સિદ્ધપુર હાઇવે દેથળી ચાર રસ્તા પાસે ડિવાઈડર પર ટ્રક ચઢી જતા પલ્ટી મારી
સિદ્ધપુર,તા.15 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર
સિદ્ધપુર હાઇવે દેથળી ચાર રસ્તા પાસે એક ટ્રક ના ડ્રાઇવરએ ટ્રક પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક ડિવાઈડર પર ચઢી જતા ટ્રક પલ્ટી મારી ગઈ હતી જયારે સદ્નસીબે કોઈ જાનહાની થઇ ન હતી.
સિદ્ધપુ હાઇવે વહેલી સવારે એક રાજસ્થાની ટ્રક મહેસાણા તરફ જઈ રહી હતી તે દરમિયાનમાં દેથળી ચાર રસ્તા પાસે ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ચાર રસ્તા પાસે આવેલ એક ડિવાઈડર પર ચઢી ગયી હતી . જેમાં ડિવાઈડર પર ચઢી જતા આખી ટ્રક પલ્ટી મારી ગઈ હતી તેમજ ટ્રકમાં પડેલ સામાન પણ નીચે રસ્તામાં વેર વિખેર થઇ જવા પામ્યો હતો. જયારે ટ્રકના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી અને બાજુમાં બેસેલ ટ્રક ના કંડકટર બચી ગયો હતો. તેમજ સદ્નસીબે મોટી જાનહાની ટળી હતી. હાઇવે પર થોડો ટ્રાફિક જામ થઇ ગયા બાદ ખુલ્લો પણ થઇ ગયો હતો.