Get The App

ચાણસ્માનું 1200 વિઘાનું ખોખલા તળાવ સૂકુભઠ બન્યું

- નજીકમાંથી નર્મદા યોજનાની પેટા કેનાલ પસાર થાય છે

- ખોખલા, મણિયારી, મેસરા, છમીસા, મીઠી ઘારીયાલ સહિતના ખેડૂતોને સિંચાઇના પાણીના લાભ મળી શકે છે

Updated: Jun 1st, 2020

GS TEAM

Google News
Google News
ચાણસ્માનું 1200 વિઘાનું ખોખલા તળાવ સૂકુભઠ બન્યું 1 - image


ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે પાટણ જિલ્લા પંચાયત હસ્તકનું આસરે ૧૨૦૦ વીધામાં પથરાયેલું સિંચાઇ તળાવ નર્માદાના પાણીથી ભરવામાં ન આવતાં આજેપણ ખાલીખમ ભાસે છે. આ તળાવમાંથી આજુબાજુના પાંચેક જેટલા ગામોની આશરે ૨૦૦૦ વિઘા જમીનો સિંચાઇનો લાભ મળે છે. બાજુમાંથી જ નર્મદાની કેનાલ પસાર થતી હોવા છતાં હજુ સધી તળાવમાં પાણી ભરવામાં આવતુ નથી સરકાર એકબાજુ તાલુકાના અન્ય નાના જળાશયોમાં પાણી ભરે છે. ત્યારે આ વિશાળ તાળવામાં પાણી નહીં ભરવા માટે શું તર્ક હોઇ શકે તે અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. 

ખોખલા ગામે વિશાળ સિંચાઇ તળાવ આવેલું છે. છેલ્લા ત્રણેક વર્ષથી ચોમાસામાં અપુરતા વરસાદના કારણે આ તળાવ વરસાદી પાણીથી ભરાતું નથી. આ તળાવમાંથી ખોખલા, મણિયારી, મેસરા, છમીસા, મીઠા-ઘારીયાલ સહિતના ગામોના ખેડૂતો તળાવના પાણીથી સિંચાઇનો લાભ મેળવે છે. પાટણ જિલ્લાનું આ વિશાળ સિંચાઇ તળાવ હોવા છતાં નર્મદાના નીરથી પાણી ભરવા માટે તંત્ર દ્વારા ઉદાસીનતા સેવાઇ રહી છે. પરિણામે લોકો અને પશુઓને પીવાના પાણીની હાડમારી સાથે સિંચાઇ લાભથી ખેડૂતોને વંચિત રાખવામાં આવે છે. આ તળાવ છીછરૃ હોઇ પુરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો નથી. અને તળાવ ખોદકામ કરી ઉડુ કરવાની કોઇ કામગીરી પાટણ જિ.પં.દ્વારા હાથ ધરાતી નથી. 

તળાવની નજીકમાંથી જ નર્મદાની પેટાકેનાલ પસાર થાય છે. જેમાંથી પાણી ભરવા લોકોની વારંવારની રજુઆત હોવા છતાં સરકારી તંત્રના બહેરાકાને આ વાત સંભળાતી નથી. સ્થાનિક ધારાસભ્ય સમક્ષ પણ તળાવમાં પાણી ભરવા વિસ્તારના ખેડૂતો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં તેનું કોઇજ પરિણામ મળ્તુ નથી. 

સ્થાનિક ગ્રામજનોના વિરોધના કારણે નર્મદાનું પાણી ભરવાનું કામ ખોરંભે 

ખોખલ તળાવની હદમાં સ્થાનિક ખેડૂતો વર્ષ દરમિયાન વિવિધ રોકડિયા પાક તેમજ અનાજ અને ઘાસચારાનું વાવેતર કરી મોટી ઉપજ લે છે. ચોમાસુ પાણી ઓછુ ભરતાં ખાલી થયેલ તળાવના પેટાળમાં ખેડૂતો પમ્પિંગ મશીનરીથી વર્ષોથી વાવેતર કરે છે. જો નર્મદાનું પાણી બારેમાસ સંપૂર્ણ ભરેલુ રેહ તો તળાવના પેટાળમાં વાવેતર કરવાની સેવા છીનવાઇ જવાના ભયથી સ્થાનિક ગ્રામ પંચાયત અને લોકો તળાવમાં પાણી ભરવામાં આવે તો છુપો વિરોધ કરતાં વહીવટી તંત્ર પણ ઉદાસીનતા સેવી રહ્યું હોવાની ચર્ચા ચાલે છે. 

Tags :