For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં 400 મિલીયન ઓનલાઇન ગેમર્સ છેઃ ઇસ્પોર્ટના બમણા વ્યૂઅર્સ

Updated: Mar 1st, 2023

Article Content Image

- દરેક ઇસ્પોર્ટમાં ભારોભાર ઉત્તજના ભરી હોય છે

- પ્રસંગપટ

- ઇન્ટરનેટ સાથે પ્રવેશેલા કેટલાક દૂષણોમાં એક  મોબાઇલ ગેમીંગ હશેઃ રમનારા ગુસ્સો કરતા હોય છે

ઓનલાઇન ગેમીંગ એક તરફ યુવા વર્ગમાં વ્યસન બનતું જાય છે તો બીજી તરફ તેમાં હાઇ ફાઇ ટેકનોલોજી અને ફાઇવ-જીનું પીઠબળ વધુને વધુ યુવા વર્ગને પોતાની તરફ ખેંચી રહ્યું છે. એક્ અંદાજ પ્રમાણે ૨૦૨૪માં ભારતના મોબાઇલ ગેમીંગ ઉદ્યોેગ પાંચ અબજ ડેાલરની આવક રળતો થઇ જશે.

અહીં વાત ઇસ્પોર્ટ અને ઓનલાઇન ગેમીંગની છે. ઇસ્પોર્ટ પ્રોફેશનલ ગેમર્સ રમતા હોય છે. તેમાં સ્પર્ધા હોય છે જ્યારે ઓનલાઇન ગેમીંગ એ વિડીયો ગેમ કે મોબાઇલ ગેમ સાથે સરખાવી શકાય.ભારતમાં ૪૦૦ મિલીયન ઓનલાઇન ગેમર્સ છે.

૨૦૨૩માં ગેમીંગ ક્ષેત્રે આવી રહેલા ઉછાળા પાછળ ફાઇવ-જી, ૩૬૦ ડિગ્રી વિડીયો, ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલ્ટી તેમજ વેબ-થ્રી વગેરે મહત્વનો ભાગ ભજવી રહી છે. ગેમીંગ ક્ષેત્રમાં આવેલો ઉછાળો દર્શાવે છે કે નવી ટેકનોલોજીને લોકોએ અપનાવી લીધી છે.

ગેમીંગ માટેના નવા કાયદાઓને ગેમીંગ ઉદ્યોગે અપનાવી લીધા હોય એમ લાગે છે. ભારતના યુવાવર્ગને તો ગેમીંગનું ઘેલું લાગેલું છે પરંતુ હવેતો પાંચ વર્ષના નાના છોકરાં પણ ઓનલાઇન ગેમ ડાઉનલોડ કરીને તે રમતા થઇ ગયા છે. ઓનલાઇન ગેમ રમનારા થોડો સમય પોતાના મનને ડાયવર્ટ કરી શકે છે જેનાથી તે નવા ક્રિએેટીવ કામો કરી શકે છે. 

એવું દર્શાવાય છે કે જીનીયસ લોકો ગેમીંગમાં વ્યસ્ત રહે છે અને પોતાના મનને ચોક્કસ જગ્યા પર પરોવતા હોય છે. સરકારે નવા કાયદામાં ગેમ રમનારની ઉંમર વગેરેને પ્રાધાન્ય આપ્યું છે. તેમાં ડોક્યુમેન્ટ ચકાસાય છે . 

પરંતુ ઇન્ટરનેટ સાથે પ્રવેશેલા કેટલાક દૂષણોના ગેરલાભ વધુ છે. ભવિષ્યમાં તેમાં એક દૂષણનો પ્રવેશ થઇ શકે છે જે મોબાઇલ ગેમીંગ હશે.

આજકાલ પોતાના નાની ઉંમરના  સંતાનોને શાંત રાખવા લોકો મોબાઇલ પર ગેમીંગ શીખવાડી દે છે જેના કારણે ગેમ રમી રહે ત્યાં સુધી શાંતિ રહે.  કહે છે કે ૨૦૨૩ના નાણા વર્ષમાં ગેમીંગ અને ઇસ્પોર્ટના વધતા વ્યાપના કારણે એક લાખ જેટલી જોબ ઉભી થઇ શકે છે. ભારતની ઇસ્પોર્ટને મહત્વ આપવાનું ભારતના યુથ મંત્રાલયે શરૂ કરતાં તેની સાથે સંકળાયેલા સોફ્ટવેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે

માર્કેટના વર્તુળો કહે છે કે માર્ચ ૨૦૨૭ સુધીમાં ઇસ્પોર્ટ ચાર અબજ ડોલરની આવક કરતું થઇ જશે. જે ૨૦૨૨માં એક અબજ ડોલરનું હતું.૨૦૨૦માં કોવિડના સપાટા દરમ્યાન ઓનલાઇન સ્પોર્ટની બોલબાલામાં વધારો થયો હતો. ઘેર બેસનાર દરેક ટાઇમ પાસ કરવા ઓનલાઇન ગેમીંગને અપનાવતા થઇ ગયા હતા. તે સમયમાં યુવા વર્ગ પણ ટાઇમ પાસ કરવા ઇ સ્પોર્ટને પણ અપનાવવા લાગ્યો હતો.

ઓનલાઇન સ્પોર્ટની સદનસીબી અને રમનારની કમનસીબી એ છેકે એકવાર તે સ્પોર્ટ રમતો થાયકે તે તરતજ તેા બીજા સ્ટેજ માટે તૈયાર થઇ જાય છે. 

દરેક ગેમમાં ભારોભાર ઉત્તજના ભરી હોય છે. ઓનલાઇન ગેમીંગ માટેના કન્ટેન્ટસ માટે પણ સોફ્ટવેરના નિષ્ણાતો સતત બ્રેન સ્ટોર્મીંગ કરતા હોય છે. 

કેવી રીતે અને કયા સ્ટેપ પર ગ્રાહકને ગેમ રમવા માટે જકડી રાખવો તે પણ સોફ્ટવેર મારફતે જાણી શકાય છે. ઇસ્પેાર્ટના વ્યૂઅરને જકડી રાખવા તે પણ મહત્વનું છે. ૨૦૧૯થી ૨૦૨૧ દરમ્યાન ઇસ્પોર્ટના વ્યૂઅરની સંખ્યા ડબલ થઇ ગઇ છે.

સરકારે નિયંત્રણો ઊભા કર્યા છે પરંતુ ઓનલાઇન સ્પોર્ટ અને ઇ સ્પોર્ટ બંને ઓનલાઇન વ્યસનો છે અને ભવિષ્યમાં તેના પર વધુ કડક નિયંત્રણો લાદવા પડશે.

Gujarat