Get The App

સોનાના વાયદાના ભાવમાં રૂ. 1,521 અને ચાંદીમાં રૂ. 817ની નરમાઈઃ ક્રૂડ તેલમાં બેતરફી વધઘટ

- કપાસ, કોટન, એલચી, સીપીઓના વાયદાના ભાવમાં ઘટાડાની આગેકૂચ

- મેન્થા તેલમાં સુધારો

Updated: May 3rd, 2020

GS TEAM

Google News
Google News

પ્રસંગપટ

સોનાના વાયદાના ભાવમાં રૂ. 1,521 અને ચાંદીમાં રૂ. 817ની નરમાઈઃ ક્રૂડ તેલમાં બેતરફી વધઘટ 1 - image

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ ૨૪થી ૩૦ એપ્રિલના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કુલ રૂ.૧,૦૭,૦૬૨.૮૮ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં મંદીનો માહોલ હતો. સોનાનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧,૫૨૧ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૮૧૭નો ઘટાડો થયો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર ચાલ વાયદાના ભાવમાં હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેતરફી વધઘટ તી, જ્યારે નેચરલ ગેસ ઘટીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, રૂ (કોટન), એલચી, સીપીઓમાં સાર્વત્રિક નરમાઈની આગેકૂચ ચાલુ રહી ભાવ વધુ ઘટયા હતા, જ્યારે મેન્થા તેલમાં સુધારો હતો.

કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૩૨૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૬,૯૦૦ અને નીચામાં રૂ.૪૪,૭૪૦ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૬,૪૨૭ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૫૨૧ (૩.૨૮ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૪,૯૦૬ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો મે વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૬૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૯૨ (૨.૧૦ ટકા) ઘટી રૂ.૩૬,૮૩૬ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૭,૯૩૮ અને નીચામાં રૂ.૩૬,૭૮૦ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો મે વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૬૪ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૦૯ (૨.૩૪ ટકા) ઘટી બંધમાં રૂ.૪,૫૫૮ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪,૭૦૫ અને નીચામાં રૂ.૪,૫૫૧ બોલાયો હતો. સોનું-મિની મે વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૪૯૧ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૬,૮૫૦ અને નીચામાં રૂ.૪૪,૨૦૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૮૨૮ (૩.૯૩ ટકા)ના ઘટાડા સાથે બંધમાં રૂ.૪૪,૬૪૭ના ભાવ થયા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૪૧,૮૨૩ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૨,૭૭૬ અને નીચામાં રૂ.૪૦,૬૦૦ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૧,૮૦૬ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૮૧૭ (૧.૯૫ ટકા) ઘટી રૂ.૪૦,૯૮૯ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૨,૮૫૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૩,૪૮૭ અને નીચામાં રૂ.૪૧,૫૫૫ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૪૨,૮૫૨ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૦૩૯ (૨.૪૨ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૪૧,૮૧૩ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૨,૯૮૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૩,૫૬૦ અને નીચામાં રૂ.૪૧,૬૪૬ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૦૩૮ (૨.૪૨ ટકા) ઘટી બંધમાં રૂ.૪૧,૯૪૦ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ મે વાયદો કિલોદીઠ રૂ.૪૦૧ ખૂલી, સપ્તાહના અંતે ૧૫ પૈસા (૦.૦૪ ટકા) સુધરી રૂ.૪૦૩.૪૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો મે વાયદો કિલોદીઠ રૂ.૯૩૩.૮૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬.૪૦ (૦.૬૯ ટકા) ઘટી બંધમાં રૂ.૯૨૨.૬૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો મે વાયદો કિલોદીઠ રૂ.૧૩૪.૩૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૨૦ (૧.૬૪ ટકા) ઘટી રૂ.૧૩૧.૯૫, સીસું મે વાયદો રૂ.૧૩૩.૫૫ ખૂલી, સપ્તાહના અંતે કોઈ ફેરફાર વગર રૂ.૧૩૩.૫૦ અને જસત મે વાયદો રૂ.૧૪૯.૨૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨.૩૫ (૧.૫૯ ટકા) વધી રૂ.૧૫૦.૬૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૧,૩૪૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૪૨૩ અને નીચામાં રૂ.૭૯૫ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૨૬ (૨.૦૨ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૧,૩૧૫ના ભાવ થયા હતા, જ્યારે ક્રૂડ તેલનો જૂન વાયદો રૂ.૧,૭૮૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૪૧ (૮.૨૦ ટકા) ઘટી રૂ.૧,૫૭૯ થયો હતો. નેચરલ ગેસનો મે વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૪૮.૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫ (૩.૩૫ ટકા) ઘટી રૂ.૧૪૪.૨૦ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧૫૫.૧૦ અને નીચામાં રૂ.૧૩૬ બોલાયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો મે વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૬,૬૨૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૬,૬૨૦ અને નીચામાં રૂ.૧૬,૦૫૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૧૬,૬૬૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૩૧૦ (૧.૮૬ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૧૬,૩૫૦ના સ્તરે બંધ થયો હતો.

કપાસનો એપ્રિલ-૨૦ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૯૮૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૯૮૬ અને નીચામાં રૂ.૯૩૫ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૨ (૧.૨૩ ટકા) ઘટી રૂ.૯૬૫.૫૦ના સ્તરે બંધ થયો હતો.

ક્રૂડ પામતેલ (સીપીઓ)નો મે વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૬૧૮.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૨.૪૦ (૨ ટકા) ઘટી રૂ.૬૦૯ બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૬૨૮ અને નીચામાં રૂ.૫૯૨ બોલાયો હતો.

એલચીના વાયદાઓમાં જૂન વાયદો કિલોદીઠ રૂ.૧,૬૫૦ ખૂલી, સપ્તાહના અંતે આ વાયદો રૂ.૧૨૮.૧૦ (૭.૭૮ ટકા) ઘટી રૂ.૧,૫૧૭.૯૦ના સ્તરે બંધ થયો હતો.

મેન્થા તેલનો મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૧,૧૫૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૧૯૨ અને નીચામાં રૂ.૧,૧૩૩ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૩.૯૦ (૨.૯૬ ટકા) વધી બંધમાં રૂ.૧,૧૭૮.૯૦ના ભાવ થયા હતા.

Tags :