ખાખડીમાં ઘરમાંથી રોકડ તથા મુદ્દામાલ સહિત 1.24 લાખની ચોરી
- પોલીસના રાત્રીપેટ્રોલિંગના દાવા વચ્ચે સોના ચાંદીના દાગીના અને રોકડનો તસ્કરો હાથફેરો કરી ગયા
હારીજ,
તા.2
હારીજ તાલુકાના ખાખડી ગામે તસ્કરો ત્રાટકયા હતા.જયાંથી ગત
રાત્રીના સમયે કોઇ અજાણ્યો ઇસમ ઘરમાં પડેલ વિવિધ મુદ્દામાલ અને રૃા . ૫૦,૦૦૦ / - સહિત કુલ
રૃા . ૧,૨૪,૦૦૦ / - ની મતાની
ઉઠાંતરી કરી પલાયન થઇ હતો .
હારીજ તાલુકાના ખાખડી ગામે રહેતા જયરામજી ઠાકોર પરીવારના સભ્યો સાથે ઘરના આંગણમાં સુઇ ગયા હતા ત્યારે તા .૨૫-૦૬-૨૨ ના સવારના છ વાગ્યે તેમની પત્નિ જાગી જતાં ખબર પડી કે ઘર ખુલ્લુ પડેલ હત.ુ અને ઘરમાં વાસણો વેરણ - છેરણ હાલતમાં પડેલા હતા . ત્યારબાદ ઘરમાં પ્રવેશ કરી નજર કરતાં ઘરમાં રહેલા બે લોખંડના ટંક ( પેટીઓ ) હતી તે જોવા મળી ન હતી .
જેથી આજુબાજુ તપાસ કરતાં ઘરની
પાછળની દિવાલે આવેલ ખેતરમાં બે ટંક પડેલા હતા અને કપડા વેરવિખેર હતા ટંકમાં રહેલ
રૃ ।. ૫૦,૦૦૦ / -
અને ૫૦૦ ગ્રામ વજનના ચાંદીના કડલા નંગ -૨ જેની આશરે કિંમત રૃા . ૨૦,૦૦૦ / - તથા ૩૦૦
ગ્રામની પગની ચાંદીની ઝાંઝરી નંગ -૨ જેની કિં . રૃ ।. ૧૨,૦૦૦ / - તથા અડધો
તોલા સોનાનું કડુ નંગ ૦૧ જેની આશરે કિંમત રૃ ।. ૩૨૦૦૦/- તથા અડધા તોલાની હાંસડી
નંગ -૦૧ જેની આશરે કિંમત રૃા . ૨૦,૦૦૦ / -
તથા ૫૦ ગ્રામ વજનનું ચાંદીનું મંગલસૂત્ર જેની કિં . રૃ ।. ૨,૦૦૦ / - મળી કુલ
રૃા . ૧,૨૪,૦૦૦ નો મુદ્દામાલ
કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી જઇ ભાગી ગયો હતો . આ બાબતની જાણ હારીજ પોલીસ સ્ટેશને
કરતાં ફરીયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે .