3 કલાકમાં જ આશરે 1 લાખ જેટલી માતબર રકમ પોલીસે વસુલી
- પાટણમાં વાહન ચાલકો દંડાયા
- ભાજપના એક આગેવાન અને નિગમના સદસ્ય એ સીટ બેલ્ટ ના બાધતા 1000નો દંડ
પાટણ તા. 16 સપ્ટેમ્બર 2019, સોમવાર
રાજયમાં આજથી મોટર વહિકલ એકટ નો અમલ થતા લોકોમાં નારાજગી
સાથે દંડનાત્મક કાર્યવાહીનો ભોગ બનવું પડયું હતું. ભાજપના એક આગેવાન અને નિગમના એક
સદસ્ય પણ ટ્રફિક ભંગમાં ઝડપાયા હતા.પાટણ પોલીસે કુલ 1 લાખનો દંડ ફટકાર્યો હતો.
ટ્રાફિકના નિયમો ચુસ્તપને અમલ કરાવા આજે પાટણ જિલ્લા
ટ્રાફિક પોલીસ તેમજ સીટી ટ્રાફિક પોલીસએ સયુંકત રીત ડ્રાઇવ શરૃ કરતા માત્ર 2 જ
કલાકમાં અંદાજે 1 લાખની આવક દંડ સ્વરૃપે મળી હતી. મોટા ભાગે હેલમેટમાં ખુબજ મોટા
પાયે લોકો દંડાયા હતા.આજની આ કાર્યવાહી માં ભાજપના એક આગેવાન અને એક નિગમમાં સદશ્ય
તરીકે રહેલા રેવાભાઇ દેસાઇ એ કાર ચલાવતા સીટ બેલ્ટ બાંધ્યા ના હતો ત્યારે તેઓ પણ
કેમેરામાં ઝડપાયા હતા. અને તેમને પણ 1000 નો દંડ નાછુટકે અને કમને કચવતા મને ભરવો
પડયો હતો.
આમ દિવસ દરમ્યાન પ્રજા ટ્રાફિકના નીયમોમાંથી છટકવા અથવા ચર્ચા કરતા નજરે પડયા હતા. બીજી
બાજુ પાટણમાં હેલ્મેટના કાણાબજાર સાથે સ્ટોક ખુટી પડયો હતો.આજથી આ ટ્રાફિક શિસ્તનો
કોરડો વકીલ શિક્ષિકા બહેનો તેમજ નજીકમાં થઈ આવતા ગ્રામજનો પણ ભોગ બન્યા હતા. લગભગ
1 વાગ્યા સુધીમાં પાટણ ડીસા અને શિહોરી હાઇવે પર બાઇક ચાલકો રોડ પરથી ફરકી શક્યા ન
હતા. શિહોરી 3 રસ્તા થિ આગળ પાલડી પો મોટાભાગ ના વાહનચાલકો નો જમાવડો થઈ ગયો હતો.