Gujarat

સિધ્ધપુરની સરસ્વતીના કાંઠે ભરાનાર ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ

By GS Team
21 Nov 20182 mins read
This article was originally published on 21 Nov 2018
સિધ્ધપુરની સરસ્વતીના કાંઠે ભરાનાર ભાતીગળ મેળાનો આજથી પ્રારંભ

સિધ્ધપુર, તા.ર૦  નવેમ્બર, ૨૦૧૮ મંગળવાર

 સિધ્ધપુરમાં  પરંપરાગત  ે કાર્તિકી પૂર્ણીમાનો સાત દિવસીય મેળોનો આવતીકાલ ગુરૃવારથી પ્રારંભ થશે   દિવાળી બાદ નગરપાલિકા એની તૈયારી પુરી કરે છે તે સિવાય અન્ય વહીવટી તંત્ર પણ ઝડપણી કામે લાગે છે.

સિધ્ધપુર ખાતે કારતક સુદ ચૌદશની મધ્ય રાત્રીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીનુ ત્રિવેણી સંગમ થતો હોવાનો અને તેમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે.

વિવિધ જ્ઞાાતિના લોકો તર્પણ વિધિ માટે  આવે છે. સમગ્ર ગુજરાતમાંથી ચકડોળો ચકરડીઓ અને મનોરંજનના સાધનો આવી પહોચે છે. સાત દિવસ આ મેળામાં મનોરંજન સિવાય પણ નાની મોટી ઘરવખરી અને રોજની વપરાશની ચીજવસ્તુઓનો ભારે બજાર ભરાય છે.

મંડી બજારથી નદી સુધી અને અશોક સિનેમાથી નદી સુધીના રસ્તામાં વિવિધ ચીજવસ્તુઓની હાટડીઓ મંડાય છે તેજ રીતે ખાણી પીણીની સ્ટોલ શેરડીનુ વેચાણ પ્રદર્શનના સ્ટોલ પણ શરૃ થાય છે. નદીના પટમાં જાતવાન ઘોડા અને મુખ્યવાન ઊંટોની પણ મોટા પાયે લે-વેચ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગધેડાનુ પણ વેચાણ કેન્દ્ર ઉભુ થયેલુ છે.

સાત દિવસ ભરાતા કાર્તિકી પુનમના મેળામાં પોતાના હાથનો કસબ અજમાવવા ઠેર ઠેરથી ખિસ્સા કાતરૃઓ પણ ઉતરી પડતા હોય છે.   મેળા વચ્ચે યોગ્ય જગ્યાએ વોચ ટાવર ગોઠવી દેવાયા છે.

નગરપાલિકાએ જગ્યાની ફાળવણી તો કરી પરંતુ નદીના પટમાં ધુળ ઉડે નહી સફાઈ જળવાય, પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેમજ જાહેર જાજરૃ-મુતરડીઓ ઉભી કરી વ્યવસ્થા જળવાય તે જોવુ જરૃરી છે. તે ઉપરાંત મોટા પ્રમાણમાં ખાદ્ય વસ્તુઓ વેચતી હોઈ ખારાક અને ઔષધ નિયમન તંત્ર સજાગ રહી સારી ચીજવસ્તુઓ વેચાય અને લોકોના આરોગ્યને નુકશાન ન પહોચે તે જોવાની જરૃરીયાત ઉભી થશે.

પાલિકા દ્વારા પ્રથમવાર મેળાનો એક કરોડનો વીમો લેવાશે

સિધ્ધપુર નગરપાલિકા દ્વારા કાર્તિકી પુર્ણીમાના મેળામાં ઈતિહાસમાં પ્રથમ વખત આ મેળામાં એક કરોડ જેટલો વિમો લેવામાં આવશે તેવુ ચીફ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.