mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ડેટા ઇઝ કિંગઃ 100 અબજ ડોલરના ખર્ચે સુપર કમ્પ્યુટર તૈયાર કરાશે

Updated: Apr 2nd, 2024

ડેટા ઇઝ કિંગઃ 100 અબજ ડોલરના ખર્ચે સુપર કમ્પ્યુટર તૈયાર કરાશે 1 - image


- માઇક્રોસોફ્ટ અને ઓપન AIનું સંયુક્ત સાહસ

- પ્રસંગપટ

- પ્રોજ્ક્ટનું નામ સ્ટારગેટઃ સંયુક્ત પ્રોજક્ટ પાંચ તબક્કામાં વહેંચાયેલો છે, જેમાં ચિપ્સનો ખર્ચ વધુ છે

માઇક્રોસોફ્ટ અને એાપન એઆઇનો ૧૦૦ અબજ ડોલરનો સુપર કમ્પ્યુટર પ્રોજેક્ટ આજકાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૨૮માં શરૂ થનાર આ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારિત પ્રોજ્ક્ટનું નામ સ્ટારગેટ અપાયું છે, જે હકીકતે તો એક પ્રકારનો ડેટા સેન્ટર પ્રોજક્ટ છે. આમ તો, ડેટા સેન્ટર્સ ઘણાં છે, પરંતુ જનરેટીવ AIનો ઉપયોગ વધ્યા પછી AI ડેટા સેન્ટર્સની બહુ મોટી જરૂરીયાત ઊભી થઇ છે. આ પ્રોજેક્ટને માઇક્રોસોફ્ટ ફાયનાન્સ પૂરું પાડવાનું છે. માઇક્રોસોફ્ટના જણાવ્યા અનુસાર, હાલમાં જે સૌથી મોટા ડેટા સેન્ટર્સ છે તેનાથી આ સુપર કમ્પ્યુટર ૧૦૦ ગણું વધુ મોઘું હશે. 

ઓપન એઆઇના સેમ ઓલ્ટમેન સાથે સંકળાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુપર કમ્પ્યુટરનો અંદાજીત ખર્ચ ૧૦૦ અબજ ડોલર હશે, પરંતુ પ્રોજક્ટ પુરો થતાં સુધીમાં તે રકમ વધીને ૧૧૫ અબજ ડોલરને વટાવી શકે છે.  સુપર કમ્પ્યુટર પ્રોજેક્ટ માઇક્રોસોફ્ટ અને ઓપન AI છેલ્લા ઘણા સમયથી કામ કરી રહ્યા છે. આ બંનેના સંયુક્ત પ્રોજક્ટના પાંચ તબક્કા છે. સ્ટારગેટ પ્રોજેક્ટ પાંચમો તબક્કો છે. 

ઓપન AI માટે માઇક્રોસોફ્ટે ચોથા તબક્કાનું થોડું કામ કરી આપ્યું હતું. પ્રોજેક્ટના પહેલાં બે તબકકમાં AI ચિપ્સની જરૂર પડી હતી. આ ચિપ્સ ખૂબ મોંધી પડે છે. આવી ચિપ બનાવનાર કંપની એનવિડીયાના સીઇઓએ કહ્યું હતુંકે બ્લેકવેલ બી-૨૦૦ તરીકે ઓળખાતી ચીપ્સ ૩૦થી ૪૦,૦૦૦ ડોલરમાં આવે છે. માઇક્રોસોફ્ટેે આવી ચિપ બનાવવા માટે પ્રયાસ કર્યા છે, પરંતુ વર્તમાન સુપર કમ્પ્યુટરના પ્રોજેક્ટ માટે એનવિડીયા કંપની પર આધાર રાખવો પડે છે. વિવિધ સપ્લાયરો પાસેથી ચિપ્સ મેળવવા પ્રયાસ કરાયા હતા, પરંતુ તેમાં કોઇ પ્રગતિ જોવા મળી નહોતી. ચિપ્સના કારણે જ પ્રોજેક્ટની કોસ્ટ વધવાની સંભાવના ઊભી થઇ છે. 

'ડેટા ઇઝ કિંગ' કહેવા પાછળનો અર્થ એ છે કે ભવિષ્યમાં ટેકનાલોજી ક્ષેત્રે ભરાતું દરેક પગલું ડેટા આધારિત જોવા મળશે. જે કરેક્ટ ડેટા નહીં હોય અને તેને યોગ્ય રીતે સેવ કરવામાં નહીં આવ્યો હોય તો તે બહુ ઉપયોગી નહીં બની શકે. જો તમારા બિઝનેસને ડેટા આધારિત બનાવવો હશે તો ડેટાને ભાવિષ્ય માટે યોગ્ય રીતે સાચવીને રાખવો પડશે. વિશ્વ અનેક તકોથી ભરેલું છે. યોગ્ય તક શોધવા માટે પણ ડેટાની જરૂર પડશે. કોઇ કંપનીને કોઇ નવી પ્રોડક્ટ લોંચ કરવી હશે તો તેની સરખામણીમાં આવતી અન્ય પ્રોડક્ટના ડેટા મેળવવા પડશે. અરે, તેની નિષ્ફળતાઓના ડેટા પણ મેળવવા પડશે. 

હવે જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારીત બિઝનેસ વધ્યા છે એટલે I ડેટા સેન્ટરો પણ વધારવાં પડશે. અનેક દેશો ઇન્ટરનેટ જાયન્ટ કંપનીઓ કેવા પગલાં ભરશે તેના પર નજર રાખી રહી છે. 

આગામી ૧૦થી ૧૪ જૂન સુધી યોજાઇ રહેલી એપલ કોન્ફરન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ આધારીત અનેક પ્રોજેક્ટ વિશે ચર્ચા થશે. દેખીતી રીતે જ આ કોન્ફરન્સમાં છૈં ડેટા સેન્ટર્સ વિશે ચર્ચા પણ થશે. 

 આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ ક્ષેત્રે રોજ નવાં સંશોધનો થઈ રહ્યાં છે. અનેક AI કંપનીઓ રોજ કંઇક ઉપયોગી સંશોધન કરી રહી છે. ફાયનાન્સ ક્ષેત્રે સૌથી વધુ નવાં સંશોધનો થઈ રહ્યાં છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં છૈં સંશોધનો પાછળ તોતિંગ રોકાણ થઈ રહ્યું છે. AIની સ્કિલ ધરાવતા પ્રોફેશનલ્સની મોટી ડિમાન્ડ ઊભી થઇ છે. નાની કંપનીઓ ડેટા સ્ટોરેજ વેચીને આવક કરી શકે છે. AIનો બેઝ એટલે કે વપરાશકારો વધશે તેમ સૌ કોઈ ડેટા એકત્રિત કરવાનો પ્રયાસ કરતાં જોવા મળશે. 

માઇક્રોસોફ્ટ અને ઓપન છૈંના સુપર કોમ્પ્યુટર પ્રોજક્ટને અમેરિકાની અન્ય આઇટી જાયન્ટ કંપનીઓ સપોર્ટ કરી રહી છે. માઇક્રોસોફ્ટ અને ઓપન એઆઇ બંને ડેટાનું મહત્ત્વ સમજે છે, માટે ૧૦૦ અબજ ડોલર જેવું જંગી રોકાણ કરીને સંશોધનને આગળ વધારી રહ્યા છે.

Gujarat