ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાનાર ઓનલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ
- ૨૨૯૩ પરિક્ષાથીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે
- પ્રથમ તબક્કાની પરિક્ષા અગાઉ યોજાયેલ મોક ટેસ્ટમાં ૨૨૦૦ પૈકી ૨૦૫૫ વિદ્યાર્થીઓ જોડાયા
પાટણ, તા. 26 જુલાઇ 2020, રવિવાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પ્રવર્તમાન
કોરોના મહામારીને અનુલક્ષીને પ્રથમવાર ઓનલાઈન પરીક્ષા લેવા જઈ રહી છે. આ ઓનલાઈન
પરીક્ષાનો ૨૭મી જુલાઈને સોમવારથી પ્રારંભ થશે. પ્રથમ તબક્કામાં યોજાનાર આ ૨૭
પરીક્ષાઓમાં ઓનલાઈન પરીક્ષા કેવી રતે આપવી તે માટેનું છાત્રોને માર્ગદર્શન મળી રહે
તે હેતુથી યુનિવર્સિટીની વેબસાઈટ પર માર્ગદર્શિકા મુકવામાં આવી છે. તે ઉપરાંત
પ્રથમ તબક્કામાં લેવાનાર પરીક્ષા માટે યુનિવર્સિટી દ્વારા આજે બપોરે મોક ટેસ્ટનું
આયોજન કરવામાં આવ્યું હતું.
કુલપતિ ડો. જે. જે. વોરા અને પરીક્ષા નિયામક ડો
ચિતુલ દેલિયાથી નિશ્રા, માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના રીઝલ્ટ સેન્ટર ખાતેથી
મોક ટેસ્ટનું સંચાલન, નિરીક્ષણ કરાું હતું. ઓનાઈન મોક ટેસ્ટમાં ૨૨૦૦
પરીક્ષાર્થીઓ પૈકી ૨૦૫૫ વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઓનલાઈન પરીક્ષાની જેમ જ આ મોક
ટેસ્ટમાં એમ.સી.ક્યુ. પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.કોવિડ ૧૯ની વૈશ્વિક મહામારીને
અનુલક્ષીને યુનિવર્સિટી દ્વારા અગાઉ મુલતવી રખાયેલ પરીક્ષાઓ તા. ૨૭-૭-૨૦૨૦થી
ઓનલાઈન લેવાનું આયોજન કરાયું છે. પ્રથમ તબક્કામાં યોજાનાર આ ઓનલાીન પરીક્ષા માટે
મોબાઈલ નંબર તેમજ ઈ-મેલ આઈડી અપડેટ કરવાની તારીખ બે દિવસ લંબાવવામાં આવી હતી.
જેમાં કુલ ૨૨૯૩ પરીક્ષાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું. સોમવારથી શરૃ થતી ઓર્થ
તબક્કાની ઓનલાીન પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરાવેલ છાત્રો પરીક્ષા આપશે. કુલ ૧૨૫
મિનિટની સમયમર્યાદામાં ૭૦ એમ.સી.ક્યુ.ની પરીક્ષાની અવધિ પછી પરીક્ષા આપમેળે સમાપ્ત
થઈ જશે. ઓનલાઈન પરીક્ષા દરમિયાન કોઈ પુસ્તક કે કાગળ સાથે રાખવાની મનાઈ કરાયેલ છે.
વળી પરીક્ષા ચાુ થયા પછીપરીક્ષાર્થી પોતોના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં બીજી કોઈ
એપ્લિકેશન કે વિન્ડો ખોલી શકશે નહીં. બે કે તેથી વધુ વખત પરીક્ષાર્થી દ્વારા આવા
પ્રયત્ન કરાશે તો તે પરીક્ષાર્થીની પરીક્ષાનો સમય આપમેળે પુરો થઈ જશે.ઓનલાઈન
પરીક્ષા આપતી વખતે દર મિનિટે પરીક્ષાર્થીનો ફોટો પણ લેવામાં આવશે.