Get The App

ગુફામાં રેતી ઉપર ટપકતા પાણીનાં ટીપામાંથી સ્વયંભૂ શિવલીંગનું નિર્માણ

- રાણાવાવની પ્રાચીન જાંબુવંતી ગુફાનું વિશિષ્ટ મહાત્મ્ય

- અલભ્ય ગુફામાં અનેક શિવલીંગો ઉપરાંત જમણો શંખ, સ્વયંભૂ જલધારા અને ભગવાન શ્રીકૃષ્ણને ચમકતો મણી અર્પણ કરતું ચિત્ર

Updated: Aug 30th, 2018

GS TEAM


Google News
Google News
ગુફામાં રેતી ઉપર ટપકતા પાણીનાં ટીપામાંથી સ્વયંભૂ શિવલીંગનું નિર્માણ 1 - image

પોરબંદર,તા.30 ઓગષ્ટ 2018,ગુરૂવાર

પોરબંદરના બરડા ડુંગર અને તેની ગોદની આસપાસ અનેક પ્રવાસ પર્ટયન સ્થલો વિકસેલા છે. તેમાંની એક જાંબુવન ગુફામાં શીવભકતો, પ્રવાસીઓ અને ઈતિહાસકારોને આપોઆપ ખેંચી લાવે તેવા ઉપરની ધરતીમાંથી નીચે ગુફામાં ટપકતા પાણીના ટીંપામાંથી બનતા નેક સ્વયંભુ શીવલીંગોનું પણ આકર્ષણ અનોખુ છે અને શ્રાવણ મહિના દરમિયાન હજ્જારો શિવભક્ત અહીંયા ઉમટી પડે છે.

અમરનાથની ગુફામાં જેમ કુદરતી રીતે બરફનું શીવલીંગ બને છે તેમ આદિત્યાણા નજીક આવેલી જાંબુવન ગુફામાં ઉપરથી પાણીના ટીંપા અંદરની માટી અને રેતીમાં પડે છે ત્યારે અનેક સ્વયંભુ શીવલીંગો રચાઈ જાય છે.

જમીનની અંદર આવેલી આ ગુફામાં અનેક શીવલીંગ ઉપરાંત જમણો શંખ, સ્વયંભુ જલધારા અને જાંબુવન પોતાની પુત્રી જાંબુવંતી તથા ચમકતો મણી ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરે છે તેનું ચિત્ર પણ અહીં લોકદર્શનાર્થે મુકાયું છે. ઉનાળાના આકરા તાપમાં પણ ગુફાની અદંર ખુબ ઠંડક રહે છે અને શ્રધ્ધાળુઓ ત્યાં પહોંચીને શીવભક્તિ સાથે રોમાંચ અનુભવે છે.

આ ભોંયરામાંની ઝીણી રેતીને સૂર્યના પ્રકરાશમાં બહાર લાવી જોવામાં આવે તો તેમાં સોનેરી ઝાયવાળુ અબરખનું મિશ્રણ જોવા મળે છે. આ વિસ્તારના ગ્રામજનો એવું માને છે કે આ માટીમાં સોનાના કણો ભળેલા છે. 

આ પ્રકારના શિવલિંગો માત્ર ચૂનાના પાણીના ટપકવાથી બને છે. ખડકોની છતમાંથી એકધારી રીતે હજારો વર્ષ સતત ટપકયા પછી આવું સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે.

આ ઉર્ધ્વસ્તંભ અને અદ્સ્તંભના સ્વયંભુ શિવલિંગની પ્રાપ્તિથી આ ગુફા આપોઆપ હજારો વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન સહેલાઈથી થઈ શકે છે.

Tags :