પાટણ અને બનાસકાંઠા જિલ્લાને નિયંત્રિત વિસ્તાર તરીકે સરકારે જાહેર કર્યો
- કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવા ઠરાવ કરાશે
- લમ્પી વાયરસ પર અંકુશ મેળવવા નિર્ણય
પાલનપુર,તા.28
પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત
રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ
અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં પાટણ
અને બનાસકાંઠા જિલ્લાઓને પણ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ
જિલ્લાકક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટીની રચના કરવામાં આવશે.
બનાસકાંઠા અનેે પાટણ જિલ્લાને નિયંત્રિત વિસ્તારતરીકે જાહેર કરવામાં આવ્યા છે .જેમાં લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે .તેમજ રાજ્યના પશુધનને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા પશુપાલક હિતલક્ષી અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.
જેના
ભાગરૃપે જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટી સ્થાપવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને
સહકાર વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાનારી સમિતિમાં જિલ્લા
વિકાસ અધિકારી, રીજીયોનલ
કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ,
જિલ્લા પોલીસ વડા, નાયબ
મ્યુનિસિપલ કમિશ્નર, જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય
અધિકારી, જિલ્લા
મેલેરીયા અધિકારી, નગરપાલિકા
ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ જિલ્લામાં
લમ્પી સ્ક્રીન ડીસીઝના નિયંત્રણ,
બચાવ તેમજ સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનીટરીંગ કરશે.