સંસ્કૃત ભાષામાં લખાયેલા 18 પૂરાણનું માતૃભાષા ગુજરાતીમાં રૂપાંતર કરો
પોરબંદરમાં માતૃભાષા દિવસ નિમિત્તે સૂર વ્યક્ત કરાયો : માતૃભાષા દિવસ નિમિત્તે વ્યાખ્યાન તથા કવિ સંમેલન યોજાતા ઉગતા કવિઓથી માંડી અનુભવી કવિગણના સર્જને ભારે દાદ મેળવી
પોરબંદર, : સંસ્કૃતમાં લખાયેલા અઢાર પુરાણના ગુજરાતી ભાષામાં રૂપાંતર થાય તો માતૃભાષા મહોત્સવ સફળ થયો ગણાશે એટલું જ નહી પરંતુ અંગ્રેજોએ જેટલા પ્રયાસો સંસ્કૃત ભાષા અને સંસ્કારોને બચાવવા માટે કર્યા હતા તેટલા પ્રયાસો ભારતીયો દ્વારા કરવામાં આવ્યા નથી. તેવી ચિંતા સેવીને પોરબંદરના ઇતિહાસવિદ નરોતમભાઈ પલાણે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે પોતાના ભાવ પ્રગટ કર્યા હતાં.
ગુજરાત સાહિત્ય અકાદમી, જીલ્લા રોજગાર કચેરી અને નવરંગ સાહિત્ય સંગીતકલા પ્રતિષ્ઠાનનાં સંયુક્ત ઉપક્રમે માતૃભાષા દિવસ નિમિતે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે વ્યાખ્યાન અને કવિ ંસમેલન યોજાયા હતાં. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા ઇતિહાસવિદે નરોતમભાઈ પલાણે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી જૂની ભાષા સંસ્કૃતમાં લખાયેલા અઢાર પુરાણો આપણી સાચી સંસ્કૃતિ અને ભારતની ઓળખ પ્રગટ કરે છે, પરંતુ કમનસીબી એ છે કે ગુજરાતી ભાષામા ંતેનું અનુવાદ આટલા વર્ષો પછી પણ થઈ શક્યું નથી, એ બાબત ચિંતાજન્માવે છે તેવી છે, તેથી અઢારે પુરાણોનો જો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવે તો સાચાઅર્થમાં આ પ્રકારના માતૃભાષા મહોત્સવ સાર્થક થયા ગણાશે.
ગુજરાતી ભાષાની વિશેષતો છે કે તે અગાઉ અન્ય ભાષા સાથે જોડાયેલી હતી. મારૂગુર્જર ભાષામાંથી મારૂ એટલે મારવાડી અને ગુર્જર એટલે ગુજરાતી એમ. બે ભાષાઓ કાળક્રમે વિકાસ પામી અને ત્યારબાદ ગુજરાતી ભાષાના આદ્યકવિ નરસિંહ મહેતા જેવા કવિઓથી માંડીને અનેક સાહિત્યકારોએ ભાષા સાહિત્યના જતન અને સંવર્ધન માટે યોગદાન આપ્યું છે, તો બીજી બાજુ અલગ પડેલા રાજસ્થાનના સંત અને સાહિત્યકાર જામ્ભોજીએ મારવાડી ભાષાના વિકાસ માટે ખુબ મહત્વનું યોગદાન આપ્યું છે. પોરબંદરના એડીશનલ કલેકટર રેખાબા સરવૈયા એ તેમના ઉદબોધનમાં વિશ્વ માતૃભાષા દિવસનો ઈતિહાસ રજુ કરીને એવી માહિતી આપી હતી કે, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાનો વિચાર સૌથી પહેલા બાંગ્લાદેશમાંથી આવ્યો હોવાનું જણાવી રસપ્રદ વિગતો આપી હતી. આ પ્રસંગે યોજાયેલા કવિ સંમેલનમાં ઉગતા કવીઓથી માંડી અનુભવી કવિગણના વિવિધ સર્જને લોકોની ભારે દાદ મેળવી હતી. ોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓએ આ કાર્યક્રમને મનભરીને માણ્યો હતો.