પાટણ, તા.10 અોકટોમ્બર, 2018, બુધવાર
પાટણ શહેરમાં રળિયાતનગરમાં આવેલા આરાધના ફલેટમાં ર૦૧૪ માં એક
પરિણીત મહિલાએ તેના પતિના ત્રાસથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે કેસમાં
પતિને મરવા માટે દુષ્પ્રેરણ કરવાના આરોપસર પતિને પાંચ વર્ષની કેદની સજા ફટકરાઈ હતી.
પાટણના આરાધના ફલેટના
મકાન નં. ૬ માં રહેતા ફાલ્ગુનભાઈ ઉૃફે સુરેશભાઈ સોનીની પત્ની મૈત્રી તા.૮-ર-ર૦૧૪ ના
રોજ સાંજે ૭ વાગ્યાના મુમારે પોતાના ફલેટમાં પંખા સાથે દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા
કરી લીધી હતી.
આ બનાવ અંગે મરનાર મૈત્રીનો ભાઈ હિરેન મધુસુદનભાઈ શાહે મરનારના પતિ ફાલ્ગુન
સામે મહિલાને મરવા માટે દુષ્પ્રેરણ કરવા અને તેને મારઝુડ કરી શારીરીક માનસીક ત્રાસ
આપતા તેણે આત્મહતયા કરી તેવી ફરીયાદ કરી હતી. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધ્યો હતો.
આ કેસ ચાલી જતા પાટણના સેસન્સ જજ કુ.કે.આર. પ્રજાપતિએ બંને પક્ષોની
દલીલો સાંભળીને આરોપી પતિને પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી.


