ભારે વરસાદને લીધે પોરબંદરના 97 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
- 125 ફીડરો બંધ, 58 વીજ થાંભલા તથા 6 ટીસી ધરાશાયી
- 54 ટીમો દ્વારા સમારકામ
પોરબંદર, રાજકોટ, તા. 6 જુલાઈ, 2020, સોમવાર
પોરબંદર શહેર અને જિલ્લામાં ભારે વરસાદને લીધે ૯૭ ગામોમાં વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ૧૫૪ ફીડરો બંધ થયો હોવાથી ૫૪ ટીમો દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તો ૫૮ જેટલા થાંભલા અને ૬ જેટલા ટીસી પણ જમીનદોસ્ત થયા છે.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદના કારણ કુલ ૧૨૫ જેટલા ફીડર બંધ થયા હતા. જેના સમારકામ માટે પીજીવીસીએલની કુલ ૫૪ ગેંગ સતત કાર્યરત હતી. જેમાં હાલ વાડી વિસ્તારના ૩૬ જેટલા ફીડર બંધ હાલતમાં છે. બાકીના તમામનું સમારકામ કરાયું છે. કુલ ૯૭ જેટલા ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જે હાલ પૂર્વવત કરાયો છે.
એ સિવાય કુલ ૫૮ જેટલા વીજપોલ ધરાશાયી થયા છે. જ્યારે ૬ જેટલા ટીસી ધરાશાયી થયા છે. કુલ છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર જિલ્લામાં કુલ ૭૪૦ જેટલી વિવિદ કમ્પ્લેઈન આવી છે. જેમાં મુખ્યત્વે વાયરો તૂટી જવા, સર્વિસ વાયરો તૂટી જવા સહિતની હતી. જેમાંથી મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ કરી દેવામાં આવ્યું હતું