ક્રૂડ પામતેલમાં 1,17,920 ટનના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીનો માહોલ
- કપાસ, કોટન, એલચીમાં પણ સુધારોઃ મેન્થા તેલમાં નરમાઈ
પ્રસંગપટ
- સોનામાં રૂ.૪૯૩ અને ચાંદીમાં રૂ.૧,૦૧૨ની વૃદ્ધિઃ જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં ઘટાડોઃ ક્રૂડ તેલમાં બેતરફી વધઘટ
દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ પર ૮થી ૧૪ મેના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં કુલ રૂ.૧,૧૦,૯૪૫.૩૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદામાં ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯૩ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૧,૦૧૨ વધ્યા હતા. જસત સિવાયની તમામ બિનલોહ ધાતુઓ ઘટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેતરફી વધઘટ સામે નેચરલ ગેસ ઘટીને બંધ થયું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૧,૧૭,૯૨૦ ટનના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીનો માહોલ હતો. કપાસ, કોટન, એલચીમાં સુધારાનો સંચાર થયો હતો, જ્યારે મેન્થા તેલમાં નરમાઈ વાયદાના ભાવમાં હતી.
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૩૭૭ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૬,૭૯૫ અને નીચામાં રૂ.૪૫,૫૦૧ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૬,૧૬૧ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૪૯૩ (૧.૦૭ ટકા)ના ઉછાળા સાથે રૂ.૪૬,૬૫૪ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો મે વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૭,૦૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૪૪ (૧.૧૯ ટકા) વધી રૂ.૩૭,૭૩૨ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૩૭,૭૭૦ અને નીચામાં રૂ.૩૭,૦૦૦ બોલાયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો મે વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૪,૬૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૯ (૧.૪૯ ટકા) વધી બંધમાં રૂ.૪,૬૯૮ના ભાવ થયા હતા. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪,૭૧૮ અને નીચામાં રૂ.૪,૫૮૫ બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૬,૦૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૬,૭૩૫ અને નીચામાં રૂ.૪૫,૫૨૭ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૪૮૪ (૧.૦૫ ટકા)ની વૃદ્ધિ સાથે બંધમાં રૂ.૪૬,૬૩૧ના ભાવ થયા હતા.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૪૩,૧૩૩ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૪,૨૪૭ અને નીચામાં રૂ.૪૨,૭૩૯ના સ્તરને સ્પર્શી, આગલા સપ્તાહનાં રૂ.૪૩,૧૨૩ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૦૧૨ (૨.૩૫ ટકા) ઉછળી રૂ.૪૪,૧૩૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૩,૪૭૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૪,૫૯૦ અને નીચામાં રૂ.૪૩,૧૫૫ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૪૩,૪૯૪ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૦૨૧ (૨.૩૫ ટકા)ની ભાવવૃદ્ધિ સાથે રૂ.૪૪,૫૧૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો જૂન વાયદો કિલોદીઠ રૂ.૪૩,૭૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૪૪,૬૮૬ અને નીચામાં રૂ.૪૩,૨૬૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૦૩૪ (૨.૩૭ ટકા) વધી બંધમાં રૂ.૪૪,૬૦૭ના ભાવ થયા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ મે વાયદો કિલોદીઠ રૂ.૪૦૮ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪.૫૫ (૧.૧૨ ટકા) ઘટી રૂ.૪૦૨.૨૫ બંધ થયો હતો, જ્યારે નિકલનો મે વાયદો કિલોદીઠ રૂ.૭૩૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫ (૧.૬૧ ટકા) ઘટી બંધમાં રૂ.૯૧૪.૬૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો મે વાયદો કિલોદીઠ રૂ.૧૩૧.૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૨૫ (૦.૯૫ ટકા) ઘટી રૂ.૧૩૦.૩૫, સીસું મે વાયદો રૂ.૧૩૨.૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧.૭૫ (૧.૩૨ ટકા) ઘટી રૂ.૧૩૦.૭૫ અને જસત મે વાયદો રૂ.૧૫૪.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૬૫ (૦.૪૨ ટકા) વધી રૂ.૧૫૫ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો મે વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૧,૮૨૭ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨,૦૬૮ અને નીચામાં રૂ.૧,૭૭૬ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૨૨૦ (૧૨ ટકા)ના ઉછાળા સાથે બંધમાં રૂ.૨,૦૫૪ના ભાવ થયા હતા, જ્યારે નેચરલ ગેસનો મે વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૪૫.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૭ (૧૧.૬૮ ટકા) ઘટી રૂ.૧૨૮.૬૦ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૧૪૫.૮૦ અને નીચામાં રૂ.૧૨૧.૭૦ બોલાયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના ત્રણેય વાયદા ગાંસડીદીઠ રૂ.૧૪૦થી રૂ.૨૦૦ની રેન્જમાં ઊછળ્યા હતા. કોટનનો મે વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૫,૬૬૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૫,૯૪૦ અને નીચામાં રૂ.૧૫,૪૦૦ના મથાળે અથડાઈ, આગલા સપ્તાહનાં રૂ.૧૫,૫૩૦ના બંધ સામે સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧૪૦ (૦.૯૦ ટકા)ના ભાવવધારા સાથે રૂ.૧૫,૬૭૦ના સ્તરે બંધ થયો હતો.
ક્રૂડ પામતેલ (સીપીઓ)ના ત્રણેય વાયદા ૧૦ કિલોદીઠ રૂ.૧૫.૪૦થી રૂ.૨૫.૫૦ સુધી વધ્યા હતા. સીપીઓનો મે વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૫૮૦.૨૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૫.૫૦ (૪.૪૨ ટકા) વધી રૂ.૬૦૨.૭૦ બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૬૧૧ અને નીચામાં રૂ.૫૭૭.૪૦ બોલાયો હતો.