Get The App

રાધનપુરમાં પોણો ઈંચ વરસાદ પડતાં સરકારી દવાખાના નજીક પાણી ભરાયા

- મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતાં

- નગરપાલિકાની ઉદાસીનતાથી દર્દીઓને હાલાકી

Updated: Jun 27th, 2019

GS TEAM

Google News
Google News
રાધનપુરમાં પોણો ઈંચ વરસાદ પડતાં સરકારી દવાખાના નજીક પાણી ભરાયા 1 - image

રાધનપુર, તા. 26 જૂન 2019, બુધવાર

રાધનપુર ખાતે તા.૨૫મીની મોડી રાત્રે એકોક પવન સાથે વરસાદ શરુ થયો હતો. કડાકા ભડાકા સાથે શરૂ થયેલ વરસાદને કારણે જોતજોતામાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. અડધો કલાકમાં 17 મીમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો. રાધનપુરમાં પોણો ઈંચ જેટલો પડેલ વરસાદને કારણે સરકારી તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. નગરમાં આવેલ સરકારી કચેરીઓ તરફ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું હતું. જ્યારે રેફરલ હોસ્પિટલના પ્રવેશ દ્વારા આગળ વરસાદી પાણી ભરાવવાને કારણે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મામુલી વરસાદમાં જાહેર માર્ગો ઉપર ફેલાયેલ કીચડને કારણે નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી.

Tags :