તહેવારો ટાણે વિવિધ ખાદ્યતેલોની આયાત વિષયક સિનારીયો બદલાઈ રહ્યાના સંકેતો
- પ્રસંગપટ
- ઘરઆંગણે પાંચ વર્ષ પછી રાયડા તેલની આયાત શરૂ થઈ
- કોલમ્બીયા તથા ગ્વાટેમાલાનું પામતેલ પણ હવે ભારતમાં ઈમ્પોર્ટ કરવા તખ્તો ગોઠવાયો
દેશના ખાદ્યતેલોના બજારોમાં તાજેતરમાં પ્રવાહો બદલાતા જોવા મળ્યા છે. તહેવારોની મોસમ વચ્ચે બજારોમાં મોસમી માગ તથા ચહલપહલ વધી હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. જો કે માગ વધવા સામે બજારભાવ પણ વધ્યા પછી ફરી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ઉછાળા ઉભરા જેવા આવી રહ્યાનું જણાવતા હતા.દરમિયાન, સૌરાષ્ટ્રના બજારો પણ વધ્યા પછી ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ વિષયક છાશવારે કરાતી જાહેરાતો પર રહી હતી. ચીનનું વેપાર પ્રતિનિધિમંડટળ અમેરિકા ગયાના વાવડ મળ્યા હતા. ઈન્ડોનેશિયા તથા મલેશિયા વૈશ્વિક સ્તરે પામતેલનું કેન્દ્ર સ્થાન ગણાય છે. ઈન્ડોનેશિયાની સરકારે તાજેતરમાં એવો દાવો કર્યો હતો કે અમેરિકાના પ્રમુખે ઈન્ડોનેશિયાના પામતેલ, કોકો તથા રબ્બરની આયાતને ૧૯ ટકા ટેરીફમાંથી મુક્તિ આપી છે. મલેશિયાથી પામતેલની નિકાસ ઓગસ્ટ મહિનાના પ્રથમ ૨૫ દિવસમાં ૧૧થી ૧૬ ટકા જેટલી વધી હોવાનું આઈટીએસ તથા એમ્સ્પેકના સૂત્રોએ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રની વિવિધ મંડીઓમાં નવી મગફળીના ભાવ તાજેતરમાં ૨૦ કિલોના નીચામાં રૂ.૬૫૦થી ૭૦૦ સુધી પણ જોવા મળ્યા હતા.
ચીન તથા પાકિસ્તાને કૃષી ક્ષેત્રે એકમકેનો સહયોગ કરવાનું નક્કી કર્યાના વાવડ મળ્યા હતા. દરમિયાન, મલેશિયા તથા ઈન્ડેનેશિયા દ્વારા પામતેલના ઓફર કરાતા ભાવની સરખામણીે કોલમ્બીયા તથા ગ્વાટેમાલા દ્વારા નોંધપાત્ર ઓછા ભાવોએ પામતેલની ઓફર્સ કરાતાં ભારતના પામતેલના ઘણા આયાતકારો કમ્બોડિયા તથા ગ્વાટેમાલા તરફ વળ્યાના સમાચાર પણ તાજેતરમાં આવ્યા હતા. આ દેશોમાંછી પામતેલનો પ્રથમ ઈમ્પોર્ટ જથ્થો કંડલા બંદર તરફ આવ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. દરમિયાન, ભારતમાં તાજેતરમાં પાંચ વર્ષ પછી રાયડા તેલની ઈંમ્પોર્ટ શરૂ કરાયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દેશના બજારોમાં તાજેતરમાં રાયડા તેલના ભાવ વધી આશરે ૩ વર્ષની ટોચે પહોંચ્યા હતા અને તેના પગલે દરિયાપારથી માલ મંગાવવા તરફ ઈમ્પોર્ટરો વળ્યા હતા. યુનાઈટેડ આરબ અમીરાતના દેશોમાંથી આવું રાડયાનું આશરે છ હજાર તેલ કંડલા બંદરે આવી રહ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા. દેશમાં તાજેતરમાં રાયડા તેલના ભાવ વધી ઉંચામાં ટનના રૂ.૧ લાખ ૬૭ હજાર સુધી પહોંચી જતાં ફેબુ્રઆરી ૨૦૨૨ પછીની નવી ઉંમચી ટોત આ ભાવમાં જોવા મળી હતી તથા આ ભાવ ૧૨ મહિનામાં આશરે ૩૦થી ૩૫ ટકા વધી ગયા હોવાનું બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ભારતમાં સોયાબીન આયાત પણ વધ્યાનું સૂત્રોએ જણાવ્યું હતું. કોલમ્બીયા તથા ગ્વાટેમાલાનું પામતેલ સામાન્ય પણે યુરોપ તથા નોર્થ અમેરિકા તરફ જતું હોય છે.હવે આવું પામતેલ ભારત તરફ પણ આવતું થતાં મલેશિયા તથા ઈન્ડોનેશિયાના પામતેલના નિકાસકારોમાં અજંપો વધ્યાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઈ હતી. કોલમ્બીયા તથા ગ્વાટેમાલાના પામતેલના નિકાસકારો ડિસ્કાઉન્ટના ભાવોએ પામંતેલ તથા વિશ્વ બજારમાં ઓફર કરતાં જોવા મળ્યા હતા. આવા પામતેલનો જથ્થો સપ્ટેમ્બરમાં રવાના થશે તથા ભારતમાં આ જથ્થો ઓકટોબરમાં દિવાળીના તહેવારો વખતે આવવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આ જથ્થો ઓકટોબરમાં કંડલા બંદરે આવવાની શક્યતા બજારમાં ચર્ચાઈ રહી હતી.
દરમિયાન, ભારતમાં ખાદ્યતેલોના ઉદ્યોગમાં ઈન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર હેઠળ ઈનપુટ ટેક્સ ક્રેડિટ કુલ આશરે રૂ.૩૦૦ કરોડની સરકાર પાસેથી રિફંડ લેવાની નિકળે છે. તથા સરકારે વહેલી તકે આ ઈનપુટ ટેક્સ ક્રેડિટ ખાદ્યતેલોના ઉદ્યોગને રિફંડ આપવી જરૂરી હોવાનું ધી સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા દ્વારા સરકારને રજૂઆત કરતા જણાવવામાં આવ્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા હતા. આ પ્રશ્ને તાજેતરમાં કેન્દ્ર સરકારને પણ પાઠવવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, ભારતમાં સોયાતેલની આયાત વાર્ષિક ધોરણે આશરે ૬૦ ટકા વધી છે જયારે તેની સામે દેશમાં પામતેલની આયાત ઘટી તાજેતરમાં પાંચ વર્ષના તળિયે ઉતરી હોવાના સમાચાર મળ્યા હતા.