ઉત્તર ગુજરાતમાં કેટલાક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા હાલાકી ભોગવવી પડી !
લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન
પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા એસ.ટી.બસો દોડાવવામાં અવાતા અન્ય મુસાફરોને રઝળપાટ કરવો પડયો
મહેસાણા,
પાટણ, પાલનપુર, તા.૬ જાન્યુઆરી, ૨૦૧૯, રવિવાર
રવિવારે લેવાયોલી લોકરક્ષક દળની પરીક્ષા એકંદરે શાંતીપૂર્ણ વાતાવરણ
હેઠળ સંપન્ન થઈ હતી. પરીક્ષાર્થીઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ નજરે પડયો હતો. જો
કે મોટાભાગના પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો સુધી પહોચવામાં કેટલીક હાલકીનો સામનો
કરવો પડયો હોવાની બુમ ઉઠવા પામી છે. બીજી તરફ એસ.ટી. તંત્ર દ્વારા ઉમેદવારો માટે એકસ્ટ્રા
બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ હોવાથી અન્ય મુસાફરોને રઝળપાટ કરવો પડયો હતો.
અગાઉ લોકરક્ષક દળની ભરતી માટે યોજાયેલ પરીક્ષામાં પેપર લીક થતાં
પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. આ પરીક્ષા રવિવારે યોજાઈ હતી. જે અંતર્ગત મુખ્યમંત્રી
દ્વારા ઉમેદવારોને એસ.ટી બસની વિનામુલ્યે સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પરિણામે, એસ.ટી તંત્રએ
ઉત્તર ગુજરાતમાં લોકરક્ષક દળના ઉમેદવારો માટે એકસ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કર્યુ હતુ.
જો કે ઉમેદવારોએ નજીકના પરીક્ષા કેન્દ્રો સુધી પહોચવામાં એસટી ઉપર નિર્ભર રહેવાના બદલે
મોટર સાયકલ અને પ્રાઈવેટ વાહનોનો ઉપયોગ કરવાનુ મુનાસીબ માન્યુ હતુ.
પાલનપુરથી પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ૧૧૦ કેન્દ્રો
ઉપર ૧૪પ૩ બ્લોકમાં પોલીસ બંદોબસ્ત હેઠળ પરીક્ષા લેવાઈ હતી. ૪૩ હજાર જેટલા ઉમેદવારોએ
પરીક્ષા આપી હતી. પેપર પુર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓએ ગણિતના પ્રશ્નો અઘરા હોવાનુ જણાવ્યુ
હતુ. પાલનપુરના બસસ્ટેન્ડો પરીક્ષાર્થીઓથી ઉભરાયા હતા.
મહેસાણા જિલ્લામાં પણ લોકરક્ષક દળની પરીક્ષાને અનુલક્ષી તમામ
પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જયારે વિભાગીય નિયામક વાય.કે. પટેલના
માર્ગદર્શનમાં ઉમેદવારો માટે એકસ્ટ્રા બસો દોડાવવાનુ આયોજન કરાયુ હતુ.
મહેસાણા ડેપોમાંથી ૯૪, વિસનગર-૬૯, વડનગર-૪૯, ખેરાલુ-પ૭, ઊંઝા-૩૦, પાટણ-૮૧, ચાણસ્મા-ર૮, હારીજ-૭૪, બેચરાજી-રર, કડી-ર૦ અને કલોલ ડેપોમાંથી ૩ બસો મળી કુલ પર૭ બસો ફાળવવામાં આવી હતી અને અમદાવાદ, પાલનપુર અને ભુજ થવા ૧૦૦૦ એકસ્ટ્રા ટ્રીપો દોડાવાઈ હતી. આ માટે અગાઉથી ઉમેદવારોનુ રજીસ્ટ્રેશન કરાયુ હતુ.
પાટણથી મળતા અહેવાલ પ્રમાણે પાટણ જિલ્લામાં ૩ર હજાર ઉમેદવારો લોકરક્ષક દળની પરીક્ષા
આપી હતી. એસટી તંત્રએ રોજીદા મુસાફરોને તકલીફ
ન પડે તેવી રીતે એકસ્ટ્રા બસોનુ આયોજન કર્યુ હતુ. પરીક્ષા કેન્દ્રો પર પહોચેલા ઉમેદવારોની
બાયોમેટ્રીકથી હાજરી પુરવામાં આવી હતી.
પોલીસ જાપ્તાનો ખર્ચ ભોગવવો પડતા પેપરલીંકના આરોપી પરીક્ષાથી
વંચિત
પેપરલીક કૌંભાડમાં સંડોવાયેલા બનાસકાંઠાના ત્રણ આરોપીઓ આ પરીક્ષાથી વંચીત રહ્યા હતા અને જેલમાં જ રહેવુ પડયુ હતુ. જો કે તેઓના સ્નેહીજનોએ જણાવ્યુ હતુ.પરીક્ષા આપવા ના દે તેઓની તૈનાતમાં રહેતા પોલીસ કાફલાનો એક દિવસનો ખર્ચ રૃ.૯૦ હજાર જેટલો થાય છે જેથી આ ત્રણ વિદ્યાર્થીઓ આ પરીક્ષાથી વંચીત રહ્યા છે. પેપરલીંક કૌભાડમાં બનાસકાંઠાના વડગામ તાલુકામાંથી ત્રણ વિદ્યાર્થીઓ ઝડપાયા છે.
ઉત્તમસિંહ ભાટી, અજયસિંહ ભાટી અને
કોદરામ ગામના રાજેન્દ્રસીહ વાઘેલાના નામ ખુલ્યા હતા જેઓએ કોર્ટ દ્વારા મંજુરી મેળવવીને
નાયબ મામલતદારની પરીક્ષા આપી હતી. જેમાં કોર્ટે પોલીસ પ્રોટેકશન સાથે મંજુરી આપી હતી
જેને લઈને પ્રત્યેક આરોપી પરીક્ષાર્થીઓને રૃ.૩૦ હજારનો ખર્ચ થયો હતો જેથી તેઓના વાલીઓ
અને સ્નેહીજનોએ આક્ષેપ કર્યો હતો.