Get The App

પાટણ જિલ્લામાં કોરોના આંક 26 પર પહોંચ્યો, ભીલવણમાં વધુ ત્રણ કેસ

- ભીલવણની પ્રથમ કોરોનાગ્રસ્ત 65 વર્ષીય મહિલાના કુટુંબના ક્લોઝ કોન્ટેક્ટના ત્રણ લોકો સપડાયા

- બે પુરુષ અને એક મહિલાને કોરોના

Updated: May 11th, 2020

GS TEAM

Google News
Google News
પાટણ જિલ્લામાં કોરોના આંક 26 પર પહોંચ્યો, ભીલવણમાં વધુ ત્રણ કેસ 1 - image

પાલનપુર,તા.10 મે 2020, રવિવાર

સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં રવિવારે વધુ ત્રણ દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગામને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. જેમાં અગાઉ ૨૪ એપ્રિલના રોજ ભીલવણ ગામની ૬૫ વર્ષીય મહિલા કોરોનામાં સપડાઈ હતી. ત્યારે રવિવારે કુટુંબના વધુ ત્રણ વ્યક્તિઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાટણ જિલ્લામાં છેલ્લા ૬ દિવસથી કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ ન નોંધાતા આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્ર કંઈક અંશે રાહત અનુભવી રહ્યા હતા. ત્યારે રવિવારે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં એક સાથે વધુ ત્રણ કેસ પોઝીટીવ મળી આવતા હડકંપ મચી ગયો હતો. જેમાં ભીલવણ ગામમાં અગાઉ એક ૬૫ વર્ષીય મહિલા બીમાર પડતા સારવાર માટે અમદાવાદ ગઈ હતી. જ્યાં ૨૪ એપ્રિલના રોજ રિપોર્ટ કરવામાં આવતા કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારે આજે ૧૬ દિવસ બાદ ૬૫ વર્ષીય મહિલાના કુટુંબમાં તેનો ૩૫ વર્ષીય દિકરો તેમજ તેના ેક બીજા દિકરાનો ૧૯ વર્ષીય પુત્ર તેમજ તેની દિકરીની ેક ૧૭ વર્ષીય પુત્રી કોરોનામાં સપડાયા છે. જેને લઈ ગામમાં ઘર નાનું હોય બધા સાથે રહેતા હતા અને વારંવાર સંપર્કમાં આવ્યા હોવાના કારણે ત્રણેય વ્યક્તિઓ કોરોનામાં સપડાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઈ સરસ્વતી તાલુકામાં કુલ આઠ પોઝીટીવ કેસ સાથે પાટણ જિલ્લામાં કુલ આંક ૨૬ પર પહોંચી જવા પામ્યો છે.

પાટણ ધારપુર ખાતે ૧૫ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું

આ અંગે ધારપુર હોસ્પિટલના ડીન યોગેશાનંદે જણાવ્યું કે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે રવિવારે પ્રથમવાર એક પ્લેટમાં ૧૫ દર્દીઓનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાં કોરોનાનો કુલ આંક 26 પહોંચ્યો

પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૨૬ કેસ નોંધાયા છે. જેમાં સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર શહેરમાં ૨, નેદ્રામાં ૧૨, તાવડીયા અને ઉમરૃમાં ૧-૧ કેસ નોંધાયો છે. તો સરસ્વતી તાલુકામાં ભીલવણમાં ૦૫, દેલિયાથરામાં ૨, કાતરા સમાલ ૧ જ્યારે ચામસ્મા શહેર હારીજના દુનાવાડામાં ૧-૧ મળી કુલ આંક ૨૬ પહોંચ્યો છે.

પાટણ જિલ્લામાં શંકાસ્પદ 39 દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ

પાટણ જિલ્લામાં કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૮૪૬ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૫૧૭, કોવીડ કેર સેન્ટર દેથળી ખાતે ૧૮૯, કોવીડ હેલ્થ સેન્ટર રાધનપુર ખાતે ૮૪, જનતા હોસ્પિટલ પાટણ ખાતે ૫૬, યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ૧ તથા સિવિલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે ૧ વ્યક્તિના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૨૬ દર્દીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ૭૮૪ દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ તેમજ શંકાસ્પદ ૩૯ દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ રહેવા પામ્યો છે.

જિલ્લાના 26 પૈકી 9 દર્દીઓ સારવાર હેઠળ

પાટણ જિલ્લામાં અત્યાર સુધી ૨૬ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં સિદ્ધપુરના લુકમાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ૧૫ દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. તો એક દર્દી અમદાવાદ ખાતે દાખલ છે. જ્યારે ૯ દર્દીઓ પાટણ ધારપુરખાતે સારવાર લઈ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

Tags :