દીપડો દેખાવાના વાવડથી વન વિભાગે તપાસ હાથ ધરી
- બહુચરાજીના સાપાવાડામાં
- ગ્રામજનોમાં ભારે ભય સાથે અચરજની લાગણી, દીપડો ઉભા પાકમાં સંતાયો હોવાની શંકા
ચાણસ્મા,
તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
બહુચરાજી તાલુકાના સાપાવાડા ગામે ાજે ખેતરોમાં દીપડો આવ્યો
હોવાની જાણ ગામલોકોએ બહુચરાજી વન વિભાગને કરતાં ઈન્ચાર્જ વનપાલ અધિકારી ભાવેશ દેસાઈ તથા સ્ટાફ દ્વારા
ગામ લોકોના સહકારથી દીપડાની શોધખોળ હાથ ધરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ આ દીપડો
ખેતરના ઉભા પાકમાં સંતાઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
ખેડૂતોને કોઈ નુકસાન ન થાય અને વન્ય પ્રાણીની સલામતી જળવાઈ
રહે તે માટે સ્થળ ઉપર પાંજરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમાચાર સાપાવાડા ગામ
સહિત પંથકમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને હાલમાં લોકો
ખેતી પાકને પીયત કરવાનું પણ ટાળી રહ્યા છે.
વનપાલ અધિકારીના જણાવ્યા અનુસાર પગ જોતા આ પગ દીપડાના હોઈ શકે તેવું ચોક્કસપણે
કહી શકાય તેમ નથી. જોકે અન્ય વન્ય પ્રાણીના પણ પગ હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો
હતો. જ્યાં સુધી આ કયું વન્ય પ્રાણી છે તે પકડાય નહીં ત્યાં સુધી ચોક્કસ નિષ્કર્ષ
ઉપર આવી શકાય તેમ નથી જોકે રાત્રિના અંધારામાં તે બહાર આવે તો સલામત રીતે પકડી
પાડવા ટીમ દ્વારા પ્રયત્નો ચાલુ છે.