રાધનપુરના છેવાડાના ગામોના ખેડૂતો સુધી કેનાલનું પાણી પહોંચતુ નથીં
ઓછા વરસાદને કારણે ખેતીમાં સમસ્યા
-તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડવવામાં બેધારીનિતી અપનાવાતી હોવાનો આક્ષેપ
રાધનપુર, તા.17 અોકટોમ્બર, 2018, બુધવાર
રાધનપુર
પંથકમાં વરસાદ ઓછો પડવાને કારણે પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. સરકાર દ્વારા
નર્મદાની કેનાલો ગામે ગામ બનાવવામાં આવી છે. પરંતુ આ કેનાલોમાં પાણી ન આપતા આજે આ પંથકના
પશુ પાલકો અને ખેડૂતોની હાલત પાણીના અભાવે દયનીય બનવા પામી છે. કેનાલોમાં પાણી આપવાની
માંગ સાથે આજે તાલુકાના કેટલાક ગામના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.
તાલુકાના
દસેક ગામના ખેડૂતો અને પશુપાલકોએ તા.૧૭ મી ઓકટોમ્બરના રોજ રાધનપુર મામલતદારને આપેલ
આવેદનપતરમાં જણાવ્યા અનુસાર આ વરસે ચોમાસામાં વરસાદ ખુબ ઓછો થવાને કારણે ઘાસચારાની
ખુબ જ મોટી સમસ્યા ઉભી થવા પામી છે. ગયા વરસે અહી થયેલ અતિવૃષ્ટીના કારણે ઘાસચારો થયો
ના હતો અને આ વરસે વરસાદ નહીવત થતા ઘાસચારાનુ વાવેતર થયેલ નથી.
જેના કારણે ઘાસચારાની અછત ઉભી થવા પામી છે. અને પશુઓને નીભાવવા અત્યંત મુશ્કેલ બન્યુ છે. અહી આવેલ પોરાણા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં ભેદભાવ ભરી નીતી રાખવામાં આવતા છેવાડાના ગામોમાં પાણી પુરૃ પહોચતુ નથી.
સરકાર દ્વારા સિચાઈ માટે ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય કરવામાં આવેલ
છે છતાં નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં પુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતુ ન હોવાને
કારણે આજે મહામુલા પશુઓને બચાવવા પશુ પાલકો માટે અઘરુ બન્યુ છે. ખેડૂતો અને પશુપાલકોને
અહીથી હીજરત કરવી પડે તેવી પરિસ્થિતિનુ નિર્માણ આજે થવા પામ્યુ છે. જો કેનાલોમાં સીચાઈ
માટે પુરતુ પાણી આપવામાં નહી આવે તો દશે ગામના લોકો આંદોલન કરશે તેવી ચીમકી આવેદનપત્રમાં
ઉચ્ચારી હતી.