Updated: Apr 18th, 2023
નકલી કાર્ડ નામે સીમકાર્ડ એક્ટિવેટ થયાના કૌભાંડનો પર્દાફાશ 34 સીમકાર્ડ અલગ - અલગ વ્યક્તિના નામે એક્ટીવેટ કરાયા : રાણાવાવ પોલીસ દ્વારા શખ્સની ધરપકડ
પોરબંદર, : રાજ્યભરમાં નકલી નામે સીમકાર્ડ એક્ટીવેટ થયાના કૌભાંડનો રેલો પોરબંદરના રાણાવાવ ગામે પણ આવ્યો છે કે જ્યાં એક શખ્સે પોતાના પુત્ર અને પરીવારના સભ્યોના ફોટા પાડી ૩૪ સીમકાર્ડ એક્ટિવેટ કર્યાનું બહાર આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી હતી.
એ.ટી.એસ.એ સીમકાર્ડ અંગે ઈનપુટ આપ્યા હતા. જેમાં સીમકાર્ડ વેચતા પીએસઓ (પોઈન્ટ ઓફ સેલ) ડિટઈલ આપી હતી. સીમકાર્ડ વેચતા પીઓએસ અલગ અલગ વ્યક્તિના નામે સીમકાર્ડ એક્ટિવ કરવા સીએએફ (કોમન એપ્લિકેશન ફોર્મ) વિગતો ભરતા હતા. સીમકાર્ડ વેચતા લોકો ગ્રાહકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને તેની વિગતો સીએએફમાં ભરતા હતા બાદમાં તેના પરીવારના સભ્યોના ફોટોગ્રાફ્સ અપલોડ કરીને સીમકાર્ડ ખરીદી લેતા હતા તેવા કૌભાંડનો રાણાવાવમાં પણ પર્દાફાશ થયો છે. જેમાં રાણાવાવના મહેર સમાજ પાસે સ્ટેશન રો પર આરામગૃહની સામે રહેતા સુરેશ ગિરધર જોષી પોતે પ્રમોટર તરીકે વોડાફોન કંપનીના સીમકાર્ડ માટે ડેમોના મોબાઈલ દ્વારા રાણાવાવમાં અલગ અલગ જગ્યાએ છત્રી રાખી વર્ષ ૨૦૨૨થી અત્યાર સુધીમાં પોતાની પાસે આ કંપનીના સીમકાર્ડની ખરીદી માટે આવતા ગ્રાાહકોના આધારકાર્ડનો ફોટો પાડી ડેમો ફોનમાં ઓનલાઈન કસ્ટમર એપ્લીકેશન ફોર્મમાં ગ્રાહકની વિગત ભરી ગ્રાહકના ફોટાની જગ્યાએ તેના પુત્ર જશવંત સુરેશ જોષી તથા પરીવારના અન્ય સભ્યોના ફોટા પાડીને તેને અપલોડ કરી પીઓએસ એજન્ટ તરીકે પોતાનો તથા પરીવારના સભ્યોના ફોટા પાડી આર્થિક લાભ માટે અને કંપની સાથે વિશ્વાસઘાત કરી બનાવટી સીએએફને ખરા તરીકે કંપનીમાં મોકલી ઓનલાઈન વેરીફીકેશન કરાવી કુલ 34 સીમકાર્ડ અલગ અલગ વ્યક્તિઓના નામે એક્ટિવેટ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલતા સુરેશ જોષીની પોલીસ દ્વારા આકરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
પોલીસની તપાસમાં તેણે એવું કબુલ્યું હતું કે તેને કંપની તરફથી સીમકાર્ડ વેચાણ કરવાના એક મહિનાના રૂ. 8500 પગાર મળતો હોય તેમજ એક સીમકાર્ડ વેચાણ કરતી વખતે કંપનીમાં ચાલતી સ્કીમ મુજક રૂ.૫૦થી રૂ.૧૦૦ સુધી કમિશન મળતું હોય. કંપની તરફતી અઠવાડીયામાં એક દિવસ આપવામાં આવે ત્યારે વધુ સીમનું વેચાણ કરવાનું હોય તેમજ એક પી.ઓ.એસ.ના ડેમો સીમકાર્ડમાંથી એક મહિનામાં ઓછામાં ઓછું ૧૦૦ સીમકાર્ડ વેચાણ થવું જોઈએ. જે ટારગેટ પુરો કરવો જરૃરી હોય. જેથી જ્યારે કોઈ અજાણી વ્યક્તિ આ કંપનીનું સીમકાર્ડ લેવા આવે ત્યારે તેના ડોક્યુમેન્ટની કોપી સ્કેન કરી મોબાઈલમાં રાખી લઈ બાદ પી.ઓ.એસ. અજન્ટ તરીકે મારા ઘરના સભ્યોના નામે ડેમો સીમકાર્ડ ઈસ્યુ કરેલ હોય તે ડેમો સીમકાર્ડ તથા મારા નામેના ડેમોના સીમકાર્ડમાં માહિતી ભરી લઈ તેમાં મોબાઈલમાં રાખેલ ડોક્યુમેન્ટ મુજબ સી.એ.એફ. ભરી લઈ અને ગ્રાહકના ફોટોગ્રાફ્સના બદલે પોતાના જ પરીવારના સભ્યોના ફોટોગ્રાફ્સ નાખૅયા હોવાથી રાણાવાવ પોલીસમાં તેની સામે ગુન્હો નોંધાયો છે અને ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.