Get The App

મહિલા ક્રિકેટરો માટે સુખના દિવસો વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં રસાકસી

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
મહિલા ક્રિકેટરો માટે સુખના દિવસો વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં રસાકસી 1 - image

- આગામી રવિવારે ફરી ભારત-પાક ક્રિકેટ જંગ

- પ્રસંગપટ

- છેલ્લા 13 વર્ષમાં માહોલ બદલાયો છે: મહિલા ક્રિકેટરોને ભાગ્યે જ સેલિબ્રિટી સ્ટેટસ મળતું હતું

ગયા રવિવારે ભારત પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની ફાઇનલ મેચને ક્રિકેટ રસીયાઓેેએ છેલ્લા બોલ સુધી એન્જોય કરી હતી લોકો તિલક વર્માની ફટકાબાજીને યાદ કરી રહ્યા છે. એવીજ  ભારત પાકિસ્તાન વચ્ચેની બીજી ક્રિકેટ મેચ આગામી રવિવારે રમાઇ રહી છે. જોકે આ જંગ મહિલા ક્રિકેટરેા વચ્ચેનો હશે. વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ ઉત્સાહભેર રમાઇ રહ્યો છે.આગામી રવિવારે એશિયા કપમાં ભારત પાકિસ્તાન એમ બંને દેશોની વુમન્સ ટીમ આગામી રવિવારે જોવા મળશે.

ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ ટકરાશે ત્યારે બંને દેશના ક્રિકેટ રસીયાઓ તે નિહાળશે. ગયા રવિવારે જેમ મેન્સ ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં રમી તેવો માહોલ મહિલા ક્રિકેટમાં જોવા નહીં મળે પરંતુ ગઇકાલે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં સ્ટેડીય હાઉસફૂલ થઇ ગયું હતું તે જોતાં એમ કહી શકાય કે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ પણ લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટશે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડીય ખાતે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ પાંચ ઓક્ટોબરે ટકરાશે.

એક સમય હતો કે જ્યારે વુમન્સ ક્રિકેટ માટે સ્પોન્સરશીપ મેળવવાના ફાંફા હતા આજે ટોચની બ્રાન્ડ મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહીત કરી રહી છે. ભારતના ક્રિકેટ રસીકો પણ પહેલાં મહિલા ક્રિકેટ મેચ જોવા સમય ફાળવતા નહોતા પરંતુ હવે સ્પર્ધાના યુગમાં દરેક યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપતા નજરે પડે છે. કોર્પોરેટ કંપનીઓ પણ સ્પોન્સરશીપ માટે આગળ આવી છે. 

છોકરીઓ બોલ બેટ ના રમી શકે એવી માન્યતા દેશ આઝાદ થયો ત્યારથી ચાલી આવતી હતી તે માન્યતા હવે સાત દાયકા બાદ ભાંગીને ભૂક્કો થઇ ગઇ છે. મહિલા ક્રિકેટના સ્પોન્સર્સ પણ વધ્યા છે અને લોકો મહિલાઓની ક્રિકેટ ગેમને એન્જોય કરતા થયા છે. બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે ક્રિકેટ ક્ષેત્રે પહેલા ક્રિકેટ વર્લ્ડ કપ મેન્સ નહીં પણ ફિમેલે રમાયો હતો. ૧૯૭૩માં મહિલા ક્રિકેટનો વર્લ્ડ કપ રમાયો હતો. જોકે લોકોનું તે તરફ બહુ ધ્યાન નહોતું ગયું. પરંતુ આજે તેના ૫૦ વર્ષ પછી લોકોએ મહિલા ક્રિકેટનું વધતું વર્ચસ્વ જોયું છે. ૨૦૨૫નો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે યોજાયો છે.

૧૯૭૩માં મહિલા વર્લ્ડ કપ પહેલીવાર યોજાયો ત્યારે   બિઝનેસ મેન જેક હેવાર્ડે તે સ્પોનસર કર્યો હતો.  ૧૯૮૦ દરમ્યાન મેચ પુરી થાય એટલે મહિલા ક્રિકેટરો  ચૂપચાપ પાછા ફરતા હતા અને કોઇ તેમની નોંધ પણ લેતું નહોતું. આ મહિલા ક્રિકેટરો માટે ટ્રેનમાં કોઇ રિઝર્વેશન નહોતું કરાવાતું કે જમવા માટેનું કોઇ અગોતરૃં આયોજન નહોતું કરાવાતું. તેમને ગાઇડ કરે એવા કોઇ અલગ અધિકારી નહોતા ફાળવાતા. તેમને કોઇ મેચ ફી નહોતી અપાતી. આ મહિલા ક્રિકેટરો એમ કહેતી હતી કે અમારે પૈસાની નહીં પણ તકની જરૂર છે. 

૧૯૮૮ની એક ઘટના એવી છે કે જેમાં  ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપ માટે મહિલા ટીમે તૈયારી કરી હતી. પરંતુ તેમની જાણ બહાર સ્પોર્ટ મંત્રાલયે તેમની એન્ટ્રી પાછી ખેંચી લીધી હતી.  તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી સમક્ષ રજૂઆતો કરાઇ હતી પરંતુ કોમ્યુનિકેશન ગેપ બહુ લાંબી થતાં પ્રવાસ કેન્સલ કરાયો હતો. હવે મહિલા ક્રિકેટ ટીમ માટે સુખના દિવસો આવ્યા છે એમ કહી શકાય.  આજે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ૨૭ વાર મેચ રમાઇ છે.

 જેમાં ભારતીય ટીમે સતત પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ૨૭માંથી ૨૪ મેચ ભારત જ્યારે ૩ મેચ પાકિસ્તાન જીત્યું હતું. મહિલાઓ વચ્ચેના ક્રિકેટ જંગમાં હવે સ્ટેડીયમો ભરચક દેખાય છે. ૨૦૧૩ની સરખામણી કરીયેતો સ્ટેડીયમો ખાલી જતા હતા, બ્રોડકાસ્ટ કરનારા મોં મચકોડતા હતા, મહિલા ક્રિકેટરોને ભાગ્યેજ સેલિબ્રિટી સ્ટેટસ મળતું હતું. જોકે છેલ્લા ૧૩ વર્ષમાં માહોલ બદલાયો છે. આગામી રવિવારે શ્રીલંકાની રાજધાની કોલંબો ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે રમાનારી મહિલા ક્રિકેટ મેચ જીયો હોટ સ્ટાર પર જોવા મળશે. સાંજે ૩ વાગે મેચ શરૂ થશે.

 છેલ્લા કેટલાક રવિવારોથી ભારત પાકિસ્તાન વચ્ચેના મુકાબલા વધુ જોવા મળ્યા છે. આપણે ત્યાં સ્પોર્ટ જોવા માટેનો સૌથી વધુ સમય ક્રિકેટ મેચોમાં જાય છે. ભારત પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ જંગ બંને દેશો માટે હોટ ફેવરીટ છે.