અમેરીકાની ધરતી પર શંખલપુરનો ગરબો ગવાતાં ગ્રામજનોમાં ખુશી
- હયુસ્ટન શહેરમાં યોજાયેલ હાઉડી કાર્યક્રમમાં
- કંકુડિયામાં ચોખલિયા મેલાવો, શંખલપુરથી મા બહુચર તેડાવોરે ગરબો રજુ થયો
ચાણસ્મા તા. 23 સપ્ટેમ્બર 2019, સોમવાર
અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં રવિવારે ભારતના વડાપ્રધાન
નરેન્દ્ર મોદી અને અમેરીકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં યોજાયેલા
હાઉદી મોદી કાર્યક્રમમાં ગુજરાતી સંસ્કૂતિની ઝલક જોવા મળી હતી. એમાં પણ
નવરાત્રિમાં ગામેગામ ગવાતા માં બહુચરના ધામ શંખલપુરને જોડતો આવો કંકુડિયામાં
ચોખલિયા મેલાવો રે એરે ચોખલીયાને શંખલપુર મોકલાવો રે શંખલપુરથી બહુચરમાં તેડાવો
રે... ગરબો રજુ થતાં જ કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો ગુજરાતીઓ ઝુમી ઉઠયા હતા
અમેરિકાની ધરતી ઉપર શંખલપુરનો ગરબો ગવાતાંગ્રામજનોમાં પણ ખુશી ફરી વળી છે.
આગમી એકાદ સપ્તાહ બાદ ગુજરાતના સૌથી મોટા સાંસ્કૃતિક તહેવાર
નવરાત્રિ મહોત્સવનો આરંભ થઈ રહ્યો છે. તે પૂર્વે અમેરિકાની ધરતી ઉપર મોદીની
હાજરીમાં હાઉદી મોદી કાર્યક્રમમાં ખાસ નવરાત્રિને જોડી ગુજરાતી અમેરિકનોને જોડવા
પ્રયાસ કરાયો હતો. નવરાત્રિના પસંદ કરાયેલા ગરબામાં પણ માં ભવાનીના બાલા સ્વરૃપ
માં બહુચરના આર્ધ સ્થાનક શંખલપુર ગામનો ગરબો રજુ થતાં શંખલપુર બહુચર માતા ટ્રસ્ટ
ગ્રામજનો અને માઇભક્તો ભાવુક બની ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ ગરબો સૌથી વધુ
વાયરલ થયો છે.