Get The App

ઐતિહાસિક પાટણ પર કોનું પ્રભુત્વ સ્થપાશે?

Updated: Apr 10th, 2019

GS TEAM

Google News
Google News
ઐતિહાસિક પાટણ પર કોનું પ્રભુત્વ સ્થપાશે? 1 - image



પાટણ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ૧૯૬૭થી ૨૦૦૪ સુધી એસસી અનામત બેઠક રહી હતી. ૨૦૦૯થી સામાન્ય બેઠકમાં સમાવેશ થયો છે. પાટણમાં કોંગ્રેસની સ્થિતિ સારી હોવા છતાં જુથવાદ વકર્યો હોવાથી તેની અસર ચૂંટણીમાં પડે તેમ છે.

પાટણ લોકસભા બેઠક પર આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ મંડાયો છે. કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરત ડાભી હાલ તો ધોમધખતા તાપમાં પ્રચાર કાર્યમાં લાગ્યા છે. આ બેઠક ઉપર ૪.૫૦ લાખ ઠાકોર મતદારોનો પ્રભુત્વ હોવાથી પ્રતિસ્પર્ધિ રાજકીય પક્ષના ઉમેદવારો વચ્ચે રસપ્રદ ચૂંટણી બની રહેશે.

પાટણ જિલ્લામાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો જોવા મળે છે. ૧૯૬૭થી ૨૦૦૪ સુધી એસસી અનામત બેઠક રહી હતી. ૨૦૦૯થી સામાન્ય બેઠકમાં સમાવેશ થયો છે. ૨૦૧૪માં ભાજપના ૮૩ વર્ષીય લીલાધર વાઘેલા કોંગ્રેસના ભાવસિંહ રાઠોડ સામે વિજેતા બન્યા હતા. તેમણે આ વખતે પણ ચૂંટણી લડવા દાવેદારી નોંધાવી હતી.

પરંતુ ભાજપના મોવડીઓએ તેમનું પત્તુ કાપી ખેરાલુના વર્તમાન ધારાસભ્ય ભરત ડાભી પર પસંદગી ઉતારતાં તેમનું વલણ આ ચૂંટણીમાં કેવું રહે છે તે જોવું રહ્યું. વળી સાંસદ તરીકે લીલાધર વાઘેલાની નિષ્ક્રિયતા ભાજપ માટે નબળુ પાસુ બન્યું છે. આ ઉપરાંત રેલવેના પ્રશ્નો, ઔદ્યોગિક વસાહત, બેરોજગારી, નર્મદા કેનાલમાં વારંવાર પડતા ગાબડાં, દુષ્કાળની પરિસ્થિતિ તેમજ વિકાસના કામોને લાગેલી બ્રેક ચૂંટણીમાં હારજીત નક્કી કરશે. 

પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી. જોકે કેટલાક સભ્યોએ બળવો કરતાં હાલ કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપના પ્રમુખ સત્તાસ્થાને છે. આ બેઠકમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠકોમાં ત્રણ કોંગ્રેસ, ત્રણ ભાજપ અને ૧ અપક્ષ ધારાસભ્ય ચુંટાયા છે. જ્યારે ચાર તાલુકા પંચાયતમાં ભાજપ અને ત્રણ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે.

૧૯૯૫ પછી ભાજપને બેઠક પર સરસાઈ મળી  છે. ૨૦૧૪માં ૧ લાખથી વધુ મતોથી જીત થઈ હતી. ૨૦૧૫થી ૨૦૧૭ સુધી સત્તાધારી પક્ષ ભાજપને પાટીદાર આંદોલન, ખેડૂત પ્રશ્નો, બેરોજગારી અને એન્ટી ઈન્કમ્બન્સીને કારણે જીતની ટકાવારી ઘટતી ગઈ. પાટણ જિલ્લાના સળગતા પ્રશ્નોમાં ખેડૂતને સિંચાઈ માટે પાણી નથી. 

પાટણમાં કોંગ્રેસની સ્થિતિ સારી હોવા છતાં જુથવાદ વકર્યો હોવાથી તેની અસર ચૂંટણીમાં પડે તેમ છે. વળી કોંગી નેતાગીરી સામે પ્રેસર ટેકનિક અપનાવી પોતાનું ધાર્યું કરતા રાધનપુરના ધારસભ્ય અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના શું કરે છે તેની પર સૌની મીટ મંડાઈ છે. બીજી તરફ, ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરત ડાભીને ચૂંટણી મેદાનમાં ઉતારતા રસાકસીભર્યા ચૂંટણી જંગ મંડાયો છે

મતદારો

૧૭૯૭૯૩૩

સ્ત્રી મતદારો 

૮૬૩૮૨૪

પુરુષ મતદરો 

૯૩૪૦૮૬

મતદાન મથકોની કુલ બિલ્ડીંગો

૧૨૫૧

મતદાન મથક કેન્દ્ર  

૨૦૧૦૪


વર્તમાન સાંસદનું રીપોર્ટ કાર્ડ
પાટણ લોકસભા બેઠક પરથી ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના લીલાધર વાઘેલા ચુંટાયેલા છે. પરંતુ ચુંટાયા બાદ તેઓની નિષ્ક્રિયતા અને લોકો સાથે સંપર્ક ન હોવાથી ભાજપને તેની અસર થાય તેવી વકી છે. આ ઉપરાંત જિલ્લા પંથકમાં વિકાસના કોઈ નોંધપાત્ર કામો થયા ન હોવાથી પ્રજામાં નારાજગી પ્રવર્તી રહી છે. લોકસભામાં ૬૦ ટકા હાજરી રહી છે અને પોતાના કાર્યકાળમાં ૧૧ પ્રશ્નો પુછેલા છે.

બેઠકની વિશેષતા
પાટણ લોકસભા બેઠકની વિશેષતા એ રહી છે કે આ બેઠક પર ૩.૫૦ લાખ ઠાકોર મતદારો નિર્ણાયક ભુમિકામાં છે. આ વખતે કોંગ્રેસ અને ભાજપમાંથી આ જ સમાજમાંથી ઉમેદવારોની પસંદગી ઉતારવામાં આવેલ છે. ગ્રામીણ મત વિસ્તાર હોવાથી મતદારો કોઈપણ રાજકીય પક્ષને પોતાના મન કળવા દેતા નથી.

વિધાનસભા બેઠકો

કાંકરેજ

ભાજપ

કિર્તિસિંહ વાઘેલા

રાધનપુર

કોંગ્રેસ

અલ્પેશ ઠાકોર

ચાણસ્મા

ભાજપ

દિલીપજી ઠાકોર

પાટણ

કોંગ્રેસ

કિરીટ પટેલ

સિધ્ધપુર

કોંગ્રેસ

ભરતજી ઠાકોર

ખેરાલુ

ભાજપ

ભરતજી ડાભી


સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા

પાટણ જિલ્લા પંચાયત

કોંગ્રેસ

ચાણસ્મા તાલુકા પંચાયત

ભાજપ

પાટણ તાલુકા પંચાયત

કોંગ્રેસ

સિધ્ધપુર તાલુકા પંચાયત

ભાજપ

રાધનપુર તાલુકા પંચાયત

કોંગ્રેસ

કાંકેરજ તાલુકા પંચાયત

ભાજપ

વડગામ તાલુકા પંચાયત

કોંગ્રેસ

ખેરાલુ તાલુકા પંચાયત

ભાજપ


અસરકર્તા પરિબળો

જાતિવાદ અને જ્ઞાાતિવાદનું ફેક્ટર

ઠાકોર મતદારોનું પ્રભુત્વ

રેલવે લાઈનના પ્રશ્નો

ઔદ્યોગિક વસાહતોનો અભાવ

આયારામ ગયારામની સ્થિતિ

લોકસભા સીટના પરિણામો 

ક્રમ વર્ષ નામ મેળવેલ મતો નામ મેળવેલ મતો

(૧) ૧૯૫૭ મોતીસિંહ બહાદુરસિંહ ઠાકોર ૧૩૧૮૦૨ વિજય માધવલાલ ત્રિવેદી ૯૦૪૫૮

(૨) ૧૯૬૨ પુરુષોત્તમદાસ આર. પટેલ ૧૨૫૭૯૭ કાન્તિપ્રસાદ જયશંકર યાજ્ઞિાક ૫૭૭૮૪

(૩) ૧૯૬૭ ડી.આર. પરમાર ૧૪૦૭૫૪ એસ.આર. સોલંકી ૧૨૫૭૫૩

(૪) ૧૯૭૧ ખેમચંદ એસ. ચાવડા ૧૩૮૪૭૦ ડાહ્યાભાઈ રામજી પરમાર ૮૪૯૮૮

(૫) ૧૯૭૭ ખેમચંદ એસ. ચાવડા ૧૮૨૯૭૩ પૂનમચંદ મીઠાભાઈ વણકર ૧૦૯૪૦૭

(૬) ૧૯૮૦ હિરાલાલ રણછોડદાસ પરમાર ૧૨૩૮૬૪ ખેમચંદ એસ. ચાવડા ૧૨૧૧૧૦

(૭) ૧૯૮૪ પૂનમચંદ એમ. વણકર ૧૮૩૦૫૨ ખેમચંદ એસ. ચાવડા ૧૭૬૨૬૫

(૮) ૧૯૮૯ ખેમચંદ એસ. ચાવડા ૩૪૬૫૬૨ યોગેન્દ્ર મકવાણા ૧૩૩૫૦૮

(૯) ૧૯૯૧ મહેશ કનોડીયા ૨૦૪૧૧૫ નરેન્દ્રકુમાર મુળજી પરમાર ૧૫૯૬૦૬

(૧૦) ૧૯૯૬ મહેશ કનોડીયા ૧૮૦૭૬૧ લેઉવા પુનમચંદ મોહનલાલ ૯૧૯૩૮

(૧૧) ૧૯૯૮ મહેશ કનોડીયા ૨૯૩૮૦૦ ચાવડા મહેન્દ્રકુમાર ખેમચંદ ૧૬૪૨૮૧

(૧૨) ૧૯૯૯ પ્રવિણ રાષ્ટ્રપાલ ૨૪૬૭૯૮ મહેશ કનોડીયા ૨૨૯૬૭૧

(૧૩) ૨૦૦૪ મહેશ કનોડીયા ૨૭૩૯૭૦ પ્રવિણ રાષ્ટ્રપાલ ૨૫૦૩૪૬

(૧૪) ૨૦૦૯ જગદીશ ઠાકોર ૨૮૩૭૭૮ ભાવસિંહ ડી. રાઠોડ ૨૬૫૨૭૪

(૧૫) ૨૦૧૪ લીલાધર વાઘેલા ૫૧૮૫૩૮ ભાવસિંહ ડી. રાઠોડ ૩૭૯૮૧૯

Tags :