Get The App

સિધ્ધપુરના નિદ્રોડા ગામે 2000થી વધુ ચામાચીડીયા હોવાથી ભયનો માહોલ

- કોરોના વાઇરસ ચામાચીડીયામાં જોવા મળતો હોવાની અફવાથી

- ચીનમાં વુહાનમાં ચામાચીડિયા પર પ્રયોગ કરતા હોવાથી આ વાયરસ ફેલાયો હોવાના સમાચારને લઇ તાત્કાલિક નિકાલ કરવા માંગ

Updated: Apr 20th, 2020

GS TEAM

Google News
Google News
સિધ્ધપુરના નિદ્રોડા ગામે 2000થી વધુ ચામાચીડીયા હોવાથી ભયનો માહોલ 1 - image


પાલનપુર તા. 20 એપ્રિલ 2020, સોમવાર

કોરોના વાયરસ સૌ પ્રથમ ચીનના વુહાન શહેરમાં ફેલાયો હતો. તે પછી ચીને દાવો કર્યો હતો કે વાયરસ જંગલી જાનવારોના બજારમાંથી માનવીમાં ફેલાયો હતો. ત્યારબાદ હકીકત સામે આવી હતી કે આ વાયરસ ચામાચીડીયામાં જોવા મળતો હોવાથી ચામાચીડીયામાંથી સંક્રમણ માનવીમાં ફેલાયું હશે. તેવું સામે આવ્યા પછી વુહાનથી એક લેબોરેટરી સામે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા હતા.

જેને લઇ સિધ્ધપુરના નિદ્રોડામાં ૨૦૦૦થી પણ વધુ ચામાચીડીયા વસવાટ કરતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ખાસ કરીને ચામાચીડીયાના કારણે નવો કોઇ વાયરસ ગામમાં ન ફેલાય તે માટે તાત્કાલિક તેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઇ ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા અનેક પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં કોરોના મહામારીનો આંકડો ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના પોઝીટીવ ૧૫ કેસ નોંધાયા છે. ખાસ કરીને ચીનમાં વુહાન શહેરમાં આવેલી લેબોરેટરીમાં ચામાચીડીયા પર પ્રયોગ કરતા હોવાથી આ વાયરસ ફેલાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

જેને લઇ સિધ્ધપુર તાલુકાના નિદ્રોડા ગામમાં એક માજી પોતાના ઘરમાં છેલ્લા ૪૦વર્ષથી ૨૦૦૦થી પણ વધુ ચામાચીડીયા સાથે વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને લોકોમાં એ પ્રશ્નો ઉભો થયો છે કે જો આ વાયરસ ચામાચીડીયાના સંક્રમણને કારણે ફેલાતો હશે તો ગામમાં નવી કોઇ બીમારી ન ફેલાય તે માટે તાત્કાલિક તેને દુર કરવા માંગ કરવામાં આવી રહી છે. 

2000થી વધુ ચામાચીડીયા ધરાવતા ઘરનો સર્વે કરાયોઃ સરપંચ

આ અંગે નેદ્રાડા ગામના સરપંચ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે ચીનમાં વુહાનમાં ચામાચીડીયા પર વાયરસનો પ્રયોગ કરવામાં આવતો હોવાથી વાયરસ ફેલાયો હોવાના સમાચારના પગલે તાત્કાલિક ૨૦૦૦થી વધુ ચામાચીડિયા વસવાટ કરતા ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ઘરમાં ચામચીડયાનું મળ મુત્ર પડયું હોવાથ દુર્ગંધ મારી રહ્યું છે. જેથી અમોએ અગાઉ પણ તંત્રને જાણ કરી હતી જોકે હવે આને લઇ ગામમા ંકોઇ બીમારી ફેલાશે તો જવાબદાર કોણ રહેશે.

Tags :