડોગ હોય છે. ત્યાં ડોગ હોસ્ટેલ , ડોગ ટ્રેઇનર, ડોગ ગૂ્રમીંગ, ડોગ વેક્સીન જેવા પાટીયા ઝૂલતા નજરે પડે છે. ડોગની ૨૦ જાતને સરકારે આયાત કરવા પર, બ્રીડીંગ કરવા પર અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. જેમના પર પ્રતિબંધ મુક્યો છે તે દેખાવમાં વિકરાળ લાગે છે. 

કેનલ ક્લબ ઓફ ઇન્ડિયા સરકારના આદેશ સામે કોર્ટમાં જવા વિચારતી હોવાના અહેવાલો જોવા મળ્યા હતા. અમેરિકન બુલડોગ, મેસ્ટીફ,પીટબુલ ટેરીસ, રોટવિલર્સ, કેટલાક શેફર્ડ ડોગ વોલ્ફ ડોગ વગેરે વિકરાળ અને ડરામણા હોય છે. માનવજાત સાથે તેમને રાખવા જોખમી બની જાય છે. 

કેટલાક લોકો આવા ડરામણા ડોગ પાળતા હોય છે. આવા ડોગ કેટલીક વાર તેના માલિકના કહ્યામાં પણ નથી રહેતા અને નજીકમાં ઊભેલા પર હુમલો કરે છે.

જેમના બ્રીડીંગ પર પ્રતિબંધ મુકાયો છે એવા ડોગ હાલમાં જેમની પાસે હોય તેમણે પોતાના ડોગનું સ્ટરીલાઇઝેશન કરાવી લેવા પણ કહ્યું છે જેથી તેનો બ્રીડીંગ માટે ઉપયોગ ના થઇ શકે. 

આવા વિકરાળ કહેવાતા ડોગની સામે અનેક ફરિયાદો જોવા મળે છે. ્અનેક કેસોમાં નાના બાળકો પર અને સિનીયર સિટીઝન પર  હુમલા કરાયા હોય એવી ઘટનાઓ બની હતી. આવા વિકરાળ ડોગ પર પ્રતિબંધ મુકવા બાબતની એક પીટીશન પર દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે વિગતો માંગી હતી. ગયા ડિસેમ્બરમાં સંસદમાં અપાયેલી માહિતી અનુસાર ૨૦૨૩માં કૂતરાં કરડવાની ૨.૭૫ મિલીયન ધટના બની હતી.

 ૨૦૨૨માં બેંગલુરૂના આંકડા અનુસાર ૩૦ બાળકોના કૂતરાં કરડવાથી મોત થયા હતા. ડોગ લવર્સ સરકારના આદેશથી નારાજ ચાલે છે. 

ડોગની જે જાતની આયાત પર પ્રતિબંધ  મુકાયો છે તે વર્ર્ષોેથી ભારતમાં પાળવામાં આવે છે. હકીકત એ છે કે જ્યારે કોઇ વિકરાળ ડોગ નજીક ઉભેલા રાહદારીને કરડે છે ત્યારે તેની વ્યથા અને દર્દ સમજવા કોઇ ડોગ લવર્સ તૈયાર નથી હોતા.

Gujarat