For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

17.34 કરોડના ખર્ચે થનારૂ દરિયા મહેલનુ બીજા તબક્કાનુ રીસ્ટોરેશન

Updated: Mar 13th, 2023

Article Content Image

પોરબદરના મહારાણાએ માતુશ્રીના સ્મરણાર્થે સરકારને સોપેલી અમાનત જર્જરિત ઐતિહાસિક ઇમારતના સમારકામ માટે આદોલન બાદ તત્ર દ્વારા પ્રથમ તબક્કાના કામ માટે 7.31  કરોડની ફાળવણી થઇ હતી 

પોરબદર, : પોરબદરના મહારાણાએ શૈક્ષણિક હેતુ માટે પોતાના માતુશ્રીના સ્મરણાર્થે દરિયા મહેલ સરકારને સોપ્યો છે, જે જર્જરિત બની ગયો હતો અને ત્યા સરકારી બીએડ અને એમ.એડ. કોલેજ કાર્યરત હતી. પરતુ જર્જરિત ઇમારતને કારણે તેનુ સ્થળાતર થયુ હતુ. આ ઇમારતના નવિનીકરણ માટે પ્રથમ ફેઝમા રૂપિયા 7 કરોડ 31 લાખ જેવી રકમ સરકારે મજુર કરી હતી, જે પૂર્ણ થયા બાદ બીજા ફેઝમા રૂપિયા 17 કરોડ 34 લાખ 90,000નુ ટેન્ડર બહાર પડયુ છે.

પોરબદરના મહારાણા નટવરસિહજીએ દરિયા મહેલ તરીકે ઓળખાતી આ બિલ્ડીગ શૈક્ષણિક હેતુ માટે રામબાના સ્મરણાર્થે સરકારને સોપી હતી અને એવુ જણાવ્યુ હતુ કે જે રીતે મારી માતાએ મારો ઉછેર કર્યો તેવી રીતે તમે આ બિલ્ડીગની જાળવણી કરજો. આ મહેલમા મહારાણાનુ બચપન વિત્યુ હતુ. 83 એકરમા ફેલાયેલ આ સમગ્ર વિસ્તાર સરકારને સોપવામા આવ્યો હતો અને આરજીટી કોલેજ કાર્યરત થઇ હતી. પરતુ કેટલાક વર્ષો બાદ પીડબલ્યુડીના તત્રએ જાળવણી કરવાની ખાસ કોઇ દરકાર નહી લેતા ધીમે ધીમે એ ઐતિહાસિક ઇમારત ભગાર બની ગઇ હતી.

પોરબદરની જુદી જુદી સસ્થાઓ દ્વારા આરજીટી કોલેજ બચાવો ઝુબેશ શરૂ થઇ હતી અને આદોલન કરાતા ઇમારતના સમારકામ માટે જીસીઇઆરટી કચેરી દ્વારા પ્રથમ ફેઝની કામગીરી માટે 7 કરોડ 31 લાખ જેવી ગ્રાન્ટ સર્વશિક્ષા અભિયાન કચેરીને ફાળવેલ હતી. તે રકમમાથી ઇમારતના રીસ્ટોરેશનની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઇ હતી.

આરજીટી કોલેજના ફેઝ-2ના કામ માટે શિક્ષણ વિભાગ દ્વારા 17 કરોડ 34 લાખ 90,000 રૂપિયાનુ ટેન્ડર બહાર પડયુ છે. તા. 10 એપ્રિલ સુધીમા સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા બહાર પડાયેલ આ ટેન્ડરની કામગીરીની બીડ સ્વીકાર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે અને બીજા તબક્કાની રિસ્ટોરેશનની કામગીરી શરૂ થશે.

સીમેન્ટ- રેતીના ઉપયોગ વગર નિર્માણ થયુ છે 

અત્યારની બિલ્ડીગો થોડા વર્ષોમા જર્જરીત બની જાય છે, તેમા પણ દરિયાઇ પટ્ટી ઉપર આવેલા પોરબદરમા ક્ષારને કારણે ઇમારતોને ભેજ લાગી જાય છે. પરતુ 100 વર્ષ કરતા જુના આ દરિયા મહેલની દિવાલો ખૂબ મજબૂત યથાવત પરિસ્થિતિમા એટલા માટે જોવા મળી છે કે, તેમા સીમેન્ટ કોક્રીટ રેતીનો ઉપયોગ થયો નથી અને તેથી રિસ્ટોરેશનની પહેલા ફેઝની કામગીરીમા ક્યાય પણ તેનો ઉપયોગ કરવામા આવ્યો નથી. અડદ, ગુદ, ગોળ, મેથી લાઇમસ્ટોન સહિતની ચીજવસ્તુઓ દ્વારા પેસ્ટ બનાવીને તેના માધ્યમથી નિર્માણ થયુ હતુ. અને કોતરણી પણ યથાવત પરિસ્થિતિમા કરવામા આવી હતી.

Gujarat