સૌર ઉર્જાના ઉપયોગથી 90 દિવસ સુધી હવામાં ઊડયા કરતું સોલાર પ્લેન
- વિશ્વના સૌર વિજ્ઞાનીઓને ભારતે ચોંકાવી દીધા છે
- પ્રસંગપટ
- ડિજીટલ સિસ્ટમથી દૂર રહેલા વિશ્વના 2.6 અબજ લોકોને ફાઇવ-જીથી સાંકળી શકાશે..
ભારતના વિજ્ઞાનીઓએ સૌર ઉર્જાના ઉપયોગથી ૯૦ દિવસ સુધી હવામાં ઉડયા કરે એવા સોલાર પાવર પ્લેનની શોધ કરીને વિશ્વના સૌર વિજ્ઞાનીઓને ચોંકાવી દીધા છે. બેંગલુરૂની નેશનલ એરોસ્પેસ લેબોરેટરીએ (શછન્)આ માનવ વિહોણુ પ્લેન બનાવીને અનેક નવા સોલાર ઓપરેટેડ સંશોેધનોને વેગ આપ્યો છે. આ સંશોધન પહેલી નજરે ડ્રેાન સાથે સરખાવી શકાય પરંતુ કોમર્શીયલ પ્લેન કરતાં પણ વધુ ઉપયોગી બની શકે છે. સોલાર પાવરથી તે સતત ૯૦ દિવસ ઉડી શકે એમ હોઇ તે ફાઇવ-જી વેવ્સનું સર્વેલન્સ સહીતના સંશોધનોમાં મહત્વનું બની શકે છે. વિશ્વમાં હાલમાં સૌથી વધુ સમય હવામાં રહેતું સૌર ઉર્જા સંચાલિત પ્લેન એરબસ ઝેફર ૬૪ દિવસ સતત એરીઝોનાના રણમાં ઉડી શકે છે. તાજેતરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં ગઇ સપ્ટેમ્બર ૧૨ નારોજ ત્રણ દિવસનો ડિફેન્સ એવીયેશન એક્સપોઝીશન યોજાયો હતો.
કેટલાક સંશોધનો માનવ જાતને બહુ ઉપયોગી સાબીત થઇ રહ્યા છે. ડ્રોન ટેકનોલોજી મર્યાદીત અંતર માટે છે જ્યારે સૌર આધારીત વિમાન ઉંડાણવાળા વિસ્તારોમાં માલ સામાન પણ પહેંચાડી શકશે. હાલમાં તે વજન ઓછું ઉંચકી શકસે પણ જીવન જરૂરી ચીજો મોકલવા ઉપયોગી બનાવવના તેની ક્ષમતા ૧૫ કિલો વજન ઉંચકવા સુધીની બનવાય એ ેરીતે રીતે તેનું આધુનિકીકરણ કરાઇ રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં વાર્ષિક વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં જે ૧૦ નવી ઉભરતી ટેકનોલોજીનો ઉલ્લેખ છે તેમાં ભારતના વિજ્ઞાનીઓએ ૯૦ દિવસ સુધી હવામાં ઉડયા કરતા સૌર ઉર્જા આધારીત પ્લેનનો સમાવેશ કરાયો હતો. ભારતના આ સંશોધનનો સૌથી મોટો લાભ એ થશે કે ડિજીટલ સિસ્ટમથી દુર રહેલા વિશ્વના ૨.૬ અબજ લોકોને ફાઇવ-જીથી સાંકળી શકાશે.
ગયા ફેબુ્રઆરીમાં એનએએલના વિજ્ઞાનીઓએ એચએપીએસ(લ્લછઁજી )ની આચાર સંહિતા હેઠળ સૌર સંચાલીત વિમાનનનું સફળ ટેસ્ટીંગ કર્યું હતુ. ભારતના વિજ્ઞાનીઓએ સંશોધન કરેલું આ સૌર વિમાન પાંચમીટર લાંબું છે. તેનું વજન ૨૩ કિલો છે. તેની પાંખો૧૨મીટરની છે. વિજ્ઞાનીઓ કહે છે કે તેમાં ઉમેરાનાર સંસાધન માટેના અન્ય ફીચર્સ ૨૦૨૭ સુધીમાં તો તે કામ કરતા થઇ જશે અને તેનો ધાર્યો ઉપયોગ થઇ શકશે. વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર જ્યારે તેમાં તમામ ફીચર્સ ઉમેરીને સંપૂર્ણ રીતે સક્ષમ બનાવાશે ત્યારે તેનું વજન ૧૦૦ કિલો જેટલું હશે પણ ૧૫૦ કિલોથી વધુ નહીં હોય. જ્યારે તેની પાંખો ની લંબાઇ ૩૦મીટર જેટલી હશે. તે ૧૫ કિલો જેટલું વજન ઉંચકીને ઉડી શકસે. તેના અનેક ઉપયોગ પણ થઇ શકસે.
દરમ્યાન બેંગલુરૂ સ્થિત એક સ્ટાર્ટઅપ ન્યુ સ્પેસ રીસર્ચ એન્ડ ટેકનોલોજીએ આવુંજ એક ૨૪ કલાક સુધી હવામાં ઉડી શકે તેવા સૌર આધારીત પ્લેનની ટેકનોલોજી વિકસાવી હોવાનો દાવો કર્યો છે. સૌર વિમાન માટે એરપોર્ટ પણ સ્પેશયલ હોય છે. જે લ્લછઁજી ટેકનોલોજી આધારીત હોય છે. જેને હાઇ અલ્ટીટયુડ પ્લેટફોર્મ સિસ્ટમ કહે છે. જે પ્લેટફોર્મ જમીન કરતાં ઉંચે હોય છે. આર્ટિફીશ્યલ સેટેલાઇટ વેગેરેમાં તેનો ઉપયોગ થતો આવ્યો છે. ૧૯૮૩થી તેનો અભ્યાસ થતો આવ્યો છે. ૧૯૯૪માં તેનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. આજે તે સંશોધન મહત્વનું બની ગયું છે. સોલાર પાવર સંચાલિત વિમાનમાં ૬૪ દિવસ હવામાં ઊડતા રહેતા એરબસ ઝેફરનો સમાવેશ થાય છે. આ અગાઉ ૧૯૭૦માં બોઇંગ કોન્ડોર જેવા વિમાનો ૬૦ કલાક સુધી ઊડી શકે તેવા પ્રયોગો કરાયા હતા.