For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની શાળાઓમાં જૂદી-જૂદી 55 બોલીને વિષય તરીકે ભણાવો

Updated: Mar 2nd, 2023

Article Content Image

મહેર, વાઘેર, સિંધી, કચ્છી, આદિવાસી સમાજ સહિત રેડ ઝોનની શાળાઓને ગ્રીન ઝોનમાં લાવવા સરકાર પ્રયત્ન કરતી હોય તો સમર્થન કરવું પડે : કોંગ્રેસી ધારાસભ્ય

પોરબંદર, : પોરબંદરના ધારાસભ્યએ 55 સ્થાનિક બોલીઓને પ્રોત્સાહન આપી વિષય તરીકે ભણાવવા વિધાનસભામાં માગણી ઉઠાવી છે.ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પોરબંદરની સ્થાનિક બોલી સ હિત 55 સ્થાનિક બોલીઓને પ્રોત્સાહન અને વિષય તરીકે ભણાવવા માંગ કરી હતી. પોરબંદરની શાળાઓને રેડ ઝોનમાંથી બહાર કાઢવા પ્રયત્ન કરવા અને તે પ્રયત્નોમાં સરકારે સમર્થન આપવાની ખાતરી આપી હતી. 

ગુજરાત વિધાનસભામાં ફરજિયાત ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 ઉપર ચર્ચા દરમિયાન પોરબંદરની સ્થાનિક બોલી અને પોરબંદર જિલ્લામાં શિક્ષણની સ્થિતિનો મુદ્દો રજૂ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતીમાં ભણવું એટલે મગન માધ્યમ એમ કહેવાતું. સરકારે માતૃભાષાથી આગળ વધીને પોરબંદરના મહેર, ઓખા મંડળના વાઘેરો, જામનગર તરફના સિંધીઓ, કચ્છના કચ્છીઓની અને આદિવાસીઓ સહિત આપણી 55 બોલીઓને સાચવવા અને વિકસાવવા માટે ખાસ જોગવાઇ કરવી જોઇએ તેમજ આ બોલીઓને પણ વિષય તરીકે બાળકોને ભણાવવો જોઇએ.

વિધાનસભામાં જણાવ્યું હતું કે મેં પોતે મારા વિસ્તારની શાળાઓની મુલાકાત લઇને શિક્ષણના સ્તરની સમીક્ષા કરી છે અને સમગ્ર પોરબંદર જિલ્લો રેડઝોનમાં આવે છે ત્યારે તેના વિસ્તારની શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકાર પ્રયત્ન કરતી હોય ત્યારે મારે સમર્થન કરવું પડે. સરકારને વિનંતી છે કે સરકાર સમગ્ર ગુજરાતની શાળાઓ ગ્રીન ઝોનમાં આવે અને ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશના ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન મેળવે તે માટે પ્રયત્ન  કરે તો અમે સરકારને સમર્થન આપીશું. વિદેશમાં વસેલ પોરબંદરનાં લોકોને યાદ કરતાં જણાવ્યું હતું કે પોરબંદરના અનેક લોકો આફ્રિકામાં જઇને વસ્યા અને ત્યાં તેઓ ગુજરાતી ભાષાને વળગી રહ્યાં છે, જેના કારણે આજે આફ્રિકાના અનેક વિસ્તારોમાં ગુજરાતી ભાષા વિષય તરીકે ભણાવવામાં આવે છે. જો વિદેશમાં જઇને પણ ગુજરાતી પરિવારો ગુજરાતી ભાષાને વળગી રહી શકતા હોય તો આપણે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં લેવાનો આગ્રહ કેમ ના રાખી શકીએ ?

Gujarat