પાટણ લોકસભા પર કોંગ્રેસની જીત થવાની અટકળો હવામાં ઓગળી ગઇ
- પાટણમાં મતગણતરીના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા ત્યાંસુધી 19745 મતોથી ભાજપનો ઘોડો વિનમાં
- જીત માટે 30થી 35 હજાર મતની સરસાઈ રહેવાના એંધાણ
પાલનપુર, તા. 23 મે 2019 ગુરુવાર
પાટણ લોકસભા બેઠક પર મતગણતરીના પાંચ રાઉન્ડ બાદ ભાજપનો ૧૯૭૪૫ મતોથી ઘોડો વિન તરફ આગળ ધપી રહ્યો છે. જોકે મત ગણતરી પહેલા કોંગ્રેસ ૨૦ હજાર મતની લીડથી જીતશે તેવા રાજકીય નેતાઓ દાવા કરી રહ્યા હતા પરંતુ મતગણતરી બાદ ભાજપની આગેકૂચથી દાવોઓ હવામાં ઓગળી ગયા હોઇ તેવુ લાગી રહ્યું છે.
પાટણ લોકસભા બેઠક પર સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ થઇ હતી. જેમાં પ્રથમ બેલેટ પેપરની મતગણતરી બાદ ઇવીએમમાં મતદારનની ગતણતરી શરૃ કરાઇ હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં પાટણ લોકસભાની સાત વિધાનસભાઓમાં ભાજપને લીડ મળતા ૧૦૫૦૧ મતોથી ભાજપના ભરતસિંહ ડાભી કોંગ્રેસના જગદીશ ઠાકોરથી આગળ રહ્યા હતા. દસ વાગ્યા સુધીમાં ગણતરીના પાંચ રાઉન્ડ પૂર્ણ થતા ભાજપને ૬૩૯૬૩ અને કોંગ્રેસને ૪૪૨૧૮ મત મળતા ભાજપ ૧૯૭૪૫ મતોની આગળ ચાલી રહ્યો છે. આમ સતત પાંચ રાઉન્ડમાં ભાજપની આગેકુચથી ઉમેદવાર અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટણ લોકસભામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે ત્યારે હાલમાં સમગ્ર લોકસભાના પરિબળો, રાજકીય વર્તુળો સાથે લોકસંપર્ક અને સામાજિક સમીકરણોની વાત કરીએ તો ૨૦૦૯માં જગદીશ ઠાકોર ૨૦ હજાર આસપાસ મતોથી ભાજપને હરાવી લોકસભા સાંસદ તરીકે ચુંટાઈ આવ્યા હતા અને પાટણ લોકસભા બેઠક પર સૌથી મોટું વોટબેંક ઠાકોર સમાજનું છે ત્યારે બન્ને ઠાકોર સમાજના ઉમેદવાર હોવાછતાં ભરતસિંહ ડાભીએ સમાજના મોટાભાગના વર્ગ સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે સંપર્ક કર્યો હોવાનું મનાય છે ત્યારે હાલમાં લોકસભામાં કોંગ્રેસ કરતા ભાજપના ભરતસિંહ ડાભીનું પલ્લુ ભારે જોવા મળી રહ્યું છે. જેનો જંગી લીડથી વિજય થવાની શકયતા સેવાઇ રહી છે. મતદાન બાદ પાટણ જિલ્લામાં એવી અટકળો વહેતી થઇ હતી કે કોંગ્રેસે અંદાજે 20થી 3 હજાર મતોની લીડ મેળવી જીતશે પંરતુ મોદી લહેરમાં કોગ્રેસની આશા ઠગારી નિવડી હોઇ તેવું ચિત્ર સામે આવી રહ્યું છે.