- પ્રસંગપટ
- કરોડો પાસવર્ડ્સનું વિશ્લેષણ
- ટૂંકા પાસવર્ડ્સને ઝડપથી ક્રેક કરવા હેકર્સને અદ્યતન ગ્રાફિક્સ પ્રોસેસિંગ ટેકનોલોજીની જરૂર પડતી હોય છે
પાસવર્ડ હેકર્સ માટે મહત્વનો હોય છે. દુર બીજા દેશમાં બેઠેલો હેકર તમારો પાસવર્ડ આસાનીથી મેળવી લે ત્યારે આશ્ચર્ય થાય છે.
હેકર્સની ટોળકીમાં જેને પાસવર્ક ક્રેક કરવામાં ઓછો સમય લાગે તેને ટોપની જોબ પર મુકાય છે.
હેકર્સ નબળા પાસવર્ડને સેકન્ડોમાં ક્રેક કરી શકે છે, જ્યારે મજબૂત પાસવર્ડને વર્ષો લાગી શકે છે. તમારા પાસવર્ડને ક્રેક કરવા અને સુરક્ષા વધારવા માટે કેટલો સમય લાગે છે તે પર નજર રાખવાજેવી છે.
સુરક્ષા નિષ્ણાતો તમારા ઓનલાઈન એકાઉન્ટ્સ અને ડેટાને સાયબર ગુનેગારોથી સુરક્ષિત રાખવા માટે મજબૂત, જટિલ પાસવર્ડ બનાવવાની સલાહ આપે છે. અને 'જટિલ' નો અર્થ સામાન્ય રીતે નાના અને મોટા અક્ષરો, સંખ્યાઓ અને ખાસ પ્રતીકોનો ઉપયોગ થાય છે.
આંઠ-અક્ષરનો પાસવર્ડ જેમાં સંખ્યાઓ, પ્રતીકો અને મોટા અને નાના બંને અક્ષરો હોય છે તેને ક્રેક કરવામાં સાત વર્ષ લાગશે. ફક્ત મોટા અને નાના અક્ષરો સાથેનો પાંચ-અક્ષરનો પાસવર્ડ બે મિનિટમાં ક્રેક કરી શકાય છે. વધુમાં, હાઇવ કહે છે કે ફક્ત નાના અક્ષરો સાથેનો ચાર-અક્ષરનો પાસવર્ડ તરત જ હેક કરી શકાય છે, જ્યારે મોટા અને નાના બંને અક્ષરો સાથેનો પાંચ-અક્ષરનો પાસવર્ડ ત્રણ સેકન્ડમાં હેક કરી શકાય છે.
આ બતાવે છે કે શક્ય હોય ત્યારે પાસવર્ડ શ્રેષ્ઠ પ્રથાઓ લાગુ કરવી કેટલી મહત્વપૂર્ણ છે, જેમ કે અક્ષરો, પ્રતીકો અને સંખ્યાઓના મિશ્રણનો ઉપયોગ.
વધુ અક્ષરો ધરાવતા સરળ પાસવર્ડ પણ ટૂંકા સમયમાં ક્રેક થવા માટે ઓછા સંવેદનશીલ હોય છે. ઉદાહરણ તરીકે, સંખ્યાઓથી બનેલા ૧૦-અક્ષર પાસવર્ડને ક્રેક કરવામાં એક કલાક લાગશે.
પાસફ્રેઝ વધુ પરંપરાગત પાસવર્ડ્સ પર વિજય મેળવે છે. એક સંશોધન અનુસાર ૧૮ મોટા અને નાના અક્ષરો, સંખ્યાઓ અને પ્રતીકોના મિશ્રણવાળા પાસફ્રેઝને બ્રુટ ફોર્સ કરવું સૌથી મુશ્કેલ છે.
ટૂંકા પાસવર્ડ્સને ઝડપથી ક્રેક કરવાનું લક્ષ્ય રાખતા હેકરને નવીનતમ અને સૌથી અદ્યતન ગ્રાફિક્સ પ્રોસેસિંગ ટેકનોલોજીની જરૂર પડતી હોય છે. ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ જેટલું શક્તિશાળી હશે, તે પાસવર્ડ્સ ક્રેક કરવા જેવા કાર્યો તેટલી ઝડપથી કરી શકે છે.
પાસવર્ડ્સ અને અન્ય ઓળખપત્રોનો અંદાજ લગાવવા માટે પાસવર્ડ-ક્રેકિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરાય છે.
જેમાં કરોડો સામાન્ય પાસવર્ડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, તે જાણવા મળ્યું કે છૈં નો ઉપયોગ કરીને, હેકર્સ તેમાંથી ૮૧% એક મહિના કરતાં ઓછા સમયમાં, ૭૧% એક દિવસ કરતાં ઓછા સમયમાં, ૬૫% એક કલાક કરતાં ઓછા સમયમાં અને ૫૧% એક મિનિટ કરતાં ઓછા સમયમાં ક્રેક કરી શકે છે.
ભારતની કંપનીઓ સાઇબર સિક્યોરિટી સિસ્ટમનો ઉપયોગકરે છે. પોતાની કંપનીનો ડેટા હેક ના થાય એટલે કોમ્પ્યુટરના નિષ્ણાતોની મદદલેછે અને રેન્સવેરની હુમલાનો સામને કેવી રીતે કરવો તેના રિફ્રેશમેન્ટ કોર્સ પણ સ્ટાફને કરાવે છે થતાં દેશની ૬૪ ટકા જેટલી કંપનીઓ સાયબર હુમલાનો ભોગ બની ચૂકી છે. સાયબર હુમલા પછી પતાવટનો પૈસા માંગનારાને ૬૫ ટકા જેટલી ભારતીય કંપનીઓ ગાંઠતી નથી.
રેેન્સમવેરના હુમલાખોરો હેકસના ગૃપ સાથે સંકળાયેલા હોય છે. સાઇબર સિક્યોરિટી પુરી પાડતી એક કંપનીએ કહ્યું છે કે રેન્સવેરના હુમલામાં ધટાડો થયો છે એમ સાયબર હુમલાખોરોના શરણે નહીં જનારામાં પણ ધટાડો થયો છે.
છેલ્લા ૧૨ મહિનામાં રેકોર્ડના આધારે વિશ્વના૧૪ દેશોની ૫૦૦૦ આઇટી કંપનીઓનો સર્વે કરાયો હતો. જેમાં ૫૦૦ કંપનીઓ ભારતની હતી. ભારતની કંપનીઓેએ ડેટા રિકવર કરવા માટે અંદાજે એવરેજ ૧.૩૫ મિલીયન ડોલર ચૂકવ્યા હતા. ૩૪ ટકા જેટલા એનક્રિપ્ટેડ કોમ્પયુટર એટલેકે રેન્સમવેરના અસરગ્રસ્ત સહીતના વાઇરસ ગ્રસ્ત કોમ્પ્યુટરો મારફતે ડેટા ચોરી શક્ય બની હતી.


