Get The App

લીથીયમના ભાવ વધી સવા વર્ષની ટોચે પહોંચતા EV ઉત્પાદકો મુંઝવણમાં મૂકાયા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
લીથીયમના ભાવ વધી સવા વર્ષની ટોચે પહોંચતા EV ઉત્પાદકો મુંઝવણમાં મૂકાયા 1 - image

પ્રસંગપટ

ચીન તરફથી આવતી લીથીયમની સપ્લાય ઘટયાના સંકેતો

ચીન તરફથી આવતી સપ્લાય ઘટતાં બજારમાં તેજીઃ આ વર્ષે જૂન સુધી બજાર નીચી રહ્યા પછી ઝડપી બાઉન્સ બેક થયાના નિર્દેશો

દેશમાં તથા વૈશ્વિક સ્તરે લીથીયમની બજારો તથા ઉદ્યોગ ક્ષેત્રે તાજેતરમાં સમીકરણો ઝડપથી બદલાતા જોવા મળ્યા છે. તાજેતરના વર્ષોમાં વિશ્વ વ્યાપી ધોરણે ઈલેકટ્રીકલ વેહિકલ્સ ઈવીની માગ તથા વપરાશ વાહન ક્ષેત્રે જોવા મળ્યો છે તથા તેના પગલે આ ક્ષેત્ર તરફથી લીથીયમની માગમાં પણ વૃદ્ધી થતી જોવા મળી છે. 

આવા ઈવી વાહનોની બેટરીઝમાં  લીથીયમનો વપરાશ વિશેષરૂપે થતો હોય છે. દરમિયાન, તાજેતરમાં ચીન તરફથી આવતી લીથીયમની સપ્લાય ઘટયાના વાવડ મળ્યા હતા. આની સામે ઈવી ક્ષેત્રની માગ જળવાઈ રહેતાં લીથીયમના ભાવનો અંદાજ હવે ઊંચો બતાવાતો થયો છે.

 લીથીયમના સરેરાશ ભાવ ચાઈનીઝ લીથીયમ કાર્બોનેટ ૯૯.૫૦ ટકાવાળા માલોના ટનદીઠ હવે અંદાજામાંવધી ૧૦૧૦૦ ડોલર આસપાસ બોલાતા થયા છે જ્યારે ચાઈનીઝ લીથીયમ હાઈડ્રોકસાઈડ મોનોહાઈડ્ટના ૫૬.૫૦ ટકાના આવા ભાવ અંદાજામાં વધી ટનના સરેરાશ ૯૫૦૦ ડોલર આસપાસ મૂકાતા થયા છે. લીથીયમ બજારના જાણકારોના  જણાવ્યા મુજબ લીથીીયમ કાર્બોનેટ તથા લીથીયમ હાઈડ્રોકસાઈડ મોનોહાઈડ્રેટનું ઉદ્ગમ સ્થાન બ્રાઈન ડિપોઆસ  (સોલ્ટ લેક્સ) રહ્યું છે તથા હાર્ડ રોક્સ મિનરલ સોર્સ (સ્પોડયુમિન)માંથી પણ આવું લીથીયમ મેળવવામાં આવે છે. 

સ્પોડયુમિનના ભાવ ટનના જે જૂનમાં આશરે ૬૦૦ ડોલર રહ્યા હતા તે વધી તાજેતરમાં ઉંચામાં ૧૦૦૦ ડોલર થઈ ૮૨૦થી ૮૨૫ ડોલર આસપાસ રહ્યાના વાવડ મળ્યા હતા. લીથીયમ હાઈડ્રોકસાઈડના ભાવ ટનના ૭૫૫૦ ડોલરથી વધી ૯૦૦૦ ડોલર સુધી ઉંચામાં ટ્રેડ થતા દેખાયા છે. 

૨૦૨૭ સુધીમાં સ્પોડયુમિનના ભાવ વધતા રહી ટનના ૯૨૦થી ૯૩૦ ડોલર સુધી વાર્ષિક સરેરાશમાં થવાની ગણતરી લીથીયમ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

લીથીયમના બજાર ભાવ વિશ્વ બજારમાં તાજેતરમાં વધી આશરે ૧૪ મહિનાની ટોચે પહોંચી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ૨૦૨૭ સુધીમાં લીથીયમ હાઈડ્રોકસાઈડના ભાવ વધી વાર્ષિક સરેરાશમાં ૧૩૨૫૦ ડોલર આસપાસ થવાની ગણતરી તજજ્ઞાો બતાવી રહ્યા હતા. ચીનના બજારોમાં તાજેતરમાં નવેમ્બરમાં લીથીયમ કાર્બોનેટના વાયદાના ભાવ વધી ટનના ૮૭૦૦૦ યુઆન (ચાઈનીઝ કરન્સી)ની સપાટી કુદાવી ગયા હતા. અમેરિકન ડોલરના સંદર્ભમાં ગણતાં આ ભાવ ટનના ૧૨૨૪૫થી ૧૨૨૫૦ ડોલર રહ્યા હતા. આવી ભાવ વૃદ્ધીએ પાછલા ૧૪ મહિનાનો રેકોર્ડ તોડયો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.

 તાજતેરમાં આ ક્ષેત્રે બેટરીઝ તથા પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર તરફથી માગમાં વિશેષ વૃદ્ધી થઈ હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીથી ગણતાં અત્યાર સુધીમાં આવા ભાવમાં આશરે ૨૨થી ૨૩ ટકાની  વૃદ્ધી થઈ હોવાનું આ સૂત્રોએ જણાવ્યું હતું. 

આ વર્ષે જૂન સુધીના ગાળામાં ભાવ દબાણ હેઠળ રહ્યા પછી જૂન પછીના ગાળામાં ભાવ નીચા મથાળેથી નોંધપાત્ર બાઉન્સ બેક થયાના વાવડ મળ્યા હતા. તાજેતરમાં ભાવ લીથીયમ કાર્બોનેટના ટનના ૧૦૦૧૫ ડોલર તથા લીથીયમ હાઈડ્રોકસાઈડના ૯૫૮૦થી ૯૫૮૫ ડોલર બોલાઈ રહ્યાના વાવડ મળ્યા હતા. ચીનમાં મિનરલ રિસોર્સીઝના નવા નિયમો બનાવવામાં આવતાં જુલાઈ મહિનાથી ચીનમાંથી આવતી આવી સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો હતો તથા તેના પગલે જુલાઈથી નવેમ્બર વચ્ચેના ગાળામાં  ભાવ ખાસ્સા  બાઉન્સ બેક થયાનું તજજ્ઞાોએ જણાવ્યું હતું.

 આ ઉપરાંત ચીન દ્વારા ઓકટોબરમાં લીથીયમ આર્યન બેટરીની સપ્લાય ચેઈન્સમાં નિકાસ અંકુશો લાદજવામાં આવતાં તેની ઈમ્પેક્ટ લીથીયમ બજાર પર દેખથાઈ હતી.

 ૧૮ નવેમ્બરે લીથીયમ કાર્બોનેટમાં ભાવ વધી ટનના ઉંચામાં ૧૨૫૮૫થી ૧૨૫૯૦ ડોલર થયા હતા જ્યારે લીથીયમ હાઈડ્રોકસાઈડના ભાવ વધી ઉંચામાં ટનના ૧૧૨૫૦થી ૧૧૨૫૫ ડોલર થયા હતા.  આવા ભાવ છેલ્લે ૨૦૨૪ના જૂનમાં જોવા મળ્યા હતા. ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં માગમાં આ વર્ષે આશરે ૨૪થી ૨૫ ટકાની વૃદ્ધી થઈ હોવાનું બજારના એનાલીસ્ટોએ જણાવ્યું  હતું. 

જો કે હવે આગળ ઉપર ડિસેમ્બરમાં ઉંચા ભાવોના પગલે સપ્લાય વધવાની તથા તેજી રુંધાવાની અને ભાવમાં ફરી પીછેહટ દેખાવાની શક્યતા પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. ત્રણ વર્ષ અગાઉ વિશ્વ બજારમાં લીથીયમના ભાવ ઉંચામાં ટનના ૮૧ હજાર ડોલરની ઉપર ૮૧૩૭૦થી ૮૧૩૮૦ ડોલર સુધી પહોંચ્યા હતા.